તહેવારોમાં મોદી સરકાર વેચી રહી છે આટલુ સસ્તું સોનું, ફટાફટ ઉઠાવો લાભ, જાણો કઈ રીતે

0

ધનતેરસ અને દિવાળી પહેલા આંતરિક બજારમાં સતત વધતા સોનાના ભાવ વચ્ચે સરકારે સસ્તા ભાવે સોનું ખરીદવાની તક આપી છે. રોકાણકાર સોવરેન ગોલ્ડ બોન્ડ (Sovereign Gold Bond) યોજના હેઠળ બજાર કિંમતથી ઘણું સસ્તું સોનું ખરીદી શકો છો, અને આજે તમારી પાસે સારી તક છે. તેના વેચાણ ઉપર મળતા લાભ ઉપર આવકવેરા નિયમોમાંથી છૂટ મળશે. આવો જાણીએ આ યોજના વિષે.

આ છે રોકાણનો સમયગાળો :

યોજના હેઠળ રોકાણ કરવાનો સમયગાળો ૨૧ ઓક્ટોબર 2019 થી શરુ થઇ ગયો છે. આ યોજનાનો લાભ તમે ૨૫ ઓક્ટોબર સુધી ઉઠાવી શકો છો. સરકાર તરફથી યોજનામાં રોકાણ કરવા માટે પાંચ દિવસનો સમય આપવામાં આવ્યો હતો. થોડા દિવસોથી સોનાના ભાવ પોતાના ઉચ્ચ સ્તર ઉપર પહોંચ્યા હતા, પરંતુ સોવરેન ગોલ્ડ બોન્ડ હેઠળ તમે સસ્તામાં સોનું ખરીદી શકો છો.

આ છે સોનાના ભાવ :

યોજના હેઠળ તમે ૩,૮૩૫ રૂપિયા પ્રતિ ગ્રામ ઉપર સોનું ખરીદી શકો છો. જો તમે ૧૦ ગ્રામ સોનું ખરીદો છો તો તેની કિંમત ૩૮,૩૫૦ રૂપિયા થશે અને ગોલ્ડ બોન્ડની ખરીદી ઓનલાઈન પદ્ધતિથી કરી શકાય છે. અને સરકાર એવા રોકાણકારોને ૫૦ રૂપિયા પ્રતિ ગ્રામની વધારાની છૂટ આપે છે.

થશે આટલો ફાયદો :

એટલે ઓનલાઈન સોનું ખરીદવા ઉપર રોકાણકારોને પ્રતિ ગ્રામ સોનું ૩,૭૮૫ રૂપિયામાં પડશે. તેવામાં તમને ૩૭,૮૫૦ રૂપિયામાં ૧૦ ગ્રામ સોનું મળી જશે. જયારે શરાફી બજારમાં સોનાના ભાવ લગભગ ૩૯,૦૦૦ રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે. આવો જાણીએ તમે તેની ખરીદી ક્યાંથી કરી શકશો? અને કેવી રીતે આવકવેરામાંથી છૂટ મળશે?

ગોલ્ડ બોન્ડ તમે બેંકો, પોસ્ટ ઓફીસ, એનએસઈ અને બીએસઈ ઉપરાંત સ્ટોક હોલ્ડીંગ કોર્પોરેશન ઓફ ઇન્ડીયા લીમીટેડ દ્વારા ખરીદી શકો છો. આવો જાણીએ તેની હેઠળ તમને આવકવેરામાંથી છૂટ કેવી રીતે મળશે?

કેવી રીતે મળશે આવકવેરામાંથી છૂટ?

ગોલ્ડ બોન્ડની પરિપક્વતા સમયગાળો આઠ વર્ષનો હોય છે, અને તેની ઉપર વાર્ષિક ૨.૫ ટકાનું વ્યાજ મળે છે. બોન્ડ ઉપર મળતા વ્યાજ રોકાણકારને ટેક્સ સ્લેબ અનુરૂપ ટેક્સ મુજબ હોય છે, પરંતુ તેની આવક ઉપર ટેક્સ કપાત (ટીડીએસ) નથી હોતું. જો બોન્ડને ત્રણ વર્ષ પછી અને આઠ વર્ષની પરિપક્વતા સમયગાળા પહેલા વેચવામાં આવે છે, તો તેની ઉપર ૨૦ ટકાના દરથી લોંગટર્મ કેપિટલ ગેન (એલટીજીસી) ટેક્સ લાગશે, પરંતુ પરિપક્વતા સમયગાળા પછી વેચવા ઉપર મળતું વ્યાજ કરમુક્ત રહેશે.

સતત વધી રહ્યા છે સોનાના ભાવ :

આમ તો સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમના રોકાણકારોને એક નાણાકીય વર્ષમાં વધુમાં વધુ ૫૦૦ ગ્રામ સોનાના બોન્ડ ખરીદવાની જ મંજુરી છે. અને ઓછામાં ઓછું રોકાણ એક ગ્રામનું હોવું જરૂરી છે. સરકારે બજેટમાં સોના ઉપર ઈમ્પોર્ટ ફી ૧૦ ટકાથી વધારીને ૧૨.૫ ટકા કરી દીઘી છે. સાથે જ વેશ્વિક સ્તર ઉપર વધતી ખરીદીથી સોનાના ભાવ સતત વધી રહ્યા છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.