હિરોઈને જણાવી પોતાની આપવીતી, ડાયરેક્ટર ખોટી રીતે ટચ કરતો અને બધાની સામે બિકીની પહેરવા કહેતો

0

બોલીવુડની દુનિયા ભલે રંગીન અને જાહોજલાલી વાળી લાગતી હોય, પણ હકીકતમાં તે ઘણી અલગ છે. ત્યાં તમે કયારેય વિચાર્યું પણ ન હોય એવા કામ થતા હોય છે. જેમાં કાસ્ટિંગ કાઉચનો સમાવેશ થાય છે. કાસ્ટિંગ કાઉચમાં મહિલાઓનું શોષણ થતું હોય છે. ડાયરેક્ટર, પ્રોડ્યુસર અને અન્ય લોકો ફિલ્મમાં કામ આપવા માટે મહિલાઓ પાસે શરીરસુખની પણ માંગણી કરતા હોય છે.

અને ઘણી બધી હિરોઈનો આ આબાબતે જણાવી ચુકી છે. અને ન જાણે કેટલીય હિરોઈન બનવા આવેલી મહિલાઓ આનો ભોગ બની હશે, અને બદનામીના ડરથી એના વિષે કોઈને જણાવ્યું નહિ હોય. તમે પણ ન્યુઝ ચેનલમાં કે પેપરમાં જોયું હશે કે, અવાર નવાર ફિલ્મી હિરોઈનો પોતાનાં પર વીતેલી આપવીતી જણાવતી હોય છે. અને આવું દેશની દરેક ઇન્ડસ્ટ્રીમાં થાય છે.

આજે અમે તમને એક એવી જ અભિનેત્રી વિષે જણાવીશું જેની સાથે ખોટી રીતે છેડછાડ કરવામાં આવી હતી. એણે પોતાની આપવીતી જણાવી હતી. જણાવી દઈએ કે એ હિરોઈન સમેક્ષા સિંહ છે. જે હિન્દી, પંજાબી, તેલુગુ, તમિલ, કન્નડ ફિલ્મો અને હિન્દી ટીવી સીરિયલ્સમાં કામ કરી ચુકી છે. અને તે ઈન્ડસ્ટ્રીમાં 15 વર્ષથી કામ કરી રહી છે. પણ કદાચ તમને ખબર નહિ હોય કે, સમેક્ષા સિંહે એક ઈન્ટરવ્યૂમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં થનારા કાસ્ટિંગ કાઉચનો ખુલાસો કર્યો છે. જેમાં એણે જણાવ્યું હતું કે, એક ફિલ્મ ડાયરેક્ટર તેને ખરાબ રીતે ટચ કરતો હતો.

સમેક્ષા સિંહે ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, કેવી રીતે લોકો કામના બહાને મજા લેતાં હોય છે, અને હિરોઇનોને ટચ કરતા હોય છે. તે સમેક્ષા સિંહને બધાની સામે બિકિની પહેરવાનું પણ કહેતા હતા. એણે જણાવ્યું હતું કે, સાઉથ અને નોર્થ ઈન્ડસ્ટ્રીમાં અલગ અલગ માનસિકતા વાળા લોકો રહે છે. તેમજ ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રીમાં લોકો છોકરીઓને અલગ રીતે જોવે છે.

એટલું જ નહિ એણે એ વાતનો પણ ખુલાસો કર્યો હતો કે, જયારે એક રોમાન્ટિક સીન કરતી વખતે એને સંકોચ થતો હતો, ત્યારે એને સમજાવવા માટે નિર્દેશક એની પાસે આવ્યો, અને સમજાવવાના બહાને એને ખોટી રીતે ટચ કરવા લાગ્યો હતો. અને ઘણી વાર એવા સીન બરાબર શૂટ થયા હોવા છતાંપણ તેને વારંવાર રીટેક કરવામાં આવતા હોય છે, અને તેઓ મજા લેતા હોય છે.

એટલે એવું નથી કે સામાન્ય દુનિયામાં જ સ્ત્રીઓનું શોષણ થાય છે, ફિલ્મો અને ટીવીમાં કામ કરતી મહિલાઓ પણ શારીરિક અને માનસિક શોષણનો ભોગ બનતી હોય છે.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.