હાઈ બ્લડ પ્રેશર પર નિયંત્રણ મેળવવા માટે પ્રભાવશાળી ઘરેલુ ઉપાય જાણી લો આ ઉપાય

અનિયમિત દિનચર્યા અને આધુનિક જીવન શૈલી ના કારને આજે હાઈ બ્લડ પ્રેશર સામાન્ય સમસ્યા બની ચુકી છે. ગ્રામીય વિસ્તારોની તુલનામાં શહેરના લોકોને વધુ પ્રમાણમાં આ જોવા મળે છે.

હાઈ બ્લડ પ્રેશર માં દર્દીને ચક્કર આવવું અને માથું ફરવું વગેરે સમસ્યા થાય છે. દર્દીને કોઈ પણ કામમાં મન ન લાગવું. આનાથી શારીરિક કામ કરવાની ક્ષમતા નહિ રહે અને દર્દી ઊંઘનો શિકાર બની જાય છે. પરંતુ ઘબરાશો નહિ કારણકે ઘરેલુ ઉપચારથી સાવધાનીપૂર્વક ઉપયોગથી વગર કોઈ પ્રકારની દવા લીધા વગર આ ભંયકર બીમારીથી સંપૂર્ણ રીતે નિયતત્રં કરી શકો છો. જરૂરી છે પ્રતિબંધિત રીતે નિયમનું પાલન કરવું. આવો જાણીને હાઈ બ્લડ પ્રેશર માટે ઘરેલુ ઉપાય.

મીઠા નો ઉપયોગ ઓછો કરવો

મીઠું બ્લડ પ્રેશર વધારવાનું સૌથી પ્રમુખ કારણ છે. એટલા માટે આ વાત સૌથી મહત્વપૂર્ણ છે કે હાઈ બી પી વાળા દર્દીએ મીઠુનો ઉપયોગ ઓછું કરી દેવું જોઈએ.

લસણ

હાઈ બ્લડ પ્રેસર એક મુખ્ય કારણ હોય છે લોહી ઘટ્ટ થવું. લોહી ઘટ્ટ હોવાથી તેનો પ્રવાહ ધીમે થઇ જાય છે. આનાથી ધમનીઓ અને નસમાં દબાણ વધી જાય છે. લસણ બ્લડ પ્રેશર સારું કરવામાં ખુબ મદદગાર ઘરેલુ ઉપાય છે. આ લોહીનો જથ્થો નહિ જમવા દે. ઘમનીની કઠોરતામાં લાભદાયક છે. લોહીમાં વધારે કોલેસ્ટ્રોલ હોવાની સ્થિતિનું સમાધાન કરે છે.

ડુંગરી

ડુંગરીના નિયમિત સેવન કરવાથી બ્લડ પ્રેશર નિયત્રંણમાં રહે છે અને જો તમારું બ્લડ પ્રેશર વધી ગયું છે તો તેને સરખું કરવા માટે ડુંગરીનો ઉપયોગ કરવો, આના સેવનથી શરીર માંથી કોલેસ્ટ્રોલની માત્રા પણ નિયત્રિત થાય છે. આમાં ક્યોરસેટિન જોવા મળે છે, આ એક એવું ઓક્સીડેંટ ફ્લેવેનોલ છે જે દિલને રોગોથી બચાવે છે. ડુંગરીના ખાવાની સાથે અને સલાડ ની સાથે પ્રયોગ કરી શકો છો.

આદુ :

ડુંગરી અને લસણની જેમ આદુ પણ ખુબ ફાયદાકારક હોય છે. ખરાબ કોલેસ્ટ્રોલ ધમનીઓ ની દિવાલો પર પ્લેક એટલે કે કેલ્શિયમ યુક્ત મૈલ પૈદા કરે છે. જેનાથી લોહીના પ્રવાહમાં અવરોધ ઉભો રહી જાય અને પરિણામ હાઈ બલ્ડ પ્રેસરના રૂપમાં સામે આવે છે. આદુમાં ખુબ શક્તિશાળી એન્ટી-ઓક્સીડેંટ્સ હોય છે. જે ખરાબ કોલેસ્ટ્રોલને નીચે લાવવામાં ખુબ અસરકારક હોય છે. આદુથી તમારા લોહીના પ્રસારમાં પણ સુધાર થાય છે. ધમનીઓને આસપાસની માંસપેશીઓને પણ આરામ મળે છે જેનાથી હાઈ બ્લડ પ્રેસર નીચે આવી જાય છે.

