બહાર કરતા સારું અને એકદમ ટેસ્ટી સરસ સોફ્ટ પનીર બનાવવાની રીત જાણવા જોવા ક્લિક કરો

0

આજે આપણે બનાવીશું હોમ મેડ પનીર. પનીરને ઘરે બનાવવું ખુબજ સરળ છે. પનીરને બનાવવા જે નાની વસ્તુઓનો ધ્યાન રાખો તો બહાર કરતા એકદમ ટેસ્ટી અને સોફ્ટ પનીર ઘરે બને છે. જો પનીર સારું બનેલ હોય તો એમાંથી તમે કોઈ પણ રેસિપી બનાવો અને એનું રિજલ્ટ ખુબજ સરસ મળે છે. જે જૈન અને સ્વામિનારાયણ છે કે જે બહારના કોઈ પણ વસ્તુનો ઉપયોગ નથી કરતા એ લોકો માટે આ રેસિપી ખુબ મદદરૂપ છે પણ બંગાળી મીઠાઈ બનાવવા માટે તો ફરજીયાત ઘરનું પનીરનો ઉપયોગ કરવો પડે છે. તો ચાલો ઘરે એકદમ સોફ્ટ પનીર કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ.

સામગ્રી

1 લિટર ફૂલ ફેટ દૂધ (તેને ગાળી લેવાનું)

2 મોટી ચમચી લીંબુનો રસ

રીત

સૌ પ્રથમ એક સ્ટીલના મોટા વાસણમાં થોડું પાણી એડ કરી દેવું, પાણી એડ કરવાની દૂધ નીચે ચોંટશે નહિ. તેમાં દૂધ એડ કરી નાખો અને તેને ગરમ કરવા મૂકી દો. જયારે દૂધમાં ઉભરો આવી જાય ત્યારે ગેસ ને ધીમો કરી તેને એક વાર હલાવી દેવાનું, જ્યાં સુધી ઉભરો બેસી જાય ત્યાં સુધી તેને હલાવતા રહેવાનું છે. ઉભરો બેસી ગયા બાદ તેમાં લીંબુનો રસ તેમાં એડ કરી નાખવાનો, અને ગેસને ધીમે જ રાખવાનું છે. તેને 20 સેકેંડ તેને રહેવા દેવાનું છે. 20 સેકન્ડ બાદ તેને એકદમ ધીરે ધીરે તેને હલાવવાનું છે. (આપણે ખટાશ નાખી એવું તરતજ દૂધ ન ફાટી જાય એટલે બીજી કોઈ ખટાશ ઉમેરવા ની ઉતાવળ ન કરવી નહિ તો પનીર સારું બને) 1 મિનિટ બાદ દૂધમાંથી પાણી છૂટું પાડવા લાગશે, પનીર અને પાણી છુટું પડે ત્યારે ગેસ ચાલુ નહિ રાખવાનો, હવે તેને એક સ્ટેનરમાં લઇ લેવું.

નીચે એક વાસણ મૂકી સ્ટેનર ઉપર કોટનનું કપડું પાથરવું અને તેમાં પાણી અને પનીરનું મિક્ષયર છે તેમાં નાખી દેવું, ત્યારબાદ નીચે નું વાસણ નીકળીને બીજું વાસણ તેની નીચે લઇ લો અને જે પનીર છે તેને ઠંડા પાણીથી ચમચા વડે ધોઈ નાખશુ જેથી લીંબુની ખટાશ પણ જતી રહે અને પનીર રૂમ ટેમ્પરેચર પર આવી જાય, હવે કપડું ભેગું કરી લો. અને તેને ધીરે ધીરે દબાવીને જેટલું પાણી નીકડે તેટલું નીકળી લેવાનું, હાથથી પણ થોડું દબાવીને જેટલું પાણી નીકળે તેટલું પાણી નીકળી લેવાનું છે.

હવે તેને સ્ટેનરમાં થોડું કપડાંની સાથે દબાવી લો અને તેને આકાર આપી દો. જેથી તેને ઠંડુ થઇ ને પ્રોપર આકર માં આવી જાય, એની ઉપર સ્ટીલની ડીસ મૂકી દેવી, આની ઉપર થોડું વજન મુકવાનું છે જેથી જે થોડું ગણું પાણી વધેલું છે તે નીચે નીકળી જશે. આને એક કલાક રહેવા દેવાનું છે. એક કલાક બાદ પનીર ને ચેક કરી લેવાનું છે, પનીર તૈયાર છે અને તેને એક પ્લેટમાં લઇ લેવું અને આપણું એકદમ નરમ પનીર તૈયાર થઇ ગયું છે. તેને કાપીને તમે કોઈપણ રેસિપીમાં ઉપયોગમાં લઇ શકો છો અને ઘરનું બનાવેલું પનીર એકદમ ફ્રેશ હોય છે અને તે ટેસ્ટમાં પણ ખુબજ સરસ લાગે છે. આ પનીરને ફ્રિજરમાં 10 થી 12 દિવસ સુધી ઉપયોગ માં લઇ શકીયે છીએ.

નોંધ : જે પનીરનું પાણી નીકળ્યું છે તેને લોટ બાંધવામાં, કોઈ શાકભાજી ની ગ્રેવી બનાવવા,સૂપ બનાવવામાં બધામાં ઉપયોગ કરી શકીયે છીએ આ પાણીને 2 થી 3 દિવસ ફ્રિજમાં સ્ટોર કરી શકો છો.

પનીરના પાણી વિષે વધુ જાણવા ક્લિક કરો >>> જો તમે દૂધ ના ફાટેલા પાણી ને ફેંકી દેતા હો તો આ વાંચ્યા પછી તમે ક્યારેય નહી ફેકો ફાટેલા દુધના પાણીને

વીડિઓ :

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here