હવે ચારજિંગ સ્ટેશન શરૂ કરવું હોય તો કોઈ લાયસન્સ લેવાની જરૂર નઈ પડે વીજળી મંત્રાલયે રજૂ કર્યા નવા નિયમ.

0

ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્રીય વિદ્યુત અને નવીન તેમજ નવીનીકરણ ઉર્જા રાજ્ય મંત્રી(સ્વતંત્ર પ્રભાર) તથા કૌશલ વિકાસ અને ઉદ્યમિતા રાજ્ય મંત્રી આર. કે. સિંહે ઇલેક્ટ્રિક વાહન ચાર્જીગ દિશા નિર્દેશો અને વિનિર્દેશોમાં સંશોધનને મંજૂરી આપી દીધી છે. બુનિયાદી માળખા મુજબ સુવિધાઓ સાથે જોડાયેલ આ સંશોધિત દિશા નિર્દેશ ૧૪ ડિસેમ્બર ૨૦૧૮ માં વિદ્યુત મંત્રાલય તરફથી રજૂ કરેલ દિશા નિર્દેશો સ્થાન લેશે. બદલાવની જાણકારી આપતા રાજ્ય મંત્રી આર કે સિંહે કહ્યું કે વિભિન્ન હિતધારકો સાથે મળેલ સલાહ પછી નવી દિશા નિર્દેશ તૈયાર કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે અમે નવા દિશા નિર્દેશમાં ઇલેક્ટ્રિક વાહનના માલિકોની ચિંતા દૂર કરવાની કોશિશ કરી છે. તેમણે આશા જગાવી છે મેં સંશોધીત દિશા નિર્દેશોથી દેશના લોકો ઇલેક્ટ્રિક વાહનોને સ્વીકારવા તૈયાર થશે.

ત્રણ કિલોમીટરના પરિઘમાં ઓછામાં ઓછું એક ચાર્જીગ સ્ટેશન હશે

નવી દિશા નિર્દેશોમાં ઇલેક્ટ્રિક વાહન માલિકોની ચિંતા દૂર કરવા માટે આખા દેશમાં એક સમુચિત ચાર્જીગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવાની વાત કરવામાં આવી છે. નવી દિશા નિર્દેશો મુજબ દેશના શહેરોમાં ૩ કિલોમીટરના પરિઘમાં ઓછામાં ઓછું એક ચાર્જીગ સ્ટેશન જરૂરથી બનાવવામાં આવશે. આ સિવાય બધા પ્રકારના હાઇવેની બંને બાજુ અને પ્રત્યેક ૨૫ કિલોમીટર પર એક ચાર્જીગ સ્ટેશન ઉપલબ્ધ થશે. આખા દેશમાં ચાર્જીગ સ્ટેશનનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર બે ચરણોમાં તૈયાર કરવામાં આવશે. પહેલા ચરણમાં એટલેકે ૧ થી ૩ વર્ષની અંદર ૪૦ લાખ ( જનગણના ૨૦૧૧ મુજબ) થી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં અને તેની સાથે જોડાયેલા બધા જ એક્સપ્રેસ વે પર ચાર્જીગ સ્ટેશન લાગવવામાં આવશે. બીજા ચરણમાં ૩ થી ૫ વર્ષમાં રાજ્યોની રાજધાની અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યલયોમાં ચાર્જીગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવશે. આ સિવાય એક શહેરથી બીજા શહેરમાં ભ્રમણ અને ભારે ઇલેક્ટ્રિક વાહનો જેવા કે બસ/ટ્રક વગેરે માટે પ્રત્યેક ૧૦૦ કિલોમીટર માં ફાસ્ટ ચાર્જીગ સ્ટેશન સ્થાપિત કરવામા આવશે.

ઘર અને કાર્યાલયોમાં લગાવવામાં આવશે અંગત ચાર્જીગ સ્ટેશન

નવી દિશા નિર્દેશોમાં ઘર અને કાર્યાલયોમાં અંગત ચાર્જીગ સ્ટેશન બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે કેવળ વિદ્યુત વિતરણ કંપનીઓની અનુમતિ લેવી પડશે. આ જગ્યા પર ફાસ્ટ કે સ્લો ચાર્જર લગાવવાનું પુરી રીતે ઉપભોક્તા પર નિર્ભર રહેશે. ચાર્જીગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવા માટે ઉર્જા દક્ષતા બ્યુરોને કેન્દ્રીય પ્રમુખ એંજન્સીના રૂપમાં નામીત કરવામાં આવ્યું છે. ખાનગી ચાર્જીગ સ્ટેશન પર વીજળીનો વપરાશને ઘરેલુ માનવામાં આવશે અને ઘરેલુ દરે લાગુ થશે. જોકે પબ્લિક ચાર્જીગ સ્ટેશનો (પીસીએસ) પર વીજળીના દર વિદ્યુત અધિનિયમ ૨૦૦૩ ની ધારા ૩ મુજબ રજૂ કરેલ ટેરીફ નીતિ અનુસાર નક્કી કરવામાં આવશે.

કોઈ પણ નક્કી કરી શકશે ચાર્જીગ સ્ટેશન

નવી દિશા નિર્દેશોમાં કહેવામાં આવ્યું છે કે કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાન પબ્લિક ચાર્જીગ સ્ટેશનની સ્થાપના કરી શકે છે. આ માટે કોઈ પણ પ્રકારનું લાઇશન્સ લેવાની જરૂર પડશે નહિ. આ સંબંધમાં વીજળી મંત્રાલયે પહેલાથી જ ગાઈડલાઈન રજૂ કરી દીધી છે. ચાર્જીગ સ્ટેશન સ્થાપિત કરાવવા વાળી વ્યક્તિ બજારની જરૂરિયાત મુજબ ચાર્જીર લગાવવા સ્વતંત્ર રહેશે.

આ માહિતી મનીભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.