ધનતેરસ પહેલા સોનાના ભાવમાં ફરી મોટો ઘટાડો થયો, જાણો આજનો ભાવ

0

આજના સમયમાં વિશ્વમાં મંદીનું વાતાવરણ ઉભું થયેલું છે, જેની અસર દરેક ક્ષેત્ર ઉપર જોવા મળી રહી છે. જેમ કે ઓટો ક્ષેત્રમાં જોવા જોઈએ તો ઘણી કંપનીઓને તાળા લાગી ગયા છે, અને હજારો મજૂરોને છુટા કરવામાં આવ્યા છે. આવા ઘણા ક્ષેત્રો ઉપર મંદીની અસર જોવા મળી રહી છે. અને સોનાના ભાવ ઉપર પણ ઘણી અસર જોવા મળી રહી છે, જેથી લોકો સોનાની ખરીદી કરવામાં પણ અચકાઈ રહ્યા છે. જેવું કે તમે જાણો છો એમ સોનાના ભાવ નિશ્ચિત નથી રહેતા. તેના ભાવમાં વારંવાર વધારો ઘટાડો થતો રહે છે.

અને આમ પણ આજના સમયમાં વધારે સોનું ખરીદીને રાખવું પણ સલામતી ભરેલું નથી. તેથી જ લોકો પોતાની જરૂરિયાત મુજબ જ સોનાની ખરીદી કરતા જોવા મળે છે. એ બાબતને ધ્યાનમાં લઈને સરકારે પણ પોતાની એક નવી યોજના બહાર પાડી છે, જેથી લોકો તે યોજના દ્વારા સોનું ખરીદીને આર્થીક લાભ મેળવી શકે.

નબળી વૈશ્વિક સ્થિતિને અનુરૂપ દિલ્હી સર્રાફા બજારમાં સોમવારે સોનાના ભાવ ૩૦ રૂપિયા ઘટીને ૩૮,૯૯૫ રૂપિયા પ્રતિ દસ ગ્રામ ઉપર આવી ગયા. અને એચડીએફસી સિક્યોરીટીઝે આ જાણકારી આપી હતી.

ધનતેરસ પહેલા આજે સોનાના ભાવોમાં ઘટાડો આવ્યો છે :

શનિવારે સોનું ૩૮,૯૮૫ રૂપિયે પ્રતિ દસ ગ્રામ ઉપર રહ્યું હતું. એચડીએફસી સિક્યોરીટીઝના વરિષ્ઠ વિશ્લેષક જીંસ તપન પટેલે જણાવ્યું કે, દિલ્હીમાં ૨૪ કેરેટ સોનું ૩૦ રૂપિયા તૂટીને ૩૮,૯૯૫ રૂપિયા પ્રતિ દસ ગ્રામ ઉપર આવી ગયું. તહેવારની માંગનો અભાવ અને નબળી વૈશ્વિક સ્થતિને કારણે સોનામાં ઘટાડો આવ્યો.

આમ તો ચાંદી ૧૫૦ રૂપિયાના વધારા સાથે ૪૬,૭૫૦ રૂપિયા પ્રતિ કિલોગ્રામ ઉપર પહોચી ગયું. શનિવારે તે ૪૬,૬૦૦ રૂપિયા પ્રતિ કિલોગ્રામ ઉપર હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું સ્થિર સપાટી સાથે ૧૪૮૮.૭૬ ડોલર પ્રતિ સરેરાશ ઉપર વેપાર કરી રહ્યું હતું. અને ચાંદી ૧૭.૬૭ ડોલર પ્રતિ સરેરાશ ઉપર હતું. તપન પટેલે જણાવ્યું કે, અમેરિકા અને ચીન વેપારને લઈને પોતાના મતભેદ દુર કરવાના પ્રયાસ કરી રહ્યા છે. તેને કારણે જ આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું નીચે આવ્યું છે.

અમદાવાદ, સુરત, વડોદરા આજનો ભાવ (તારીખ 22-10-19)

સોનુ : 39800

ચાંદી : 46500

આ માહિતી લાઈવ હિન્દુસ્તાન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.