ગુજરાત માં સ્ટ્રીટફૂડ તરીકે સ્થાન પામી ગયેલું ટેસ્ટી ખીચું બનાવવાની રીત જાણી લો ક્લિક કરી ને

0

આજે ગુજરાતી મસ્તી અને ગુજ્જુ ફેન ક્લબ માં આજે આપણે બનાવીશું ગુજરાતી ખીચું. આ ખીચું આપણે ચોખાના લોટ માંથી બનાવીશું. આને ઘરે બનાવવું ખુબજ સરળ છે. આજકલ આ સ્ટ્રીટફૂડ સર્વ થાય છે. તો ચાલો આજે તેને ઘરે બનાવવાનું શરુ કરી દઈએ.

સામગ્રી

એક કપ ચોખાનો લોટ

4 થી 5 લીલા મરચા (નાના કાપી નાખવા)

2 મોટી ચમચી કોથમીર

1/2 મોટી ચમચી જીરું

1/2 મોટી ચમચી અજમો

મીઠું સ્વાદ અનુસાર

1/4 નાની ચમચી ખાવાના સોડા

2.5 કપ પાણી

મેથિયો મસાલો (તૈયાર અથાણાનો મસાલો)

સીંગ તેલ

થોડો ચાટ મસાલો

રીત

સૌપ્રથમ મરચા, કોથમીર, જીરું, મીઠું અને અજમો આ બધું વસ્તુઓને ચટણી જારમાં ગ્રાઈન્ડ કરી દેઈશું, અને આને પાણી વગર ક્રશ કરી નાખવાનું છે, તેને થોડું અર્ધ કચરું રહે તેવું કે ક્રશ કરવાનું છે. અને પાણીને ગરમ કરવા મૂકી દેવું, પાણી જ્યારે] ઉકળવાનું સારું થાય ત્યાર બાદ તેમાં કોથમીર, મરચા વગેરે જે ક્રશ કરીને રાખેલું છે તેને એડ કરી દેઈશું. ત્યાર બાદ તેને હલાવીને તેના ઉપર અર્ધો ઢાંકણ નાખીને તેને ઉકાળવા દઈશું. જયારે તે ઉકળવાનું શરૂ થાય ત્યારે ગેસ ધીમે કરીને તેમાં સોડા એડ કરી નાખશું. ત્યાર બાદ તેને 2 મિનિટ માટે ઉકળવા દઈશું.

2 મિનિટ પછી ગેસને ધીમે કરીને જે ચોખાનો લોટ લીધો છે તેને થોડો થોડો એડ કરતા જઈશું અને તેને મિક્ષ કરતા રહેશું. જયારે આપણે પાપડ માટે વધારે ખીચું બનાવે ત્યારે લાકડાની સ્ટીકથી હલાવીએ છીએ અત્યારે ઓછા પ્રમાણમાં ખીચું બનાવવાંના કારણે વેલણ થી તેને મિક્ષ કરતા જઈશું. ક્યાંય પણ કોરો લોટ ના રહે તે રીતે તેને સરખી રીતે મિક્ષ કરી દઈશું. એકદમ સરસ રીતે મિક્ષ થઇ ગયા બાદ તેની નીચે એક લોઢી મૂકી દેઈશું. ગેસ ને ધીમે રાખીને આને 2 મિનિટ માટે ગરમ થવા દઈશું. બે મિનિટ બાદ ગેસને બંધ કરી તેને એક બાઉલમાં નીકળી દઈશું.

હવે આના સર્વિંગ કરવું, તેની ઉપર થોડું તેલ મરચું અનર ચાટ મસાલો નાખી દેવું તો તૈયાર છે આપણું ખીચું

જુઓ વીડિઓ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here