ગેસ સિલિન્ડર ફાટે તો તમને મળશે 40 લાખ સુધીનો વીમો, જાણો વધુ વિગત

0

મિત્રો, આપણા દેશમાં લોકોને અનેક પ્રકારના કાયદાની સુવિધા આપવામાં આવે છે. પણ ઘણા બધા લોકો પોતાને મળતી કાયદાની સુવિધાથી અજાણ હોય છે, જેને લીધે તેઓ એનો લાભ નથી મેળવી શકતા. અને આજે અમે તમને એમાંથી જ થોડા કાયદાઓ વિષે જાણકારી આપવાના છીએ. જે લોકોની મદદ માટે છે પણ લોકો એના વિષે જાણતા નથી.

આજે પણ ભારતમાં ઘણા બધા લોકોને પોતાના અધિકારો વિષે ખબર નથી હોતી, એટલા માટે ઘણી વખત એમણે અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. અને તે કારણ વગર દુ:ખી થાય છે. આજે અમે તમને થોડા એવા અધિકાર જણાવવા જઈ રહ્યા છીએ જેની તમને ખબર હોવી જ જોઈએ.

ગેસ સિલિન્ડર ફાટવાથી દુર્ઘટના થાય તો તમને 40 લાખ રૂપિયા સુધી વીમા રકમ મળી શકે છે. જો દુર્ઘટનામાં કોઈનું મૃત્યુ થઇ જાય છે, તો પરિવારને 50 લાખ રૂપિયા સુધીની રાશિ વીમા કંપનીએ આપવી પડી શકે છે. એના માટે કંપનીના નિયમો પર ખરું ઉતરવું જરૂરી છે. જો કે વીમાની રાશિ દુર્ઘટનાની તપાસ કર્યા પછી નક્કી થાય છે. અને ગ્રાહકોને અલગથી વીમો કરાવવાની જરૂર નથી હોતી. ગેસ કનેક્શન લેવાની સાથે જ તમે વીમા ધારક બની જાવ છો. પણ જાણકારી ન હોવાને કારણે લોકો આ યોજનાનો લાભ નથી મેળવી શકતા.

જણાવી દઈએ કે, એલપીજી કનેક્શન જે સરનામાં પર લીધું હોય એ સરનામાં પર જ સિલિન્ડર ફાટવાની દુર્ઘટના થવી જરૂરી છે. ગ્રાહક દુર્ઘટના સમયે રેગ્યુલેટર અને અન્ય સામાન સંબંધિત એજન્સીનો જ ઉપયોગ કરતા હોય અને તે આઈએસઆઈ માર્ક વાળું હોવું જોઈએ. બજારમાંથી ખરીદેલા સામાન પર વીમાનો લાભ નહિ મળે.

વીમાની રકમ મેળવવા માટે દુર્ઘટના પછી ગેસ એજન્સી અને પોલીસને તરત જાણ કરવી પડે છે. ત્યારબાદ ગેસ એજન્સી સંબંધિત વીમા કંપનીને સૂચિત કરી દે છે. વીમા કંપનીના કર્મચારી દુર્ઘટના સ્થળ પર જઈને નુકશાનની તપાસ કર્યા પછી વીમા કંપનીને રિપોર્ટ બનાવી આપશે. ત્યારબાદ વીમા કંપની નક્કી કરશે કે નુકશાન કેટલું થયું છે. મૃત્યુ થવાની સ્થિતિમાં કોર્ટ મૃતકની ઉંમર અને નોકરી હિસાબે વળતર નક્કી કરે છે. પછી ગ્રાહકને વિમાની રકમ આપવામાં આવે છે.

એ સિવાય બીજા થોડા નિયમ નીચે મુજબ છે જેના વિષે લોકોને જાણ નથી હોતા. તો એના વિષે પણ જાણી લો.

પોલીસ કોઈપણ મહિલાની સુરજ આથમ્યા પછી અને સુરજ ઉગ્યા પહેલા (સાંજે ૬ વાગ્યા પછી અને સવારે ૬ વાગ્યા પહેલા) ધરપકડ નથી કરી શકતી. ગુનાહિત પ્રક્રિયા સંહિતા સેક્સન ૪૬ હેઠળ ભારતની દરેક મહિલાનો આ અધિકાર છે.

ભારતીય સરીઉસ અધિનિયમ ૧૮૮૭ હેઠળ ભારતના દરેક નાગરિકને એ અધિકાર છે કે, તે ભારતની કોઈપણ હોટલમાં ભલે તે ફાઈવ સ્ટાર જ કેમ ન હોય, ફ્રી માં પાણી પી શકે છે અને વોશરૂમનો પણ ઉપયોગ કરી શકે છે. અને જો તમને કોઈ હોટલના માલિક એમ કરવાથી અટકાવે છે, તો તમે તેની વિરુદ્ધ કાયદેસર પગલા લઇ શકો છો.

જણાવી દઈએ કે, મોટર વાહન અધિનિયમની કલમ ૧૨૯ હેઠળ વાહન ચાલકોને હેલ્મેટ પહેરવાનું દર્શાવ્યું છે. અને મોટર વાહન અધિનિયમની કલમ ૧૨૮ માં બાઈક ઉપર બે વ્યક્તિઓને બેસવાની સુવિધા છે. તો તમારે એનું ઉલંઘન કરવું નહિ. પરંતુ ટ્રાફિક પોલીસ દ્વારા તમારી ગાડી કે મોટર સાયકલની ચાવી કાઢી લેવી એકદમ ગેરકાયદેસર છે. તેના માટે તમે ધારો તો તે પોલીસવાળા કે અધિકારી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરાવી શકો છો.

કોઈ પણ કંપની ગર્ભવતી મહિલાને નોકરી પરથી કાઢી નથી શકતી. જો એવું કરે છે તો નિર્ણય લેનારને 3 વર્ષ સુધીની સજા થઈ શકે છે.

કોઈ પણ પોલીસ ઓફિસર FIR લખવાની ના નહિ પાડી શકે. એવું કરવાં પર એને 6 મહિનાથી 1 વર્ષ સુધીની સજા થઈ શકે છે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.