વાટીદાળના ખમણ ધરે બનાવવાની રીત. સુરતી ખમણ ખાઓ હોંશે હોંશે. બનવાની રેસીપી માટે ક્લિક કરો.

0

વાટીદાળના ખમણ ઘરે બનાવવાની રીત

આજે આપણે બનાવીશું સુરતી ખમણ, આ રેસિપીમાં કઈ કઈ વસ્તુની જરૂર પડશે તે, આપણે સૌથી પહેલા એક કપ ચણાની દાળ લીધી છે અને પા કપ ચોખા લીધા છે, તો સૌથી પહેલા આ બન્ને વસ્તુ મિક્ષ કરીને પાણીથી બે થી ત્રણ વખત ધોઈને રાખવાના છે, ચોખા ઉપયોગમાં લેવાથી ખમણ એકદમ સોફ્ટ બને છે. હવે તેમાં બે કપમાં પાણી નાખી દઈએ, સામાન્ય પાણી જ ઉપયોગમાં લઈશું છે.

અહિયાં, હવે તેને ઢાંકીને ત્રણથી ચાર કલાક માટે આપણે રહેવા દઈશું, અને ત્રણ કલાક પછી આપણી દાળ બરોબર પલળી ગઈ છે તેને આ દાળના દાણાને તોડીને ચેક કરશો તો ખબર પડશે કે દાળ બરોબર પલળી ગઈ છે, હવે પાણી કાઢી લેવાનું છે, હવે તેની સાથે ક્રશ કરવા માટે આપણે જોઇશે ત્રણથી ચાર લીલા મરચા, અડધી ચમચી હળદર, થોડા અડધી ચમચી લીંબુના ફૂલ અને લીંબુ ન લઇ શકાય છે.

હવે તેને ક્રશ કરવા માટે મીડીયમ સાઈઝનું ઝાર લઇ લઈશું, તેમાં સૌથી નીચે લીલા મરચા નાખી દેવાના છે, જે આપણે દાળનું પાણી કાઢીને રાખી છે. તે અડધી દાળ અત્યારે આમાં ઉમેરી દઈએ, હવે જે લીંબુના ફૂલ લીધા છે તેમાંથી અડધા લીંબુના ફૂલ તેમાં ઉમેરી દઈશું, હળદર બધી આમાં જ ઉમેરી દઈએ, તેને પહેલા પાણી વગર જ ક્રશ કરવાનું છે, ક્રશ થાય એટલે ફરી વખત મિક્સ કરી લો, ફરીથી પાણી વગર જ ક્રશ કરો.

હવે તેની આવી રીતે સોજી જેવું સ્ટ્રેકચર આવે એટલે તેમાં એકથી બે ચમચી જેટલું પાણી નાખવાનું, અને ફરીથી તેને ગ્રાઈન્ડ કરી લેવાનું, હવે આ ગ્રાઈન્ડ થઇ ગયું છે. હવે તેને હું સ્ટીલના વાસણમાં કાઢી લઉં છું, આ તૈયાર છે હવે બાકીની દાળ અને લીંબુના ફૂલ મિક્સ કરીને આપણે ગ્રાઈન્ડ કરી લઈશું, નીચે લીંબુના ફૂલ અને પછી દાળ ઉમેરી લઈશું, અને જે પહેલી દાળ ક્રશ કરી તે રીતે પહેલા પાણી વગર, અને સોજી જેવું બને એટલે તેમાં થોડું પાણી ઉમેરીને તેને ગ્રાઈન્ડ કરી લેવાનું છે.

હવે આ ગ્રાઈન્ડ કરેલું તૈયાર છે. તેમાં એક ધ્યાન રાખવું કે તેમાં ચોખાનો દાણો કે દાળ ન રહી જાય તે જોવું, આને પહેલા વાળા મિશ્રણમાં ઉમેરી લેવાનું છે, મિક્સરમાં પાણી નાખીને ચોટેલું નથી લેવાનું, હાથથી જેટલું આવે એટલું લઇ લેવાનું છે. અને ઉપરથી પાણી નથી ઉમેરવાનું, હવે આ બન્ને વારા ફરતી મિક્સ કરેલી દાળને સારી રીતે મિક્ષ કરી લેવાની છે, જોઈ શકાય છે આ ખીરું આટલું થીક છે, આવું થીક જ રાખવાનું છે.