લીંબુનો રસ

લીંબુના રસથી રક્ત વાહિની કોમળ અને લચકદાર થઇ જાય છે. આનાથી હાઈ બ્લડ પ્રેસર સામાન્ય બની જાય છે. આ હાર્ટ એટેકના ભયને પણ ઓછું કરે છે. એક-એક ચમચી મધ, આદુ અને લીંબુનો રસને નવશેકા પાણીમાં મિક્ષ કરીને અઠવાડિયામાં બે થી ત્રણ વાર પીવું જોઈએ. આ બ્લડ પ્રેશર ના માટે ખુબ સારું ટોનિક છે. આના સિવાય વધેલ બ્લડ પ્રેશરને જલ્દી કંટ્રોલ કરવા માટે અર્ધો ગ્લાસ પાણીમાં અડધું લીંબુ નીચોવીને 2-2 કલાક ના અંતરમાં પિતા રહો, આ ખુબ લાભકારક ઉપચાર છે.

તલ

તલનું સેવન કરવાથી હાઈ બ્લડ પ્રેસર સામાન્ય થઇ જાય છે. તલનું તેલ અને ચોખા ફોતરાં એક સાથે ખાવાથી બ્લડ પ્રેસન નિયત્રંણમાં રાખે છે. આ હાઇપરટેંશનના દર્દીઓના માટે લાભકારક હોય છે. માનવામાં આવે છે આ બ્લડ પ્રેશરને ઓછું કરવા વાળી ઓષધીઓ કરતા બધારે સારું છે. બ્લડ પ્રેશર વધવા પર આનું સેવન કરવું

તરબૂચના બીજ અને ખસખસ :

તરબૂજના બીજને છીણીને તેના બીજની ગિરી અને ખસખસ બંને ને બરાબર માત્રામાં લઈને પીસી લો. રોજ સવાર-સાંજ એક ચમચી ખાલી પેટ પાણીની સાથે લેવું. એક મહિના સુધી આનું સેવન કરવાનું છે. આ હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે ખુબ લાભકારક છે.

અળસી

અળસીમાં અલ્ફા લીનોનેલીક એસિડ ભરપૂર માત્રામાં જોવા મળે છે. આ એક પ્રકારનું ઓમેગા 3 ફેટી એસિડ છે. ઘણી શોધમાં જાણવા મળે છે કે જે લોકોને હાઇપરટેંશનની ફરિયાદ હોય છે, જેને પોતાના આહારમાં અળસીનો ઉપયોગ કરવાનું શરુ કરી દેવાનું છે. આ ઔષધીમાં કોલેસ્ટ્રોલની માત્રામાં ઓછી હોય છે અને આના સેવનથી બ્લડ પ્રેસર ઓછું થઇ જાય છે.

આના સિવાય હાઈ બ્લડ પ્રેશરને ઓછું કરવા માટે તમે પોતાની દિનચર્યામાં એક મોટી ચમચી આંબળાનો રસ અને તેટલું જ મધ મિક્ષ કરીને સવાર-સાંજ લઇ શકો છો.

સાથે જયારે બ્લડ પ્રેશર વધેલું હોય છે ત્યારે આર્ધો ગ્લાસ થોડું ગરમ પાણીમાં કાળા મરી પાઉડર મિક્ષ કરીને ૨-૨ કલાકના ગાળામાં પિતા રહો. આ બ્લડ પ્રેશર સારું કરવાનો શ્રેષ્ઠ ઉપાય છે. આના સિવાય પાંચ તુલસીના પાંદડા અને બે લીમડાના પાંદડા પીસીને ૨૦ ગ્રામ પાણીમાં મિક્ષ કરીને ખાલી પેટ સવારે પીવો. ૧૫ દિવસમાં ફાયદા દેખાવા લાગશે.