અહી 50 હજારની ટીવી મળી શકશે 10 હજારમાં, 10 ગણી ઓછી કિંમતમાં અહીંથી ખરીદી શકશો ઇલેક્ટ્રોનિક સામાન

0

કોઈ પણ વસ્તુ સસ્તા ભાવે મળતી હોય તો કોણે એ લેવી ન ગમે. અને લોકો પણ દરેક વસ્તુ ખરીદવા માટે સેલની રાહ જોતાં હોય છે. ઘણાબધા લોકો મોંઘવારી કે ઓછું બજેટ હોવાને કારણે પોતાની જરૂરિયાત અનુસાર સેકેંડ હેંડ આઈટમ એટલે કે જૂની અને વપરાયેલી વસ્તુઓ ખરીદતા હોય છે. એનાથી એમને જરૂરી વસ્તુ પણ મળી જાય છે અને પૈસાની બચત પણ થાય છે.

આટલી મોંઘવારીમાં તમને એવું જાણવા મળે, કે કાળા બજારમાં 50 હજારની ટીવી તમને ફક્ત 10 હજારમાં મળી શકે છે, તો તમને કદાચ આ વાત પર વિશ્વાસ નહિ થાય. પરંતુ આ વાત સાચી છે. મળેલી જાણકારી અનુસાર દિલ્લીમાં એક એવું બજાર છે જ્યાં તમે 10 ગણી ઓછી કિંમતમાં ઇલેક્ટ્રોનિક સામાન ખરીદી શકો છો. આવો તમને એના વિષે વિસ્તારથી જણાવીએ.

મિત્રો, દિલ્લીના એ અત્યંત સસ્તા બજારનું નામ છે મૌજપુર બજાર. આ બજાર પૂર્વ દિલ્લીમાં આવેલું છે. અને આ બજારમાં તમે ટીવી, ફ્રીઝ, એયર કંડિશનર જેવા ઇલેક્ટ્રોનિક સામાનને 10 ગણા ઓછા ભાવે ખરીદી શકો છો.

હવે તમને એ પણ જણાવી દઈએ કે ત્યાં પહોંચવું કઈ રીતે? મિત્રો, તમે દિલ્લી મેટ્રોથી આ બજારમાં જવા માંગતા હોય તો મૌજપુર પિંક લાઈનમાં છે. એના માટે તમારે રાજીવ ચૌકથી કશ્મીરી ગેટ જઈને મેટ્રો બદલવી પડશે. ત્યારબાદ રેડ લાઈનથી વેલકમ સુધી જવું પડશે. ત્યારબાદ પિંક લાઈનથી તમે મૌજપુર પહોંચી શકો છો.

મળેલી જાણકારી અનુસાર દિલ્લીના મૌજપુર બજારમાં જેની કિંમત બજારમાં 50 હજાર રૂપિયા સુધી હોય છે એવા ટીવી 10 હજાર રૂપિયામાં મળે છે. તેમજ 32 ઇંચની એલઇડી ટીવી તમે ફક્ત 5 હજાર રૂપિયામાં ખરીદી શકો છો. અને 43 ઈંચની ટીવી તમે ત્યાંથી 15 હજાર રૂપિયા સુધીમાં ખરીદી શકો છો.

તમારા મનમાં હાલમાં એ પ્રશ્ન થતો હશે કે, આ બજારમાં બધી વસ્તુઓ આટલા ઓછા ભાવમાં કેવી રીતે મળે છે? અને આ વસ્તુઓની કોઈ ગેરંટી/વોરંટી મળે છે નહીં? તો તમને જણાવી દઈએ કે આ બજારમાં મળતી વસ્તુઓ સેકેંડ હેંડ હોય છે. પણ એની બોડીને બદલીને એને નવા જેવી કરી દેવામાં આવે છે. અને ગેરંટી/વોરંટીની વાત કરી તો આ બજારમાં વેચાતા સામાન પર વધુમાં વધુ ત્રણ મહિનાની ગેરંટી મળી શકે છે.

વધુમાં જણાવી દઈએ કે, આ બજારમાં તમને માઇક્રોવેવ ફક્ત 2 હજાર રૂપિયામાં મળી જશે. એ સિવાય તમે અહીંથી ફૂલ સાઈઝ વોશિંગ મશીન 4 હજાર રૂપિયાથી શરૂ થતી કિંમતે ખરીદી શકો છો. આ બજારમાં એ વસ્તુઓની કિંમત ઘણી ઓછી હોય છે, જેનો ઉપયોગ વધારે સમય સુધી કરવામાં આવ્યો હોય છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.