ઘરે બનાવો ચાઇનીઝ મંચુરિયન બનાવવાની રીત વિડીયો સાથે ક્લિક કરી ને જાણો

0

આજે ગુજરાતી મસ્તી અને ગુજ્જુ ફેન ક્લબ માં આપણે બનાવીશું વેજીટેરીયન મન્ચૂરિયન. મન્ચૂરિયન ચાઇનીઝની ઘણી બધી રેસિપીમાં ઉપયોગ થાય છે તો આજે અમે તમને ઘરે પરફેકટ મન્ચૂરિયન કેવી રીતે બનાવવા તે જણાવીશું અને ઘરે પણ મન્ચૂરિયન સેમ બહાર હોટલ વગેરે જેવા બની શકે છે.

સૌથી નીચે તમે તે શ્રીજી ફૂડ ના વિડિઓ માં પણ જોઈ શકો છો.

સામગ્રી

2.5 કપ કોબી ક્રશ કરેલ

1.5 કપ ગાજર ક્રશ કરેલ

1 કપ નાના ટુકડા કરેલા સિમલા મરચા

સ્વાદઅનુસાર મીઠું

8 મોટી ચમચી કોર્ન ફ્લોર (મકાઈ નો લોટ)

8 મોટી ચમચી મેદો

2 નાની ચમચી મરી અર્ધકચરા વાટેલા

1 નાની ચમચી આજીનોમોટો (વિકલ્પ છે)

1 નાની ચમચી ચાઈનીઝ મસાલો

1 નાની ચમચી ગરમ મસાલો

2 નાની ચમચી સોયા સોસ

2 નાની ચમચી ગ્રીન ચીલી સોસ

કોથમીર

1 મોટી ચમચી બટર

ગ્રેવી માટેની સામગ્રી

2 નાની ચમચી તેલ

2 નાની ચમચી કોબી

2 નાની ચમચો નાના ટુકડા કરેલા સિમલા મરચા

1 નાની ચમચી વાટેલા લીલા મરચા

ચપટી આજીનોમોટો

ચપટી મીઠું

1 નાની ચમચી ચાઈનીઝ મસાલો

1 નાની ચમચી લાલ મરચાંની ચટણી

1 નાની ચમચી લીલા મરચાંની ચટણી

1 નાની ચમચી સોયા સોસ

2 નાની ચમચી ટોમેટો કેચપ

1 નાની ચમચી કોર્ન ફ્લોર

કોથમીર

રીત

સૌપ્રથમ એક બાઉલ લઇ તેમાં કોબી અને ગાજર મિક્ષ કરી નાખો ત્યારબાદ તેમાં કેપ્સિકમ,સ્વાદઅનુસાર મીઠું, કોર્ન ફ્લોર, મેંદો, મરી, ચાઈનીઝ મસાલો, ગરમ મસાલો, સોયા સોસ, ગ્રીન ચીલી સોસ અને કોથમીર એડ કરી દેવા. ત્યારબાદ તેને સારી રીતે મિક્ષ કરી દેવું. મિક્સ થઇ ગયા બાદ તેમાં કોર્ન ફ્લોર અને મેંદો એડ કરવું તેને ફરી હલાવી દેવું છે. અને તેને 5 સુધી રહેવા દેવાનું જેથી તે સરસ રીતે મિક્ષ થઇ જાય, 5 મિનિટ બાદ તેમાં બટર તેમાં નાખી દો અને તેને સારી રીતે મિક્ષ કરી નાખો.

એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દો જયારે તેલ ગરમ થઇ જાય ત્યારબાદ તેમાં મન્ચૂરિયન ફ્રાઈ કરી લેવું, જો તમે ડાયરેક્ટ ફ્રાઈ કરવું હોય તો કરી શકો અથવા પહેલા પ્લેટમાં મન્ચૂરિયન બનાવી ત્યાર બાદ તેને ફ્રાઈ કરવું. આને મીડીયમ ગેસ ઉપર ફ્રાઈ કરવાના છે, ક્યારેય પણ મન્ચૂરિયનને ધીમા ગેસ ઉપર નહિ ફ્રાઈ કરવાનું કારણકે તેનાથી મન્ચૂરિયનમાં તેલ ઘુસી જશે. જયારે તે લાઈટ ગોલ્ડન થાય ત્યારે તેને નીકાળી લેવાનું છે.

ગ્રેવી બનાવવા માટેની રીત

સૌપ્રથમ એક ફ્રાઈ પેન માં થોડું તેલ ગરમ કરવા મૂકી દેવું, તેમાં ક્રશ કરેલ કોબી, સિમલા મરચા, વાટેલા લીલા મરચા બધાને નાખી તેને મિક્ષ કરી નાખવું અને ગેસ ને ફુલ કરી તેને મિક્ષ કરી નાખવાના છે. તેમાં અજિનોમોટો એડ કરી ફરી મિક્ષ કરી નાખવું. સ્વદાનુસાર મીઠું એડ, ચાઈનીઝ મસાલો, લાલ મરચાંની ચટણી, લીલા મરચાંની ચટણી, સોયા સોસ અને ટોમેટો કેચપ એડ કરી તેને સારી રીતે હલાવી નાખવું.

1 મિનિટ તેને ગરમ થવા દેવું અને તેને હલાવતા રહેવું. કોર્ન ફ્લોર ને એડ કરવાની છે જયારે કોર્ન ફ્લોર ની સળી એડ કરી ત્યારે મિક્ષયર ને હલાવતા રહેવું. કોર્ન ફ્લોર ની વાટીમાં થોડું પાણી નાખી તેને પાછું તેમાં નાખી હલાવી દેવું. તેને એક મિનિટ ફરીથી ચડવા દેવાનું છે. ત્યારબાદ બાદ તેમાં કોથમીર એડ કરી દેવી.

તેમાં જે મન્ચૂરિયન બનાવી ને રાખ્યા છે તેમાં નાખી દેવા, મન્ચૂરિયન નાખ્યા બાદ તેને 2 થી 3 મિનિટ હલાવતા રેહવું અને તેને એક બાઉલમાં નીકળી લો. હવે આપણા વેજીટેરીયન મન્ચૂરિયન તૈયાર છે

વીડિયોમાં શીખવા નીચે જુઓ .

વિડિઓ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here