ગેરેન્ટી છે કે આ નમુનાઓના ફોટા જોયા પછી તમારું હસવુ રોકાશે નહિ, દમ હોય તો રોકીને દેખાડો

0

કેમેરાના આવ્યા પછી માણસના જીવનમાં ઘણું પરિવર્તન આવ્યું છે. પહેલા સમયમાં આપણી યાદોને કેદ કરવી ખુબ જ મુશ્કેલ હતી. પણ હવે સેકન્ડમાં જ તમે કેમેરા દ્વારા બધું સેવ કરી શકો છો. હવે તો ઘણા બધા લોકોના દિવસની શરૂઆત જ ફોટો પાડવાથી થાય છે. સવારે ઉઠીને સૂર્યનો કે ચા-કોફીનો કે પછી પોતાનો ફોટો પાડીને એને અપલોડ કરીને બધાને ગુડમોર્નિંગ કરવામાં આવે છે.

આપણી આસપાસ રોજ કોઈક ને કોઈક એવો બનાવ બનતો હોય છે, જેને જોયા પછી આપણે ચકિત થઈ જઈ જઈએ છીએ કે, આવું પણ થાય છે! લોકો એવા બનાવોને પોતાના મોબાઈલ ફોનના કે બીજા કેમેરામાં કેદ કરી લે છે. અને આજે અમે તમને થોડા એવા જ ફોટા દેખાડવા જઈ રહ્યા છીએ, જે લોકોએ ક્લિક કર્યા છે અને તે ખુબ ફની છે. એ ફોટાઓને જોતા જ તમારૂ હાસ્ય બહાર આવી જશે.

તમે આ વાત તો જાણતા જ હશો કે, આજકાલના સમયમાં કોઈને હસાવવું સૌથી મુશ્કેલ કામ છે. લોકો પોતાના કામમાં એટલા વ્યસ્ત હોય છે કે, પોતાની માટે સમય કાઢી શકવું મુશ્કેલ બની જાય છે. કોઈએ સાચું જ કહ્યું છે કે ‘લાફ્ટર ઇસ ધ બેસ્ટ મેડિસિન’. અને હકીકતમાં હસવાની અસર કોઈ દવાથી ઓછી નથી. જે લોકો તણાવમાં કે પછી બીમાર રહે છે તેમના માટે હસવું એક સ્ટ્રેસ બસ્ટરનું કામ કરે છે. અને આજના ફોટા તમને જરૂર હસાવશે.

(1) આ રીતે બ્લાઉઝનો ઉપયોગ મોબાઈલ રાખવા માટે કરવાનું કોઈ આ મહિલા પાસેથી શીખો. (2) જમણી બાજુના ફોટામાં એક ભાઈ રોડ રોલરમાં હવા ભરવા પ્રયત્ન કરે છે, એમને લાગે છે કે હું સફળ થઈ જ જઈશ.

(3) ઘણો નસીબ વાળો છે આ પતિ કે જેની પત્ની એની દરેક જરૂરિયાતની વસ્તુ હાથમાં લઈને જ નીકળે છે. (4) આ મહિલાને પોતાના શરીરના માપ પ્રમાણે સાડી જોઈતી હતી એટલે સાડી વાળાએ માપપટ્ટી વાળી સાડી જ આપી દીધી.

(5) નીચે ડાબી બાજુના ફોટામાં આ સુંદર છોકરી સાથે સેલ્ફી લેવા ઘણા બધા યુવક તૈયાર છે, પણ સાલું છોકરી કોઈનો ફોટો જ નથી પાડતી. (6) વચ્ચે વાળો ફોટો જોઇને કદાચ તમે દંગ થઈ જશો કે, દુનિયામાં આવા યુવાનો પણ છે. (7) જમણી બાજુના ફોટામાં તમે ચાલુ કલાસે મેચ જોવાનું જુગાડ જોઈ શકો છો.

(8) ડાબી બાજુના ફોટામાં તમને મુંઝવણ હોય તો જણાવી દઈએ કે, તમે જેને પેન સમજી રહ્યા છો તે અસલમાં પેન નથી પણ એક ટેટુ છે. (9) જમણી બાજુના ફોટાના ફેશનનો વિકાસ જોવા મળે છે. 2010 થી 2018 સુધીમાં અડધા ઉપર કાપડ નીકળી ગયું અને 2025 સુધીમાં 10-20% રહેશે. તો શું 2030-35 સુધીમાં જીન્સ સંપૂર્ણ ગાયબ થઈ જશે? તમારા વિચાર અમને કોમેન્ટ કરીને જણાવો કે ભવિષ્યમાં કેવા પ્રકારની જીન્સ જોવા મળશે.

મિત્રો, આશા રાખીએ છીએ કે આ મજેદાર ફોટોસને જોઈને તમને હસવું જરૂર આવ્યું હશે. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.