થાઈલેન્ડ ફરવા જઈ રહ્યા છો? તો ઠગોની આ રીતોથી જરા બચીને રહેજો, જાણો વધુ વિગત

0

સોલો ટ્રીપ એટલે એકલા ફરવું, ન કોઈ રોકવા ટોકવા વાળા, ન કોઈ બંધન. કોઈને પણ કોઈ ટાઈમિંગ નથી આપવો પડતો કે ૬ વાગ્યા પહેલા મળવું. પરંતુ ભાઈ આ કામ છે જીગર વાળાનું. બધાની હેસિયતની વાત નથી. એકલા ફરવા માટે ઘણા જોખમ છે, બધી જગ્યાએ લોકો બેઠા છે છેતરવા માટે.

થાઈલેન્ડ ભારતીય પર્યટકો વચ્ચે એક સારી જગ્યા છે, જ્યાં દરેક જવાનું પસંદ કરે છે. તમે પણ ત્યાં ફરવા જાવ પરંતુ તે પહેલા એ પણ જાણી લેવું કે, થાઈલેન્ડમાં પણ ઘણી રીતે પર્યટકોને છેતરવામાં આવે છે. તો થાઈલેન્ડમાં એવી છેતરપીંડીથી બચવાની ટ્રીકો વાંચી લો, જેથી પાછળથી અફસોસ ન થાય.

૧. હોટલમાં થતી છેતરપીંડી :

થાઈલેન્ડમાં ઢગલાબંધ હોટલો વાળા તમારી પાસેથી માંગે છે સિક્યોરીટી ડીપોઝીટ, એટલે કાંઈ તૂટી ફૂટી જાય તો તે વખતે વસુલ કરી શકાય. પરંતુ જો પછી હોટલ તમને સિક્યોરીટી ડીપોઝીટ આપવાની ના કહી દે તો. મોટાભાગે તે લોકો તમારા રૂમમાં આવે છે બધી વસ્તુ ચેક કરવા માટે તો ક્યારેક ટુવાલ બદલી નાખે છે કોઈ ગંદા ટુવાલ સાથે, તો ક્યારેક કાંઈ. પાછળથી સંપૂર્ણ સિક્યોરીટી ડીપોઝીટ જમા કરાવીને જવું પડે છે.

કેવી રીતે બચવું?

તમારી હાજરીમાં જ ચેક આઉટ કરાવો. તેનાથી બચવાનો આ છેલ્લો અને સરળ ઉપાય છે.

૨. ઓટો વાળા અને તેનું ભાડું :

થાઈલેન્ડમાં ઓટો કે ટુક ટુક તમને દરેક જગ્યાએ જોવા મળશે. તેઓ કોઈ પણ સમયે તમને તમારી પસંદગીના સ્થળ ઉપર પહોંચાડવા તૈયાર રહે છે. પરંતુ મુશ્કેલી એ છે કે ઓટો વાળા ન તો તમને મુસાફરી પહેલા અને ન તો મુસાફરી સમયે ભાડું જણાવશે અને પછી ઉતરતી વખતે તમારી પાસેથી મોટી રકમ પડાવશે.

કેવી રીતે બચવું?

તેનાથી બચવાનો દેશી ઉપાય છે, બેસતા પહેલા જ પૈસાની વાત કરી લો. ભલે કેટલા ભાવતાલ કરવા છે અને તેમાં જેટલો સમય આપવો પડે, પહેલા જ કરી લો. પાછળથી ન તો તે તમારું સાંભળશે અને ન તો તમે તેનું.

૩. ભાડા ઉપર બાઈક :

થાઈલેન્ડમાં બાઈક ભાડા ઉપર લઈને ફરવાનો ઘણો મોટો વેપાર છે. ધ્યાન રાખશો, તમે કોઈ કંપની પાસેથી બાઈક ભાડા ઉપર લીધું. તેના બદલામાં તમારે તમારો પાસપોર્ટ કંપનીને આપવો પડે. કોઈ ખૂણામાં તમે બાઈક ઉભું કર્યું અને તેને કોઈ ચોરીને ભાગી ગયું (મોટાભાગે તે એ કંપનીનાં મોકલેલા માણસો હોય છે). અથવા કંપની એ બાઈક ઉપર લગાડવામાં આવતા ડેંટ અને સ્ક્રેચને કારણે લાંબુ બીલ પકડાવી દે છે.

કેવી રીતે બચવું?

