મહાલક્ષ્મીના આ આઠ સ્વરૂપોની આરાધનાથી પુરી થાય છે દરેક મનોકામના.

0

સારું જીવન પસાર કરવા માટે અને ઘરમાં સુખ સમૃદ્ધી લાવવા માટે લોકો લક્ષ્મી માતાની પૂજા અર્ચના કરે છે. માતા લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે, અને એમ કરવાથી ઘરમાં બરકત થાય છે. અને ધનની પ્રાપ્તિ થાય છે. પરંતુ લક્ષ્મીજીનું માત્ર એક સ્વરૂપ નથી, પરંતુ મહાલક્ષ્મીના બીજા પણ સ્વરૂપ છે, જેના વિષે કદાચ જ તમે જાણતા હોવ.

દેવી લક્ષ્મીના બીજા સ્વરૂપો દ્વારા ધન સાથે યશ, આરોગ્ય, આયુષ્ય વગેરેની પણ પ્રાપ્તિ થાય છે. માતા લક્ષ્મીના અષ્ટલક્ષ્મી સ્વરૂપોની ઉપાસનાથી માનવની તમામ કામનાઓ પૂર્ણ થાય છે, અને સુખ-સમૃદ્ધીના આશીર્વાદ સાથે ધન-વૈભવ પણ પ્રાપ્ત થાય છે. તો આવો જણાવીએ માતા લક્ષ્મીના આઠ સ્વરૂપ વિષે.

ધનલક્ષ્મી : લક્ષ્મીજીના આઠ સ્વરૂપમાંથી એક અને પહેલી દેવી છે ધનલક્ષ્મી. એવી માન્યતા છે કે માતાના આ સ્વરૂપની આરાધના અને પૂજા અર્ચના કરવાથી સમૃદ્ધીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. સાથે જ તેની ઉપાસનાથી દેવું અને તમામ આર્થિક તકલીફો માંથી મુક્તિ મળે છે.

મંત્ર – માતાની ઉપાસના માટે ॐ धनलक्ष्म्यै नम: મંત્રના જાપ કરવા જોઈએ.

યશલક્ષ્મી : લક્ષ્મી માતાનું બીજું સ્વરૂપ છે યશલક્ષ્મી. તેમની આરાધનાથી માન-સન્માન, યશ, એશ્વર્યની પ્રાપ્તિ થાય છે. એવું માનવામાં આવે છે, કે માતા યશલક્ષ્મીની ઉપાસનાથી ભક્તોમાં વિનમ્રતાના ગુણ આવે છે. અને તેમના દુશ્મનોનો નાશ થઇ જાય છે.

મંત્ર – માતાની ઉપાસના માટે ॐ यशलक्ष्म्यै नम: મંત્રના જાપ કરવા જોઈએ.

આયુલક્ષ્મી : માતા લક્ષ્મીનું ત્રીજું સ્વરૂપ છે આયુલક્ષ્મી. આયુલક્ષ્મી માતાની આરાધના ભક્તગણ લાંબા આયુષ્ય માટે કરે છે. આયુલક્ષ્મી માતાની આરાધનાથી ભક્તોને શારીરિક અને માનસિક રોગો માંથી મુક્તિ મળે છે.

મંત્ર – માતાની ઉપાસના માટે ॐ आयुलक्ष्म्यै મંત્રના જાપ કરવા જોઈએ.

વાહનલક્ષ્મી : લક્ષ્મી માતાનું ચોથું સ્વરૂપ છે વાહનલક્ષ્મી માતા. એવું માનવામાં આવે છે કે વાહનની અભિલાષા રાખવા વાળા સાધકોએ માતા લક્ષ્મીના આ સ્વરૂપની પૂજા અર્ચના કરવી જોઈએ. એવી માન્યતા છે કે વાહનલક્ષ્મી માતાની ઉપાસનાથી સાધકને ઉત્તમ અને મનપસંદ વાહનની પ્રાપ્તિ થાય છે.

મંત્ર – માતાની ઉપાસના માટે ॐ वाहनलक्ष्म्यै नम: મંત્રના જાપ કરવા જોઈએ.

સ્થિરલક્ષ્મી : માતા લક્ષ્મીનું પાંચમું સ્વરૂપ છે સ્થિરલક્ષ્મી માતા. એવું મનવામાં આવે છે કે સ્થિરલક્ષ્મી માતાની ઉપાસનાથી ઘરમાં ધનનો વૈભવ હંમેશા જળવાઈ રહે છે.

મંત્ર – માતાની ઉપાસના માટે ॐ स्थिरलक्ष्म्यै नम: મંત્રના જાપ કરવા જોઈએ.

સત્યલક્ષ્મી : માતા લક્ષ્મીનું છઠ્ઠું સ્વરૂપ છે સત્યલક્ષ્મી માતા. એવી માન્યતા છે કે સુંદર અને શુસિલ પત્નીની ઈચ્છા વાળા વ્યક્તિએ માતા સત્યલક્ષ્મીની ઉપાસના કરવી જોઈએ.

મંત્ર – માતાની ઉપાસના માટે ॐ सत्यलक्ष्म्यै नमः મંત્રના જાપ કરવા જોઈએ.

સંતાનલક્ષ્મી : માતા લક્ષ્મીનું સાતમું સ્વરૂપ છે સંતાનલક્ષ્મી માતા. તેની ઉપાસના કરવાથી સાધકને ઉત્તમ, સ્વસ્થ અને સુંદર સંતાનની પ્રાપ્તિ થાય છે.

મંત્ર – માતાની ઉપાસના માટે ॐ संतानलक्ष्म्यै नम: મંત્રના જાપ કરવા જોઈએ.

ગૃહલક્ષ્મી : માતાનું આઠમું સ્વરૂપ છે ગૃહલક્ષ્મી માતા. તેમની પૂજાથી સાધકના ઘરમાં ક્યારે પણ કોઈ પ્રકારની ગૃહસ્થીની સમસ્યા થતી નથી અને ઘરમાં સુખ, સમૃદ્ધી, શાંતિ અને સમ્પન્નતા જળવાયેલી રહે છે.

મંત્ર – માતાની ઉપાસના માટે ॐ गृहलक्ष्म्यै नम: મંત્રના જાપ કરવા જોઈએ.