પતિ પત્નીના આ મજેદાર જોક્સ વાંચીને તમે હસી હસીને લોટ પોટ થઇ જશો, ક્લિક કરી વાંચો.

0

જોક્સ : 1

પત્ની : અરે સાંભળો છો, નસીબદારને ઈંગ્લીશમાં શું કહેવાય?

પતિ : અનમેરીડ.

દે ચમચી, દે વેલણ દે ફૂંકણી.

જોક્સ : 2

પ્રેમ લગ્ન : રાતના સમયે.

પતિ : પાણી પિવરાવો.

પત્ની પાણી લેવા ગઈ ત્યાં સુધીમાં પતિ સુઈ ગયો.

પત્ની આખી રાત પાણીનો ગ્લાસ પકડીને ઉભી રહી,

સવારે પતિની આંખ ખુલી તો જોઇને ઘણો ખુશ થયો,

અને કહ્યું માંગ શું માંગે છે?

પત્ની : છૂટાછેડા આપી દે નાલાયક.

જોક્સ : 3

એક મહિલાનો પતિ મરી ગયો,

તે ખુબ જોર જોરથી રડી રહી હતી.

પોલીસ આવી અને પૂછ્યું : આ બધું કેવી રીતે થયું?

મહિલા બોલી : ખબર નહિ કેવી રીતે બની ગયું?

પોલીસ : તેણે છેલ્લી વખત કાંઈ કહ્યું હતું?

મહિલા : હા, બોલી રહ્યો હતો કે મારું ગળું છોડી દે ડાકણ.

જોક્સ : 4

પત્ની : જાનુ આજે રાત્રે તારી ગર્લફ્રેન્ડ ઘરમાં રહેવા આવી રહી છે,

એટલા માટે મેં ફ્રીજમાં બિયર અને ફ્રુટ સલાડ બનાવીને મૂકી દીધું છે.

રૂમ ફ્રેશનર સાઈડ ટેબલ ઉપર છે. નાવાના સાબુ પરફ્યુમ બાથરૂમમા જ મુક્યા છે.

હું બાળકો સાથે મારી મમ્મીના ઘરે જઈ રહી છું. કાલે સાંજ સુધીમાં આવી જઈશ.

અને તારા કાર્યક્રમમાં કોઈ ફેરફાર થાય તો મને જણાવી દે જે હું ત્યાં રોકાઈ જઈશ.

અત્યારે તમે ઉપર જે બધું વાચ્યું તેને કહે છે, મુંગેરી લાલકા હસીન સપના.

જોક્સ : 5

પપ્પુની પત્ની હોસ્પિટલમાં દાખલ થઇ હતી.

ડોક્ટર : આઈએમ સોરી તમારી પત્ની વધુમાં વધુ બે દિવસની મહેમાન છે,

પપ્પુ : તેમાં સોરીની શું વાત છે ડોક્ટર સાહેબ

પસાર થઇ જશે આ બે દિવસ પણ જેમ તેમ કરીને

જોક્સ : 6

પત્ની (શાકમાર્કેટમાં પતિને): સાંભળો છો… ૨ કિલો વટાણા લઉં?

પતિ : હા, લઈ લે. એમાં મને શું પૂછે છે.

પત્ની : પૂછવું તો પડે ને. છોલવાના તમારે જ છે.

જોક્સ : 7

પત્ની પિયરથી પાછી આવી ત્યારે પતિ દરવાજો ખોલતાંની સાથે જ જોર જોરથી હસવા લાગ્યો.

પત્ની : આવું કેમ હસી રહ્યા છો?

પતિ : ગુરુજીએ કહ્યું હતું કે જયારે પણ મુસીબત સામે આવે તેનો સામનો હસીને કરવાનો છે.

જોક્સ : 8

રાજુએ જમતી વખતે પોતાની પત્નીને પૂછ્યું, આ જે શાક તું એ બનાવ્યુ છે આનું નામ શું છે?

પત્ની : કેમ તમને ભાવ્યું?

રાજુ : મારે પણ ઉપર જઈને યમરાજને જવાબ આપવો પડશે જયારે તે પૂછશે કે, શું ખાઈને માર્યો હતો?

જોક્સ : 9

પતિ : મેચ વાળી ચેનલ લગાવ.

પત્ની : નહિ લગાવું.

પતિ : તો હું જોઈ લઈશ.

પત્ની : શું જોઈ લઈશ?

પતિ : આ ચેનલ જે તું જોઈ રહી છે તે.

જોક્સ : 10

પત્ની (પતિને) : તમને યાદ છે કે, જયારે તમે મને જોવા આવેલા હતા ત્યારે મેં કયા રંગની સાડી પહેરી હતી?

પતિ : નહિ.

પત્ની : એનો અર્થ એમ કે તમે મને પ્રેમ કરતા નથી.

પતિ : અરે એવું નથી ગાંડી, જયારે કોઈ ટ્રેનના પાતા પર સુવા જાય છે, તો તે થોડી જોયે છે કે ટ્રેન શતાબ્દી છે કે એક્સપ્રેસ.

જોક્સ : 11

પત્ની : તમે મને કયારેય છોડો નહિ ને?

પતિ : ના રે… તમે શું કામ છોડું?

પત્ની : હું જાડી થઇ જઇશ તો પણ?

પતિ : નહિ છોડું.

પત્ની : હું ગાંડી થઇ જઇશ તો પણ?

પતિ : છોડી છે હજુ? વાત કરે છે.

જોક્સ : 12

એક બેને નવો સીમકાર્ડ લીધો અને પતિને સરપ્રાઈઝ આપવા માટે રસોડામાં જઈ પતિને ફોન કરીને કહ્યું,

હાઈ જાનુ, શું કરી રહ્યા છો?

પતિ : મારી જાન તને પછી ફોન કરું, ચુડેલ હમણાં રસોડામાં છે.

પતિ હજી પણ હોસ્પિટલમાં છે.

જોક્સ : 13

પત્ની : હું રોજ પૂજા કરું છું, પણ મને ભગવાન શ્રીકૃષ્ણના દર્શન નથી થતા.

પતિ : એકવાર મીરાંબાઈ બનીને ઝેર પી લે, શ્રીકૃષ્ણ સાથે બધા ભગવાનના દર્શન થઈ જશે.

પાડોશીએ એ પતિ માટે 108 બોલાવવી પડી.

જોક્સ : 14

એક વાણીયો પોતાના હાથમાં બ્લેડ મારી રહ્યો હતો.

પત્ની : અરે આ શું કરી રહ્યા છો?

વાણીયોડેટોલ (Dettol) ની બોટલ તૂટી ગઈ છે, ખોટું બધું ડેટોલ વેડફાય જાય, એના કરતા એને વાપરી લઉં. લાવ તારી પણ આંગળી કાપી આપું.