ગુંદર જેટલો ખાયો તેટલો સારો મોટી ઉંમરે થતા સાંધાના, કમર ના દુખાવા થશે દૂર ખાયો તવા ગુંદરપાક

0

આજે આપણે બનાવીશું શિયાળા માટે એક બીજી રેસિપી, આજે અમે તમને તવા ગુંદરપાક બનાવતા શીખડવાના છીએ. જે ટેસ્ટમાં ખુબ જ સરસ લાગતો હોય છે. અને એને બનાવવો પણ ખુબ જ સરળ છે. તો ચાલો એને કેવી રીતે બનાવવો તે જોઈ લઈએ.

સામગ્રી

100 ગ્રામ બાવળનો ગુંદર

50 ગ્રામ છીણેલું કોપરું

75 ગ્રામ કાજુ, બદામ અને પિસ્તા ની સ્લાઈસ કરેલ

75 ગ્રામ કાજુ બદામ અને અખરોડ ના નાના ટુકડા

600 ml ફૂલ ફેટ દૂધ

110 ગ્રામ સાકરનો પાઉડર

1 મોટી ચમચી સફેદ મૂસળી નો પાઉડર

1 મોટી ચમચી ખસખસ

2 મોટી ચમચી ગંઠોડા પાઉડર

3 મોટી ચમચી સુંઠ પાઉડર

1 મોટી ચમચી મગજતરીના બીજ

1 મોટી ચમચી ઈલાયચી અને જાયફળનો પાઉડર

3 મોટી ચમચી ઘરનું ચોખ્ખું ઘી

રીત

સૌપ્રથમ જો ગુંદરના મોટા ટુકડા હોય તો તેને ખલણીમાં વાટી લેવું, જેથી આપણે ફ્રાઈ કરીયે ત્યારે તે જલ્દી થી ફ્રાઈ થઇ જાય. જો મોટા ટુકડા હોય તો તેને ફ્રાઈ થતા વધારે સમય લાગે છે અને સરખો ફ્રાય પણ નથી થતો. કાજુ, બદામ, અખરોટ અને પિસ્તા ગ્રાઈન્ડ કરવાનું છે, મીક્ષરના નાના જારમાં તેને ગ્રાઈન્ડ કરવાનું છે. એને થોડું ક્રશ કરવાનું છે તેને ફાઈન પેસ્ટ જેવું ના બનવું જોઈએ.

હવે એક નોન સ્ટિક અથવા જાડા તળિયા વાળી કઢાઈને ગરમ કરવા મૂકી દો. એમાં થોડું ઘી એડ કરી દેઈશું. ઘી સરસ ગરમ થાય એટલે ગેસને ધીમે કરી દેવાનો છે. ઘી સરસ ગરમ થાય ત્યારે એમાં ગુંદર ફટાઇ કરવાનું છે. 2 થી 3 ચમચી જેવો ગુંદર એડ કરવાનો એક સાથે બધો ગુંદર એડ નથી કરી દેવાનો, કેમ કે એ તળાશે એટલે તે એક દમ ફૂલી જશે. અને ઘી ને પણ ઓછો લેવાનો છે. એડ કર્યા બાદ એને હલાવતા જવો. જેમ જેમ એ ફ્રાઈ થતો જેસે તેમ તે ફૂલતો જશે. તે બધી સાઇડથી સરસ તળાઈ જવા જોઈએ. તળાશે એટલે લાઈટ ગોલ્ડન બ્રાઉન કલરનો થઇ જશે.તે પ્રમાણે બધા ગુંદર ને ફ્રાય કરી લેવાનું છે.

ત્યારબાદ તેજ કઢીમાં દૂધ એડ કરી દેવાનું છે. દૂધને પહેલા ગાળી લેવાનો છે. જે ગુંદર ફ્રાઈ કર્યા પછી તે એક દમ નરમ થઇ જાય છે. અને તે ગુંદર નો ભૂકો કરી લેવાનો છે. અને દૂધને મીડીયમ ગેસ ઉપર ગરમ કરવા મૂકી દેવાનું છે. અને તેને હલાવતા રહેવાનું છે. દૂધ ગરમ થાય ત્યાં સુધી ગુંદરનો ચૂરો બનાવી લેવાનો છે. જયારે ગુંદર નો ભુક્કો તૈયાર થઇ જાય ત્યારે એમાં એડ કરી નાખવાનો છે.

એને મીડીયમ ગેસ ઉપર ઉકાળવા દેવાનું છે. તેને હલાવતા રહેવાનું છે, 7 થી 8 મિનિટ બાદ દૂધ ફાટી ગયું હશે. હવે એને ઉકળવા દઈએ. દર ત્રણ ચાર મિનિટમાં તેને હલાવતા રહેવાનું છે જેથી તે નીચે ચીપકે પણ નહિ. અને તેનું ટેક્ષયર પણ ખુબજ સરસ મળે છે. કિનારેથી પણ એને મિક્ષ કરતા રહેવાનું, 15 થી 20 મિનિટ બાદ તેની થીક્નેસ આવશે. એક વાર જે કિનારીમાં જામે દૂધને ઉખાડી લો.

