ક્લિક કરી ને શીખો ગુંદરની સુખડી બનાવવાની રીત શિયાળા ની ખુબ જ હેલ્ધી રાખતી રેસિપી

0

આજે આપણે બનાવીશું શિયાળા માટે ગુંદરની સુખડી. ગુંદરની સુખડી ટેસ્ટમાં ખુબજ સરસ લગતી હોય છે. અને એને બનાવવી પણ ખુબજ સરળ છે. ગુંદર શરીરના દરેક જાતના દુખાવા માટે ખુબજ ઉપયોગી હોય છે. તો ચાલો ગુંદરની સુખડી કેવી રીતે બનાવવું તે આજે આપણે જોઈ લઈએ.

સામગ્રી

1/3 કપ ઘી

1/2 કપ ઘઉંનો લોટ

1/2 કપ વાટેલો ગોળ

2 મોટી ચમચી બાવળનો ગુંદર

3 મોટી ચમચી બાવળના ગુંદરનો પાઉડર

2 મોટી ચમચી પીસેલું કોપરું

રીત

સૌપ્રથમ એક નોન સ્ટિક અથવા જાડા તળિયા વાળી કઢાઈને ગરમ કરવા મૂકી દો. તેમાં ઘી એડ કરી દેવું, ઘી ગરમ થાય એટલે એમાં ગૂંદરને ફ્રાઈ કરવાનો છે. ગુંદરના નાના ટુકડા ફ્રાઈ કરવામાં લેવાના છે. બાવળનો ગુંદર ઉપયોગ કરવું જોઈએ કારણે કે આ ગુંદર ઘરમાં લેડીસ, જેન્સ અને બાળકો પણ આને જમવામાં લઇ શકે છે. આને ધીમા ગેસ ઉપર ફ્રાઈ કરી લેવાનું છે. આ જેમ જેમ ફ્રાઈ થતો જશે તેમ તેમ તે ફૂલતો જશે અને તેનો કલર પણ બદલાતો જશે. એકદમ ફૂલીને ગોલ્ડન બ્રાઉન કલર નો થાય ત્યાં સુધી એને ફ્રાઈ કરી લેવાનો ગુંદર ફ્રાઈ થઇ ગયા બાદ તેને એક વાસણમાં લઇ લેવાનો છે.

તેમાં ઘઉંનો લોટ એડ કરવાનું છે. અને ગેસને મીડીયમ કરીને આ લોટને સેકી લેવાનો છે. લોટ બદામી કલરનો થાય અને તેમાંથી સુગંધ આવા લાગે ત્યાં સુધી શેકવાનો છે. કલર બદલાઈ ગયા બાદ ગેસને ધીમે કરી દેવાનું છે. તેમાં જે બાવળના ગુંદરનું પાઉડર એડ કરી દેવાનું છે અને તેને હલાવી દેવાનું છે. આ રીતે પાઉડર બનાવી મિક્ષ કરવાથી તે લોટમાં મિક્ષ થઇ જશે અને સારી રીતે શેકાય પણ જશે. ત્યાર બાદ ગોળ ને એડ કરી લેવાનો છે હવે તેને સરસ રીતે મિક્ષ કરી લઈએ, અને ગેસ મીડીયમ ના રહી જાય તે ધ્યાનમાં રાખવાનું છે નહીતો સુખડી કડક કે ચવડ થઇ જાય. ગોળની એકપણ કળી ના રહે તે રીતે મિક્ષ કરી લો. ગોળ મિક્ષ થઇ ગયા બાદ ગેસ બંધ કરી દેવાનું છે. જે ગુંદર ફ્રાઈ કરીને રાખ્યા છે તેમાંથી થોડો ગુંદર એડ કરી દેવો. અને તેને સારી રીતે હલાવી દેવાનું છે. આ રીતે તળેલા ગુંદરના જે ક્ર્ન્ચ સુખડીમાં ખાવામાં આવશે એનાથી સુખડીનું ટેસ્ટ ખુબજ સરસ લાગે છે.

ત્યારબાદ એક પ્લેટને ઘી લાગાવી ને ગ્રીસ કરી દેવાનું છે. અને તેમાં આ મિશ્રણ એડ કરી લેવાનું છે અને એમાં પહેલા તવીને થાપી પહેલા સ્પ્રેડ કરી દો. એક વાટકીની પાછળ થોડું ઘી લગાવી દેવાનું અને તેના દ્વારા તેના ઉપરનું લેવલ સરશ કરી દેવાનું છે. આનું ગાર્નીસિંગ કરવા માટે પહેલા છીણેલું સૂકું કોપરું એડ કરવું જે તળેલો ગુંદર રાખ્યો હતો તે એડ કરી દેવું. ફરીથી વાટકીના મદદથી તેને પ્રેસ કરી લો જેથી તે વાટકીના મદદથી અંદર ચોંટી જાય. અત્યારેજ આની ઉપર કટ કરી દેવાના છે, કટ કર્યા પછી 10 મિનિટ તેને રહેવા દઈશું, 10 મિનિટ બાદ તે ઠંડી થાય એટલે એને સર્વ કરવાની છે. હવે આપણી સુખડી સર્વિંગ માટે તૈયાર છે. આ સુખડીને ડબ્બામાં ભરી 10 થી 15 દિવસ સુધી સ્ટોર કરી શકો છો.

વિડીયો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here