ગુજરાત નાં માણસાના પારસા ગામના યુવકે થાઈલેન્ડની ગોરીના પ્રેમમાં પડીને કર્યા લગ્ન

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના પારસા ગામનો વર અને થાઈલેન્ડની ગોરી કન્યા. આ યુવક ટુર્સ એન્ડ ટ્રાવેલનો વ્યવસાય કરતો, આજ વ્યવસાયની સાથે જોડાયેલ થાઈલેન્ડની યુવતીના સંપર્કમાં આવ્યો અને બંને મળ્યા અને બંનેની વાતચીત થઇ અને બંને વચ્ચે પ્રેમ થયો પછી બંને એ લગ્ન કર્યા અને જીવનસાથી બની ગયા. હિન્દૂ પરંપરાથી જ લગ્ન કર્યા આના કારણે કન્યાના પરિવાર એક મહિનાથી થાઈલેન્ડથી માણસા આવી આવી ગયેલો હતો અને તેમને પણ પોતાના દીકરીના લગ્ન ભારતીય રીતિ રિવાજથી જ કર્યા તેમને જાતે જ દીકરીની કન્યા દાન કર્યું.

કેવી રીતે મળ્યા બંને?

વરરાજા પારસા ગામનો પ્રવીણ દશરથભાઈ પ્રજાપતિએ થાઈલેન્ડની યુવતી સિરિદીફા સાથે લગ્ન કર્યા. જયારે તેમના લગ્ન થયા ત્યારે ગામ લોકો જાણેકે જાનૈયા બન્યા હતા. પ્રવીણ અમદાવાથી પોતાનો વ્યવસાય કરે છે અને તે અમદાવાદથી એશિયન દેશોમાં પ્રવાસ માટે ટ્રાવેલ્સનો વ્યવસાય કરે છે. અને હમણાં તેમની પત્ની બનેલ સીરીફીદા પણ આજ વ્યવસાય સાથે સંકળાયેલી છે. તે એક આવી જ ટ્રાવેલિંગ એજન્સીની એમડી છે. બંને એક જ પ્રકારનો વ્યવસાય કરવાના કારણે બંને સારી રીતે વાત થવા લાગી અને બંનેની મુલાકાતો થવા ગઈ અને બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા.

મહિના પહેલા આવી ગયેલા કન્યાના પરિવાર

લગ્નના એક મહિના પહેલાજ કન્યા અને તેના પરિવાર વાળા થાઈલેન્ડથી આવી ગયા હતા મહિના સુધી તેમને પુરી રીતે રિવાજની સાથે લગ્નમાં જોડાયા. લગ્નમાં છોકરીના પિતા ડીયન, માતા સમન બંને ખુબ ઉત્સાહિત હતા અને તેમના ભાઈ બહેન તેમના કરતા વધારે ઉત્સાહી જોવા મળ્યા. છોકરીના પરિવાર માંથી લગભગ 12 જેટલા લોકો થાઈલૅન્ડથી પારસા ગામ આવી ગયા.

છોકરી પાળતી હતી બૌદ્ધ ઘર્મ

છોકરી થાઈલેન્ડના રહેવા વળી હતિ અને તે બૌદ્ધ ધર્મ પાળતી હોવાના કારણે ભારતીય સંસ્કૃતિથી પ્રભાવિત હતી.તેના કારણે તેને પ્રવીણ સાથે ભારતીય રીતિરિવાજથી લગ્ન કરવા તૈયાર થઇ. છોકરા અને છોકરીના પરિવારના લોકોએ આ લગ્નની અનુમતિ આપી અને વિદેશી પરિવારનો આદર સદકારથી સ્વાગત કર્યો અને બંને પરિવારની સાથે વિદેશી કન્યાએ ભારતીય વરરાજા સાથે લગ્ન કાર્ય અને સાત વચન અને સાત ફેરા લીધા.