જે સાકર પાઉડર છે તેમાં 3 થી 4 ચમચી અત્યારે એને એડ કરી દો અને તેને હલાવતા રહેવાનું છે. બધી સાકાર એકસાથે એડ નથી કરવાની, નહિ તો એનું પાણી થઇ જશે આનાથી જે માવાનો જેમ ટેક્ષયર જોઈ છે તે ન મળે એટલે 2 થી 3 ચમચી સાકર એડ કરવની છે. એને ત્રણ ભાગમાં એડ કરશુ જયારે એક ભાગની ઓગાળી જાય ત્યારે બીજા ભાગને એડ કરીશું. અને તેને હલાવી દેશું, ગેસને મીડીયમ રાખી મુકવાનો છે. છેલ્લા ભાગની સાકર છે તેને એડ કરી દેવાની છે. અત્યારે અમે 110 ગ્રામ સાકર લીધી છે તમે તમારા ઘરના ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી કરી શકો છો.

સાકર ઓગળે ત્યારબાદ સૌથી પહેલા છીણેલું કોપરું એડ કરવાનું, કોપરાને સરસ રીતે મિક્ષ કરી લો. કોપરું જો તમારે વધારે ભાવતું હોય તો તમે વધારે પણ એડ કરી શકો છો. અને તેને હલાવી નાખો. ત્યાર બાદ કાજુ બદામ અને અખરોટ ના નાના ટુકડા, કાજુ, બદામ અને પિસ્તા ને ગ્રાઈન્ડ, મગજતરીના બીજ અને ખસખસ એડ કરી દેવું અને આ બધાને સારી રીતે મિક્ષ કરી લેવાનું છે. જેમ જેમ આપણે વસ્તુ એડ કરતા જઈશું તેમ તેમ તે ઠીક થતું જશે, અને તેને સતત હલાવતા રહેવાનું છે. પછી એ ઠીક થવા લાગશે એટલે એમથી થોડા છાંટા ઉડે એવું તમને લાગશે એટલે તમને લાગશે એ પ્રમાણે તમે ગેસને ફ્લેમ એકજેસ કરી શકો છો. ઠીક થાય એ સમયે તેને સતત હલાવતા રહેવાનું છે.

હવે ગેસ ને ધીમે કરીને એમાં સુંઠ પાઉડર, ગંઠોડા પાઉડર, સફેદ મુસલીનો પાઉડર અને ઈલાયચી-જાયફળ નું પાઉડર એડ કરી લેવાનો છે. અને આ બધાને ગેસ ધીમે રાખીનેજ આને મિક્ષ કરવાનું છે. તમે જેવું આ બધુ નાખીને મિક્ષ કરશો તો આનું કલર બદલી જશે. અને એને સતત હલાવતા રહેવાનું છે. આને એકદમ થિંક થાય ત્યાં સુધી એને હલાવવાનું છે. જયારે લચકા પડતું ટેક્ષયર આવે ત્યારે ગેસને બંધ કરી દેવાનું કેમ કે આ ઠરશે એટલે વધારે ઠીક થશે. પણ ગેસ બંધ કર્યા પછી પણ એને સતત 5 મિનિટ સુધી તેને હલાવતા રહેવાનું છે. કેમ કે આ ગરમ હોય તો હજુ આમાંથી સ્ટીમ(વરાળ) નીકળતી હોય એટલે એ સ્ટીમનું પાણી ના બનવું જોઈએ. એટલે તેને સતત 5 મિનિટ હલાવવાનું અને પછી તેને ઠંડુ થવા દેવાનું છે. ઠંડુ થયા પછી તે સારી રીતે ઠીક થઇ ગયેલું હોય છે. હવે એને એક બાઉલમાં કે પ્લેટમાં લઈ લેવાનું છે.

તમે ત્યારે જોઈ શકો છો કે તેની અંદર સરસ દાણા જેવું ટેક્ષયર આવી ગયું હશે. હવે તેના ઉપર ગાર્નીસિંગ કરવાની છે, સમારેલું બદામ, પિસ્તા એડ કરીશું અને તમે ચાહોતો તેને એની સાથે અખરોટ પણ સાથે એડ કરી શકો છો, તો હવે આપણો તવા ગુંદર પાક સર્વિંગ માટે તૈયાર છે. જો તમારે એને સ્ટોર કરવાનો હોય તો તમે તવીમાં ઠંડુ થવા દેવાનું પછી ડબ્બામાં ભરીને તમે એને બહાર 4 થી 5 દિવસ સુધી અને જો ફ્રિજમાં 10 થી 15 દિવસ સુધી સ્ટોર કરી શકો છો

વીડિઓ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here