પોસ્ટ ઓફિસની આ જોરદાર સ્કીમમાં 1,000 રૂપિયા જમા કરાવશો તો તમને મળશે 72,397 રૂપિયા.

0

સારા ભવિષ્ય માટે બચત કરવી અને રોકાણ કરવું ખુબ જરૂરી છે. અને પૈસાથી પૈસા બનાવવા માટે બજારમાં ઘણા પ્રકારની સ્કીમો રહેલી છે. જેમાં તમે રોકાણ કરીને સારું વ્યાજ મેળવી શકો છો. અને આજે અમે તમને પોસ્ટ ઓફિસની એક સ્કીમ વિષે જણાવીશું જેમાં તમને બેંક કરતા વધારે વ્યાજ મળે છે.

એટલે જો તમે પોસ્ટ ઓફિસમાં તમારું ખાતું ખોલાવો છો, તો તમને 7.2 % ના દરે વ્યાજ મળે છે. આ હિસાબે જો તમે રોજના 33 રૂપિયા અથવા મહિનાના 1,000 રૂપિયા એમાં જમા કરાવો છો, તમને રિટર્ન તરીકે અંદાજે 72,000 રુપિયા જેટલી રકમ મળે છે. આવો જાણીએ કે કેવી રીતે ખુલે છે આ ખાતું અને શું છે એની સંપૂર્ણ પ્રક્રિયા?

દેશમાં ગમે ત્યાં ખોલાવી શકાય છે આ ખાતું :

જાણકારી માટે જણાવી દઈએ કે, આ ખાતાને તમે પોસ્ટ ઓફિસની દેશની કોઈ પણ બ્રાંચમાં ખોલાવી શકો છો. અને તમે ઈચ્છો તો એક કરતા વધારે ખાતા પણ ખોલાવી શકો છો. એના સિવાય 2 લોકો મળીને પણ આ ખાતાને ઓપરેટ કરી શકે છે.

તમારી રોજની 33 રૂપિયાની બચત આ રીતે બનાવશે માલામાલ :

જણાવી દઈએ કે, પોસ્ટ ઓફિસની આ રેકરિંગ ડિપોઝીટ સ્કીમમાં તમે 33 રૂપિયા રોજ અથવા મહિને 1,000 રૂપિયા જમા કરાવી શકો છો. હાલના 7.2 % વ્યાજદરના હિસાબે ગણતરી કરવામાં આવે, તો જો તમે 33 રૂપિયા રોજના બચાવીને મહિને 1,000 રૂપિયા આરડીમાં જમા કરાવો છો, તો 5 વર્ષમાં તમારી રકમ 72,397 રૂપિયા થઇ જશે. અને આ દરમ્યાન તમારી પ્રિન્સિપલ એમાઉન્ટ લગભગ 60,000 રૂપિયા હશે.

આ રીતે મેળવી શકશો લાભ :

નિયમ અનુસાર પોસ્ટ ઓફિસની આ ખાસ સ્કીમનો લાભ મેળવવા માટે તમારે નક્કી કરેલી તારીખે દર મહિને તમારા ખાતામાં પૈસા જમા કરાવવાના રહેશે. તમે એકથી પંદર તારીખ સુધી પોતાના પૈસા જમા કરાવી શકો છો. મહિનાની પહેલી તારીખે ખુલેલા ખાતામાં તમે 15 તારીખ સુધી ડિપોઝીટ કરી શકો છો. 16 તારીખે ખુલેલા ખાતામાં ડિપોઝીટની અંતિમ તક તમને દર મહિનાની છેલ્લી તારીખ સુધી મળશે.

એક ઉદાહરણ આપી સમજાવીએ તો, જો તમે 1,000 રૂપિયા પ્રતિ મહિનાના હિસાબે જમા કરાવો છો, તો એક વર્ષમાં તમે પોતાના 12,000 રૂપિયા જમા કરાવશો. અને 7.2 % ના વ્યાજ દરની ગણતરીએ તમને 1 વર્ષમાં 12,478 રૂપિયા રિટર્ન મળશે. આ રીતે તમે પાંચ વર્ષ સુધી પૈસા જમા કરાવશો તો તમને 72,397 રૂપિયા રિટર્ન મળશે.

પોસ્ટ ઓફિસમાં આવી નવી નવી સ્કીમો આવતી રહે છે. અને તમે આનો લાભ ગભરાયા વિના લઈ શકો છો. કારણ કે આ સ્કીમોમાં રોકાણ કરવાથી તમારા પૈસા પર કોઈ જોખમ રહેતું નથી. અને વ્યાજદરમાં ફેરફાર થવા પર તમને મળતી રકમમાં પણ ફેરફાર થઈ શકે છે. એના માટે પોસ્ટ ઓફિસમાં વ્યાજદર તપાસતા રહેવું.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી પત્રિકા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.