ભયંકર રીતે ધ્રુજી રહ્યો છે હિન્દ મહાસાગર… સમુદ્ર માંથી બહાર આવવાનો છે સૌથી મોટો સમુદ્રી રાક્ષસ

હિન્દ મહાસાગરમાં એક એવી ઘટના ઘટી છે, જેણે આખા વિશ્વના વેજ્ઞાનિકોને અચરજમાં મૂકી દીધા છે. ફ્રાંસ પાસે આવેલા મયોટ આઈલેંડ પાસે લગભગ ૧૧ નવેમ્બરે અચાનક ધ્રુજારી શરુ થઇ ગઈ. આ વિચિત્ર ધ્રુજારી સતત ૨૦ મિનીટ સુધી રહી. સેસ્મિક રેકોર્ડસમાં ધ્રુજારી રેકોર્ડ કરવામાં આવી. પરંતુ વેજ્ઞાનિકો ત્યારે દંગ રહી ગયા જયારે ખબર પડી કે આ ભૂકંપ હતો જ નહિ, પરંતુ પાણીની વચ્ચે કાંઈક રહસ્યમય ફેરફાર હતા.

આ ધ્રુજારીની વાત આખી દુનિયામાં ચર્ચાનો વિષય બની ગઈ. ધ્રુજારીને મેયોટથી લઈને કેન્યા, જામ્બિયા, ચીલી, ન્યુઝીલેન્ડ, કેનેડા સહીત લગભગ ૧૭ હજાર કી.મી. દુર આઈલેન્ડ હવાઈમાં અનુભવવામાં આવી. વેજ્ઞાનિક એ વાતથી દુ:ખી છે કે આ ધ્રુજારીને મોનોક્રોમેટીક રેકોર્ડ કરવામાં આવ્યું. મોનોક્રોમેટીકનો અર્થ એવી ધ્રુજારી જે જીગ જેગ ફાર્મમાં એક સરખું થતું રહે છે. એટલે કે ધ્રુજારી એક જ પ્રકારની હતી જે વારંવાર રીપીટ થઇ રહી હતી. તે ધરતીકંપની બાબતમાં જીગ જેગ ફ્રિકવેંસીન રહેતા જુદી જુદી ફ્રિકવેંસી આવે છે, જે ક્યારે પણ એક જેવી નથી હોતી.

વિશ્વ આખામાં આ ધ્રુજારીની વાત સામે આવ્યા પછી ઘણા પ્રકારની અફવાઓ ઉભી થવા લાગી છે. ઘણા લોકો તેને એક રહસ્યમયી દરિયાઈ જીવ સાથે જોડીને જોઈ રહ્યા છે, અને કહી રહ્યા છે તે જીવનું કામ છે. તો અમુક લોકોનું માનવું છે, કે કોઈ ઉલ્કા પીંડ હિન્દ મહાસાગરમાં પડ્યો અને તેનું પરિણામ હતું. ઘણા નિષ્ણાંતોનું માનવું છે કે તે પાણીની નીચે કોઈ ફેરફારનું પરિણામ છે. પરંતુ પાણીની નીચે એવું શું બન્યું છે તે સ્પષ્ટ નથી. ઘણા નિષ્ણાંતો કહે છે કે કદાચ પાણીની નીચે કોઈ જ્વાળામુખી ફાટ્યો છે.

ફ્રેંચ જ્યાલોજીકલ સર્વેના રીપોર્ટમાં કહેવામાં આવે છે, કે હોઈ શકે છે આ ધ્રુજારી આઈલેન્ડની નીચે રહેલા લાવાના ફેલાવાથી થતી હોય, પરંતુ હજુ સુધી તે સ્પષ્ટ નથી. આ ઘટના પછી વેજ્ઞાનિકોની ટીમો મેયોટ આઈલેન્ડ પહોંચી ગઈ છે. આ ધ્રુજારી ક્યા કારણથી થઇ તેની તપાસ શરુ કરી દેવામાં આવી છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય,તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.