ઘરે બનાવો Mcdonald’s Style ની એનાથી સારી ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાઈસ

0

આજે ગુજરાતી મસ્તી અને ગુજ્જુ ફેન ક્લબ માં શીખો Mcdonald’s Style માં ફ્રેન્ચ ફ્રાઈસ. ફ્રેન્ચ ફ્રાઈસ નાના બાળકો થી લઈને મોટા વ્યક્તિ ને ઘણી પસંદ છે. તમે Mcdonald’s માં ઘણા પૈસા આપીને ફ્રેન્ચ ફ્રાઈસ ખાતા હસો પણ ત્યાં પૈસા વેડફ્યા વિના ઘરે જ એનાથી સારી ઓછા પૈસા માં ફ્રેન્ચ ફ્રાઈસ બનાવતા શીખવસુ.

સૌથી નીચે વિડિઓ માં પણ જોઈ શકો છો.

સામગ્રી

3 લાંબા બટાકા

2 મોટી ચમચી મકાઈનો લોટ

સ્વાદ અનુસાર મીઠું

રીતે

સૌપ્રથમ બટાકાને છોલી કાઢો. ફ્રેન્ચ ફ્રાઈસ કટરથી તેને કાપી નાખશુ (જો તમારી પાસે ન હોય તો તમે બટાકાને લાંબા કાપી નાખો જેવા ફ્રેન્ચ ફ્રાઈઝ માં આવે તે રીતે) બટાકાને કાપી ને તરત તેને એક બાઉલમાં ઠંડા પાણીમાં મૂકી દો.

એક તપેલીમાં લઇ તેમાં પાણી ગરમ કરી તેમાં બટાકા નાખી દો અને તેને 3 થી 4 મિનિટ ધીમે ગેસે રાખી મૂકવું છે ત્યારબાદ તેને બહાર નીકાળી લઇ તેને ગરણી વડે પાણી કાઢી લો. ત્યારબાદ તેને એક બાઉલ માં લઈ તેના ઉપર ઠંડુ પાણી નાખી દો. તેના પછી બટાકાને નીકળી એક રૂમાલ ઉપર નાખી દો જેનાથી જે પાણી બટાકામાં હોય તે નીકળી જાય, ત્યારબાદ તેને એક પ્લેટમાં લઇ તેની ઉપર મકાઈનો લોટ નાખી દેવો અને તેને બટાકા સાથે મિક્ષ કરી નાખવો.

એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી જ્યારે તેલ ગરમ થઇ જાય ત્યારે તેને 2 થી 3 મિનિટ ફ્રાઈ કરી નાખો. (કારણકે તેને બે વખત ફ્રાઈ કરવાનું છે.) જયારે બધા બટાકા ફ્રાઈ થઇ ગયા બાદ જે બધા કરતા પહેલા જે ફ્રાઈ કરેલા બટાકાને ફરી એક વાર ફ્રાઈ કરવાના છે જ્યાં સુધી તે ક્રિસ્પી અથવા ગોલ્ડન બ્રાઉન કલર ના નહિ થઇ જાય ત્યાં સુધી તેને ફ્રાઈ કરી નાખવું અને ફ્રાઈ કાર્ય બાદ તેને એક પ્લેટમાં લઇ લેવા. જયારે તે ગરમ હોય ત્યારે તેની ઉપર થોડુંક સ્વાદ અનુસાર મીઠું અને કાળા મરી નું પાઉડર નાખી શકો છો, તમે તમારા મુજબ ફ્રાઈ થયા બાદ તેના ઉપર કોઈ પણ મસાલો નાખી શકો છો. ત્યાર બાદ હલાવી દેવાના છે. હવે તમારી ફ્રેન્ચ ફ્રાઈસ બનીને તૈયાર છે.

વીડિયોમાં શીખવા નીચે જુઓ .

જુઓ વિડિઓ :

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here