હિન્દુસ્તાનની પહેલી મહિલા સુલ્તાન જેને પોતાના નોકર સાથે થઇ ગયો હતો પ્રેમ… ખુબ ખરાબ આવ્યું હતું પરિણામ

ભારતના ઈતિહાસમાં રઝીયા સુલતાનનું નામ એટલા માટે મહત્વનું છે, કેમ કે તેને ભારતની પહેલી મહિલા શાસક હોવાનું ગૌરવ મળેલું છે. દિલ્હી સલ્તનતના સમયમાં જયારે બેગમોને માત્ર મહેલોની અંદર આરામ માટે રાખવામાં આવતા હતી તે સમયમાં રઝીયા સુલતાનએ મહેલ માંથી બહાર નીકળીને સલ્તનતની કામગીરી સંભાળી હતી.

ઘણી જ સુંદર રઝીયા સુલતાન ભારતના ઈતિહાસમાં એટલું મહત્વનું પાત્ર હતું, કે તેની ઉપર બોલીવુડમાં એક ઘણી ચર્ચિત ફિલ્મ બની ગઈ છે. રઝીયા સુલતાને શસ્ત્ર-અસ્ત્રનું જ્ઞાન પણ લીધું હતું, અને તેને કોઈ પુરુષથી ઓછી ગણવામાં આવતી ન હતી. રઝીયા સુલતાનનું જીવન ઘણું જાણવા લાયક રહ્યું હતું. એમનો શાસનકાળ ટૂંકો હોવા છતાંપણ ઈતિહાસમાં તેના ઉપર ઘણું બધું લખવામાં આવ્યું છે.

પિતાની દૃષ્ટિએ દીકરાથી ઉત્તમ હતી રઝીયા : ભારતની પહેલી મહિલા શાસીકા અને દિલ્હી સલ્તનતની પહેલી રાણી બનીને રઝીયાએ તમામ પરંપરાઓ તોડી દીધી હતી. રઝીયાના પિતા ઈલ્તુતમીશએ પોતે તેની દીકરી વિષે લખ્યું હતું, કે મારી દીકરી મારા ઘણા બધા પુત્રોથી ઉત્તમ છે. દીકરીની એ આવડતને કારણે ઈલ્તુતમીશએ તેને સુલતાન બનાવવાનું નક્કી કરી લીધું હતું. જો કે તે પહેલા ભારતમાં ક્યારે કોઈ મહિલા શાસકે રાજ કર્યુ ન હતું.

ઈલ્તુતમીશના સમયમાં મહેલોની ચાર દીવાલોમાં કેદ રહેવું જ મહિલાઓનું નસીબ માનવામાં આવતું હતું. પરંતુ ઈલ્તુતમીશએ પોતાની દીકરીને દિલ્હી સરકાર ત્યારે સંભાળવાનું કહ્યું જયારે તે ગ્વાલિયરના કિલ્લા ઉપર હુમલો કરવા જઈ રહ્યા હતા. ત્યાર પછી ઈલ્તુતમીશએ પોતાની દીકરીને ઉત્તરાધિકારી બનાવીને ઈતિહાસ રચી દીધો. કેમ કે તે પહેલા કોઈપણ મહિલા સુલતાન બની ન હતી.

ગુલામ યાકુબ સાથે થયો રઝીયાને પ્રેમ : રઝીયા પુરુષોની જેમ કપડા પહેરતી હતી અને ખુલ્લા દરબારમાં બેસતી હતી. તેની અંદર એક ઉત્તમ શાસીકાના ગુણ હતા. એક સમય એવો પણ આવ્યો જયારે લાગી રહ્યું હતું કે રઝીયા દિલ્હીની સૌથી શક્તિશાળી મલ્લિકા બનશે. પરંતુ રઝીયાના આફ્રિકન ગુલામ જમાલુદીન યાકુત સાથે સંબંધને કારણે એવું ન થઇ શક્યું. યાકુત રઝીયા સુલતાનને ઘોડે સવારી કરાવતા હતા. તે દરમિયાન તે બન્નેમાં સંબંધો વધી ગયા અને રઝીયાએ તેને પોતાનો અંગત એટેડેંટ બનાવી લીધો. અમુક ઈતિહાસકારોના જણાવ્યા મુજબ રઝીયાને તેની સાથે પ્રેમ થઇ ગયો અને તેને દિલ આપી બેઠી.

બીજા પ્રેમીએ કરી નાખી યાકુતની હત્યા : રઝીયાના અંતનું કારણ પણ યાકુત દ્વારા તેનો વધુ પડતો પ્રેમ હતો. બન્નેના આ પ્રેમની ચર્ચા ન માત્ર દરબારમાં પરંતુ આખા રાજ્યમાં ફેલાઈ ગઈ હતી. ભટીંડાના ગવર્નર મલિક અલ્તુનિયા રઝીયાના આ સંબંધથી ઘણા નારાજ હતા. કેમ કે અલ્તુનિયા અને રઝીયા બન્ને બાળપણના સારા મિત્રો હતા. જયારે અલ્તુનિયા મોટો થયો તો તેને રઝીયા પ્રત્યે એક તરફી પ્રેમ થઇ ગયો હતો, અને રઝીયાને પ્રાપ્ત કરવા માટે તે કોઈપણ હદે જઈ શકતો હતો. પોતાનો પ્રેમ મેળવવા માટે તેણે રઝીયાના પ્રેમી યાકુતની હત્યા કરાવી નાખી, અને રઝીયાને જેલમાં નાખી દીધી.

બીજા પ્રેમી સાથે મારી નાખવામાં આવી રઝીયાને : જેલમાં બંદી બનાવીને રાખવા દરમિયાન જયારે રઝીયા વિદ્રોહથી નીકળવાનો પ્રયાસ કરી રહી હતી, ત્યારે વિરોધી ટુકડીઓએ તકનો ફાયદો ઉઠાવીને દિલ્હી ઉપર હુમલો કરી તેને ગાદી ઉપરથી દુર કરાવી દીધી. રઝીયાના ભાઈ બેહરામને સુલતાન જાહેર કરી દેવામાં આવ્યો. પોતાના રાજ્યને બચાવવા માટે રઝીયાએ ધીરજથી કામ લેતા અલ્તુનયા સાથે લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો, અને પોતાના પતિ સાથે દિલ્હી તરફ આગળ વધવા લાગી.

૧૩ ઓક્ટોમ્બર, ૧૨૪૦ ના રોજ બેહરામએ રઝીયા સુલતાનને હરાવી દીધી અને બીજા જ દિવસે રઝીયા સુલ્તાન અને તેના પતિ અલ્તુમિયાની હત્યા કરી દીધી. આવી રીતે ભારતની પહેલી મહિલા શાસક રઝીયા સુલતાનનો દુઃખથી ભરેલો અંત આવી ગયો. આમ તો ઈતિહાસમાં તેનું નામ અમર છે.