ક્લિક કરી ને જાણો ગુજરાતીઓ ની સૌથી વધુ પ્રિય ડીશ નાયલોન ખમણ ઘરે બનાવવાની રીત

0

આજે બનાવીશું ગુજરાતીઓનું પ્રસિદ્ધ ફરસાણ નાયલોન ખમણ. આ ખમણ એકદમ સોફ્ટ હોય છે એટલે એને નાયલોન ખમણ કહેવાય છે અને એને ઘરે બનાવવું ખુબજ સરળ છે. તમે આને બનાવવા થોડી વસ્તુ ની ધ્યાન રાખશો તો તમારા નાઈલોન ખમણ સેમ માર્કેટ જેવા બનશે.

સૌથી નીચે વિડિઓ માં પણ જોઈ શકો છો.

સામગ્રી :

2 કપ બેસન

300 ml પાણી

1 નાની ચમચી મીઠું

1 નાની ચમચી ખાવાનો સોડા

1 નાની ચમચી લીંબુના ફૂલ

વઘાર માટેની સામગ્રી

100 થી 150 ml પાણી

મીઠું સ્વાદ અનુસાર

5 માટી ચમચી સાકર

0.5 મોટી ચમચી રાઈ

1/4 નાની ચમચી જીરું

કોથમીર

2 થી 3 કાપેલા મરચા

8-10 મીઠો લીમડો

3 મોટી ચમચી તેલ

રીત

સૌથી પહેલા મૂળ ને ગ્રીસ કરી તેને ગરમ કરવા મૂકી દેવાનું છે, બેસનને ચાળી નાખો અને તેને એક કપમાં ભરી દેવું (માર્કેટમાં મળતા મેઝરિંગ કપ અને સ્પૂન જરૂરી છે). જયારે તમે બેસનનો લોટ કપમાં નાખો છો તો તેને દબાવીને નાખવો નહિ તેને ભરીને તેને લેવલ કરવા ચમચી કે હાથ દ્વારા કપ ની ઉપરના લોટ ને નીકળીને તેનું બરોબર લેવલ કરી એક તપેલી માં નાખી દો તેજ રીતે બે કપ લોટ તેમાં નાખી દો. તેજ પ્રમાણે લીંબુના ફૂલ અને મીઠું હાથથી લેવલ કરીને એક નાની ચમચી તેમાં નાખી દેવા.

ખમણ ની ખીરું બનાવવા માટે બને તો મોટું વાસણ લેવું જેથી સોડા સારી રીતે મિક્ષ કરતા ફાવે કારણ કે સોડા એડ કર્યા પછી તે ડબલ થઇ જાય છે

તેમાં થોડું થોડું પાણી નાખી તેનું ખીરું બનાવી લેવું, પાણી થોડું થોડું એડ કરવાથી ખીરું એકદમ સ્મૂથ બને. અને તેને સારી રીતે હલાવતા રહેવું જેથી લીંબુના ફૂલ સારી રીતે ઓગણી જાય. લીંબુના ફૂલ પુરા ઓગણી જાય ત્યાં સુધી મિક્ષ કરતા રહેવાનું છે. ત્યારબાદ તેમાં ખાવાના સોડા એડ કરવાનો સોદાને પણ એવી જ રીતે લેવલ કરી 1 નાની ચમચી તેમાં એડ કરી નાખવી. ધ્યાન રાખવું કે સોડા હમેશા ફ્રેશ જ ઉપયોગ કરવો.

સોડા નાખ્યા બાદ ખીરાને એકજ સાઈડ હલાવવી અને આ પ્રોસેસ બને તેટલી ઝડપથી કરવી જયારે સોડા બરોબર એડ થઇ જાય ત્યારબાદ જે મૂળ ગરમ કરવા મુકેલ છે તેમાં ખીરું એડ કરી દેવાનું છે.

ખીરું નાખ્યા બાદ તેના ઉપર કંઈક ઢાંકીને તેને ફૂલ ગેસ ઉપર 20 મિનિટ સ્ટીમ કરી લેવું. 20 મિનિટ બાદ હવે આપણા ખમણ તૈયાર છે હવે આપણે ગેસ ફૂલ રાખીને આ ઢાંકણું ખોલી લેવું, જો તમે ગેસ ને ધીમે રાખીને ઢાંકણું ખોલો છો તો અંદર ની વરાળ નું પાણી ખમણ ઉપર પડશે એટલે ગેસ ફૂલ રાખી ને તેને ખોલવું. હવે ખમણ તૈયાર છે એટલે ગેસને બંધ કરી તેને બહાર નીકળી લેશું. ત્યાર બાદ ખમણ ને ચોરસ કટ કરી નાખવવાના છે. હવે તેનો વઘાર તૈયાર કરીશુ.

વઘાર તૈયાર કરવાની રીત

સૌપ્રથમ એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દેવું, તેલ ગરમ થાય ત્યારે ગેસને ધીમે કરી તેમાં રાઈ એડ કરવું, રાઈ થઇ જાય ત્યારે તેમાં જીરું, કાપેલા મરચા નાખી દેવાનું ત્યાર બાદ બધાને હલાવી દેવું અને જયારે મરચા બરોબર તળાઈ જાય ત્યારબાદ તેમાં લીમડો નાખી દઈશું. લીમડો નાખ્યા બાદ થોડું હલાવી જે પાણી છે તેને એડ કરી નાખશું. અને ગેસને ફૂલ કરી નાખવો. હવે એમાં સાકર એડ કરી નાખવી, હવે જે પાણી એડ કર્યું છે તેના ભાગ નું મીઠું એડ કરીશું, સાકર ઓગળી જાય ત્યાર બાદ તેને બે મિનિટ સુધી તેને ફૂલ ગેસ ફૂલ કરી ઉકાળી લેવું.

ત્યાર બાદ આ વઘારનો કલર બદલાઈ જશે ત્યારબાદ ગેસને બંધ કરીને જે કાપેલા ખમણ છે તેની ઉપર એડ કરી દઈશું. એની ઉપર થોડી સમારેલી કોથમીર એડ કરશું. 5 મિનિટ રહેવા દઈને તેને ઉપયોગ માં લેશુ. હવે આપણા ખબય તૈયાર છે. આ ખમણ ચણાના લોટની ચટણી સાથે પણ ખાવામાં આવે છે. જેને કળી પણ કહેવાય છે. તમે આને બનાવવામાં જે પ્રકિયા બતાવવામાં આવે છે તે રીતે કરશો તો તમારા ખમણ માર્કેટ જેવા બનશે. આને બનાવવા હમેશા બેસનનો ઉપયોગ કરવો અને એના વઘાર પ્રોપર ધ્યાન રાખશો તો તમારા ખમણ માર્કેટ જેવા બનશે.

વીડિયોમાં શીખવા નીચે જુઓ .

જુઓ વિડિઓ :

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here