સાઉથ ની ખુબ જ પ્રખ્યાત હેલ્ધી ને ખુબ સ્વાદિષ્ટ આઈટમ ઘરે બનાવો મેંદુ વડા આવી રીતે

0

સામગ્રીઓ

એક વાટકી અડદની દાળ

બે વાટકો પાણી

મીઠું સ્વાદ અનુસાર

તળવા માટે તેલ

રીત

સૌપ્રથમ તપેલીમાં એક વાટકો અડદની દાળ નાખી દો અને તેમાં બે વાટકી પાણી નાખી દો. પલાળેલી અડદની દાળને 6-8 કલાક ઢાંકીને રાખો. 6-8 કલાક પછી પલાળેલી અડદની દાળને મિક્સર માં પીસો. ગાઢું બને ત્યાં સુધી મિક્સરમાં પીસો. પીસેલી અડદની દાળને એક તપેલા માં કાઢો, પીસેલી અડદની દાળને 3-5 કલાક ઢાંકીને રાખો. 3-5 કલાક પછી મિશ્રણ માં આથો આવી જશે, ત્યારબાદ તેમાં મીઠું નાખી દેવું. બધી સામગ્રીને સારી રીતે મિક્ષ કરી નાખો.

એક કડાઈમાં તેલ ગરમ કરો. ભીની હથેળી વડે ચપટા ગોળા બનાવો, અગુંઠા વડે ગોળાને આકાર આપો, ગેસને મીડીયમ પર તેને ગોલ્ડન બ્રોઉન કલર આવે ત્યાં સુધી તળો. ગરમ મેંદુ વડાને ચટણી કે ઈડલી નો સંભાર બનાવતા હોય એ દાળ સાથે સર્વ કરો ખુબ જ સારા લાગશે

વિડીયો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here