રાત્રે ગુજરાતી ખીચડી ખાવાથી થતા ઘણા એવા ફાયદા, જેને જાણીને વિશ્વાસ નહીં કરી શકશો તમે.

0

આપણા બધા ભારતીયના ઘરમાં મુખ્ય રૂપથી ખાવામાં ખીચડીને પસંદ કરવામાં આવે છે. આપણે એ જાણીએ છીએ કે ભારતીય ખોરાકના એક પ્રમુખ તત્વ હોવા છતા આપણે ખીચડી વિષે કઈ વધારે વાત જાણતા નથી. હા, આપણે બસ એટલુ જ જાણીએ છીએ કે ખીચડી મોટાપો વધારે છે. પરંતુ આજે અમે તમને ખીચડી વિષે થોડી એવી વાતો જણાવવા જઈ રહ્યા છીએ જે કદાચ જ તમે સાંભળી હોય. આજે અમે તમને ખીચડીના વિશેષ ગુણ જણાવવાના છીએ જે તમારા શરીર માટે નુકશાનકારક નહીં પણ ફાયદાકારક હોય છે.

ગરમીમાં ખાવામાં પુરીની જગ્યાએ જો ખીચડી ખાવામાં આવે તો તે તમારા માટે ઘણી ફાયદાકારક હોય છે અને તે સારી પણ લાગે છે. પરંતુ એના સિવાય લોકોના મનમાં ખીચડીને લઈને ખોટી ધારણા બનેલી હોય છે. જેના વિષે જાણવું જરૂરી છે. માટે આજે અમે તમને જણાવીશું કે, ખીચડી ખાવાના કયા કયા ફાયદા છે?

ખીચડી ખાવાના ફાયદા :

૧) ખીચડીમાં ઘણા બાધા વિટામીન અને મિનરલ્સ મળી આવે છે, પેટ ખરાબ થવા પર અને અતિસાર થવા પર ડોક્ટર ખીચડી ખાવાની જ સલાહ આપે છે. પરંતુ આપણે બ્રાઉન રાઈસની બનેલી ખીચડી ખાવી જોઈએ કેમકે સ્વાસ્થ્ય માટે સફેદ રાઈસ કરતા બ્રાઉન રાઈસ વધારે ફાયદાકારક હોય છે. પરંતુ ડાયાબીટીસ અને અસ્થમાના દર્દીઓએ ખીચડી ખાવાથી દુર રહેવું જોઈએ.

૨) ખીચડી ખાવાથી શરીરને એનેર્જી મળે છે. એમાંથી શરીરને કાર્બોહાઈડ્રેટ મળે છે. જેથી મગજ સારી રીતે કામ કરે છે. એને ખાવાથી તમે એક્ટીવ રહો છો.

૩) ખીચડીનું સેવન ગરમીઓમાં જરૂર કરવું જોઈએ. કેમકે એને ખાવાથી શરીરને ઠંડક મળે છે. રાત્રે દાળ-ખીચડી ખાવાથી તે આપણા શરીરમાં ચરબીના સંગ્રહને નિયંત્રિત કરવા વાળા લેપ્તિનની કાર્યક્ષામતાને વધારવાનું કામ કરે છે, જેનાથી વજન નિયંત્રિત રહે છે.

૪) ખીચડીમાં સારી માત્રામાં કાર્બોહાઈડ્રેટ હોય છે. જે શરીરને ઉર્જા આપવાનું કામ કરે છે. એ ઉર્જાની જરૂરિયાત શરીરના દરેક ભાગને હોય છે. મગજ એ જ ઉર્જાથી શરીરનું સંચાલન કરે છે. ખીચડીથી પ્રાપ્ત થતી ઉર્જા મેટાબોલિઝમ(ચયાપચય)ની ક્રિયાને પણ નિયમિત રાખે છે.

૫) ખીચડીમાં સોડિયમની માત્રા નહીંવત હોય છે. એવામાં તે એ લોકો માટે સૌથી સારી હોય છે. જેમને હાઈ બ્લડ પ્રેસર અને હાયપરટેન્સનની સમસ્યા છે.

૬) ખીચડી ખાવી સ્વાસ્થ્ય માટે ઘણી ફાયદાકારક છે. એમાં હાનીકારક ફેટ નથી હોતું, કોલેસ્ટ્રોલ અને સોડિયમ પણ હોતું નથી. તે એક નિયંત્રિત ડાયટ છે.

૭) ખીચડીમાં મેથીઓનીન, વિટામીન બી1 અને રેઝીસ્ટેન્ટ સ્ટાર્ચ મળી આવે છે, જેમાં મેથિઓનિન(એક પ્રકારનું એમીનો એસીડ) હોય છે અને મેથિઓનિનમાં સલ્ફર ભરપુર માત્રામાં મળે આવે છે. જેનાથી ત્વચાની ઘણી સમસ્યાઓથી છુટકારો મેળવવામાં મદદ મળે છે.

૮) ખીચડીના સેવનનો સૌથી ચમત્કારિક લાભ એ છે કે તે કેન્સર જેવી ઘાતક બીમારીઓને દુર રાખવામાં પણ મદદગાર હોય છે. સાથે જ તે શરીરમાં રહેલી ચરબીને દોષરહિત રાખે છે અને ખરાબ બેકટેરિયાને સશક્ત થવાથી રોકે છે.

૯) ખીચડી વિભિન્ન પ્રકારના વિટામીન અને મિનરલ્સનો ખજાનો છે. એમાં નિયાસિન, વિટામીન ડી, કેલ્શિયમ, ફાઈબર, આયર્ન, થાયમીન અને રાઈબોફ્લેવિન પર્યાપ્ત માત્રામાં હોય છે.

૧૦) ખીચડીમાં અધિક માત્રામાં ફાયબર હોય છે, જે તમારા પાચનતંત્રને વ્યવસ્થિત રીતે કામ કરવામાં મદદગાર થાય છે, ફાઈબર તમને ડાયાબીટીસ જેવી બીમારીઓથી પણ બચાવે છે.

તમે ગુજરાતી હોવ તો ગુજરાતી ખીચડીના ફાયદા શેર કરવાનું ભૂલતા નહિ.