હાર્ટ એટેક આવવા પર બચવાના માટે અપનાવો આ ટિપ્સ કારણ આજે હાર્ટએટેક ઘણા ને આવવા માંડ્યા છે

જયારે આપણા શરીરમાં લોહી આપણા હૃદય સુધી નથી પહોચતું ત્યારે હાર્ટ એટેક આવવાની સંભાવના વધી જાય છે અને સમય રહેતા આ સમસ્યાને દૂર ન કરવામાં આવે તો આ એક ગંભીર રોગ બની શકે છે. જે જાનલેવા થઇ શકે છે. એલોપેથિક ટ્રીટમેન્ટ થી હાર્ટ અટેક નો ઈલાજ ખુબ મોંઘો થાય છે અને દવાની કીમત વધુ હોવાને કારણે સામાન્ય વ્યક્તિ આ બીમારીનો ઉપચાર કરી શકતો નથી.

જાણો હાર્ટ એટેકના કારણો :

કોલેસ્ટ્રોલ વધવાના કારણે વજનમાં મોટાપો આવે છે અને વધારે મોટાપા ના કારણે હાર્ટ અટેક આવવાની સંભાવના ખુબ વધારે થઇ જાય છે. ડાયાબિટીસના કારણે પણ હાર્ટ અટેક થઇ શકે છે. હાઈ બ્લડ પ્રેશર ના દર્દીઓને હાર્ટ એટેક આવાની સંભાવના વધારે હોય છે. એટલા માટે જીવનમાં કેટલાક એવા નિયમ અપોનાવવા જેનાથી હાર્ટ એટેક જેવી બીમારી શરીર માંથી બહાર નીકળી જાય.

હાર્ટ એટેકથી બચવાના ટિપ્સ :

લીંબુ પાણી : લીંબુમાં પર્યાપ્ત માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ જોવા મળે છે. આ બોડી માંથી ખરાબ કોલેસ્ટ્રોલ ને બહાર નીકાળવામાં મદદ કરે છે.

અડદ દાળ : રાત્રે 4 થી 5 ચમચી દાળ પાણીમાં પલાણીને રાખી દો. સવારે આને પીસીને દૂધમાં મિક્ષ કરીને પી લો.

દૂધ અને આંબળા : એક ગ્લાસમાં પીસેલા આંબળા પીવો. આનાથી કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. સાથે જ હાર્ટ ડીઝીઝ નો ખતરો ટળે છે.

દહીં : દરરોજ પોતાના ડાયટમાં દહીં રાખો. આ બોડીમાં કોલેસ્ટ્રોલ ઓછું કરે છે આનાથી હાર્ટ ડીઝીઝ ની આશંકા ઓછી થાય છે.

ઘી અને ગોળ : ખાવાના પછી ઘી અને ગોળ ખાવો. આમા રહેલ તત્વ કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં મદદ કરે છે; આનાથી બ્લડ સર્કુલેશન સારું થાય છે.

ગાજર અને મધ : અઠવાડિયામાં 2 થી 3 વાર ગાજરના જ્યુસમાં મધ મિક્ષ કરીને પીવો. આનાથી કોલેસ્ટ્રોલ ઓછું થાય છે.

દૂધી : દૂધીને ઉકાળી લો. હવે આમ જીરું, હળદર અને લીલા ઘાણા મિક્ષ કરીને ખાવો. આવું અઠવાડિયામાં 3 થી 4 વાર કરો. આનાથી બોડીનું કોલેસ્ટ્રોલ ઓછું થાય છે.

બદામ અને કાળા મરી : 3 બદામ અને 4 કાળા મરી નો પાઉડર બનાવી લો. આમાં ચપટી ભર તુલસીનો પાઉડર મિક્ષ કરીને દરરોજ પાણીની સાથે પીવો.

લસણ : દરરોજ સવારે ખાલી પેટ લસણની એક કે બે કળી પાણી દ્વારા ગળી લો. આમાં રહેલા એંટીઓક્સીડેંટ્સ કોલેસ્ટ્રોલ ઓછું કરે છે.

ટામેટા : આમાં રહેલા લાઈકોપીન, બીટા-કૈરોટિન, ફોલેક, પોટેશિયમ અને વિટામિન સી કોલેસ્ટ્રોલ ને ઓછું કરે છે.