તમે હોટલના કર્મચારીને થોડા પૈસા આપો. તો તે તમને પોતે જ વિશ્વાસપાત્ર કંપનીઓના નામ અને નંબર આપી દેશે, જેની પાસેથી તમે બાઈક ભાડા ઉપર લઇ શકો છો. જ્યાં સુધી વાત રહી પાસપોર્ટની, તો તે કોઈના હાથે ગીરવી રાખવું ગેરકાયદેસર છે. એટલા માટે તમે તેની ઝેરોક્ષ નકલ જ આપો. અને સૌથી જરૂરી વાત, તમે બાઈકને ભાડા ઉપર લેતી વખતે જ વિડીયો બનાવી લો જેથી પાછળથી બતાવી શકાય કે, આ ડેંટ બાઈક ઉપર પહેલાથી જ હતા કે તમારી ભુલથી પડ્યા.

૪. નકલી પોલીસથી સાવચેત :

થાઈલેન્ડમાં વિદેશી પ્રવાસીઓને હેરાન કરવા વાળા લોકોની કમી નથી. લોકો પોતાને પૂછ્યા વગર પોલીસ વાળા બતાવીને તમારી તલાશી લેવા લાગે છે, અને ૧૦૦-૧૫૦ ડોલર દંડ લગાવી દે છે. તે લોકો કાગળનો ટુકડો ફેંકવા ઉપર પણ તમને પકડી શકે છે.

કેવી રીતે બચી શકો?

પોલીસ વાળા હંમેશા પોતાની સાથે આઈડી કાર્ડ લઈને આવે છે. પછી તમે સમજદાર છો. આવો કાગળનો ટુકડો જમીન ઉપર ફેંકવો કોઈ સારું કામ નથી. તેવું ન કરશો.

૫. મોલમાં બેઠા છે ઠગ :

તમે હિન્દુસ્તાની છો. તે તમારે જણાવવાની જરૂર નથી, તમે દેખાવ જ છો હિન્દુસ્તાની. લોકો તે વાતનો ફાયદો ઉઠાવીને તમને મોંઘી મોંઘી ખરીદી જગ્યાએથી શોપિંગ કરાવે છે, અને પ્રવાસીઓનું ભાડું લઈને તમારો ફાયદો ઉઠાવે છે.

કેવી રીતે બચી શકાય?

તે રીત જે તમને નાનપણમાં શીખવાડવામાં આવી હતી. અજાણ્યા લોકોથી હંમેશા દુર રહો. જે લોકો તમારી ઉપર કાંઈ ખરીદવા કે ક્યાંક જવાનું દબાણ કરી રહ્યા છે, તેનાથી દુર રહો.

૬. રેસ્ટોરન્ટની બિલીંગ સીસ્ટમ ઘણી વખત પોતાને સ્વેગ વાળા બતાવવાની ગડમથલમાં ઘણા મુર્ખ બનાવામાં આવે છે તમને. લોકો તમારા બીલમાં ઘણી બધી એવી વસ્તુ પણ જોડી દે છે, જેનો તમે ઓર્ડર પણ નથી કર્યો. અને જેટલી કિંમત લખવામાં આવી છે, તેનાથી વધુ કિંમત જોડી દે છે.

કેવી રીતે બચવું તેનાથી?

જે વસ્તુની કિંમત જેટલી છે, એટલી જ આપો. બીલ એક વખત ચેક કરી લો, જેથી છેતરપીંડીથી બચી શકો.

૭. સ્પીડબોટિંગ/જેટ સ્કીંગમાં છેતરપીંડી :

જો તમે એકલા છો તો શક્ય છે કે જેટ સ્કીંગનો ફાયદો ન મળી શકે. કે પછી તમારા એકલા હોવાને કારણે આલતુ ફાલતું બોટ પકડાવી દેવામાં આવે. આ બધી મુશ્કેલીઓથી જો તમે બચી પણ ગયા, તો લોકલ લોકો તમને હેરાન કરવાનો પ્રયાસ કરે છે. પાછળથી દુકાનદાર તમારી પાસેથી બોટનું ભાડું પણ વધુ માંગે છે અને દંડ વસુલે છે જે તમે ક્યારેક કર્યો પણ નથી.

કેવી રીતે બચી શકાય?

અહિયાં પણ બસ એવું જ કરવાનું છે જેવું ભાડા ઉપર બાઈક લેતી વખતે કર્યું હતું. હોટલના કર્મચારીને પુછો યોગ્ય જગ્યા માટે અને બોટ લેતી વખતે વિડીયો પણ બનાવો.

આ માહિતી ટ્રીપઓટો અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.