હવે તેના કોઈ ગરમ જગ્યાએ મુકીશું, તેની ઉપર કોઈ વજન મુકીશું તો જલ્દી તૈયાર થઇ જશે, તેને પાંચ કલાક માટે રહેવા દઈએ, પાંચ કલાક પછી આપણું ખીરું તૈયાર છે, આ ઈડલી ઢોંસા જેવું ખીરું ન હોવું જોઈએ તેને અડો તો થોડું હળવું જેવું લાગે, આ તૈયાર છે, હવે આ ખીરામાં મીઠું ઉમેરી લઈએ, હવે ઢોકળીયામાં પાણી ઉકળે એટલે આ ખીરામાં સોડા ઉમેરી લઈએ.

કોઈપણ ખીરું હોય તેને એક જ તરફ હલાવવું, સોડા ઉમેર્યા પછી ખીરું થોડું પાતળું કરવાની જરૂર લાગે તો જ પાણી ઉમેરવું અત્યારે આ ખીરું બરોબર છે એટલે આપણે પાણી નથી ઉમેરતા, જો તમારું ખીરું થોડું જાડું હોય તો જ પાણી ઉમેરજો, આવા પ્રકારનું ખીરું આપણે સુરતી ખમણ માટે જોઈએ, સોડા સારી રીતે મિક્ષ થઇ જવા જોઈએ, હવે તેને તૈયાર કરેલા તાસમાં નાખી લઈશું, હવે તેને હલાવીને થોડું સરખું કરી લો, ત્યાર પછી તેનું ઉપરનું લેવલ ચમચીથી પણ સરખું કરી શકીએ.

હવે તેને સ્ટીમરમાં સ્ટીમ થવા માટે મૂકી દઈશું, ગેસ ઓછો રાખીને તેને તેની અંદર મૂકી દઈશું હવે ગેસ વધારીને તેને ૧૫ મિનીટ માટે થવા દેવાના છે, ૧૫ મિનીટ થઇ ગઈ છે તો આને ચેક કરી લઈએ, આવી રીતે ચપ્પુ નાખીને ચેક કરવાનું છે, જો ચપ્પુ ઉપર થોડો લોટ ચોટેલો આવે તો બેથી ત્રણ મિનીટ તેને રહેવા દેવું, હવે ગેસ બંધ કરીને થોડું ઠંડુ થવા દેવાનું, આ થોડું ઠંડુ થાય એટલે તેની કિનારીએથી તેને અલગ કરી દેવાનું છે.

કિનારીએથી અલગ થાય એટલે એક થાળી કે પ્લેટ લઇ લેવાની છે, અને તેમાં કાઢી લેવાનું છે, પાછળની સાઈડ ચેક કરી લો, આ અત્યારે થોડું ગરમ છે તેને ઠંડુ થવા દઈશું, ફરી વખત ચેક કરી લઈએ, આ બરોબર ઠંડુ થાય પછી તેના પીસ કરવાના છે, જો ગરમ હોય અને તેના પીસ કરીએ તો, તેનો ભૂકો જલ્દી થઇ જાય છે, તો આ ઠંડુ થાય એટલે તેના ટુકડા કરી લેવા.

હવે આ ઠંડુ થઇ ગયું છે અને તેના ટુકડા કરી લીધા છે, હવે તેનો વઘાર કરવા માટે આપણે જોઇશે લીમડો, કોથમીર, લાંબા કાપેલા લીલા મરચા, રાઈ, રાઈ જે નાની સાઈઝની આવે છે તે જ ખમણમાં ઉપયોગમાં લેવાની છે. જીરું, તલ, હળદર, અને તેનો વઘાર કરવા માટે તેલ, સૌથી પહેલા તેનો વઘાર કરવા માટે તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે, તેલ ગરમ થઇ એટલે ગેસ ધીમો કરીને તેમાં રાઈ નાખવી રાય થઇ જાય એટલે તેમાં જીરું નાખવાનું છે, હવે જે મરચા સમારીને રાખ્યા છે તે તેમાં નાખવાના છે.

મરચા તળાઈ જાય એટલે તેમાં લીમડો અને તલ ઉમેરીશું, આને એક વખત મિક્ષ કરી લઈએ, મિક્સ થઇ જાય એટલે તેમાં હળદર નાખવાની છે, હળદર આવી રીતે ઉમેરવાથી ખમણનો કલર એકદમ પીળો કલર થઇ જાય છે, હળદર મિક્સ થઇ જાય એટલે ખમણ ઉમરી દેવાના છે, તેને મિક્સ કરી લો. મિક્સ થઇ જાય એટલે તેની ઉપર થોડી સમારેલી કોથમીર ઉમેરીશું, અને તેને મિક્ષ કરી લઈશું, હવે ગેસ બંધ કરીને તેને એક પ્લેટમાં કાઢી લઈશું, હવે આપણા સુરતી ખમણ સર્વ માટે તૈયાર છે. આ ખમણ હંમેશા ચટણી સાથે એટલે જેને કઢી કહે છે તેની સાથે સવ કરવા.