જમ્મુ કશ્મીરમાં જમીન ખરીદવા લાઈન લાગી, દરેક ડીલર પાસે રોજના 20 થી વધુ કોલ આવી રહ્યા છે

0

આર્ટીકલ ૩૭૦ અને આર્ટીકલ ૩૫A દુર કર્યા પછી દેશભરના લોકોમાં જમ્મુ કાશ્મીરમાં જમીન ખરીદવા માટે લોકોમાં લાઈન લાગી ગઈ છે. સ્થિતિ એ છે કે જમ્મુ કાશ્મીરના દરેક ડીલરને રોજ આખા દેશમાંથી ૨૦થી વધુ ફોન આવી રહ્યા છે. ફોન કરવા વાળા દરેક વ્યક્તિ જમ્મુ કાશ્મીરમાં જમીનના ભાવ જાણી રહ્યા છે. અને લોકોમાં જમીન ખરીદવા માટે ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

પ્રોપર્ટી ડીલરમાં ખુશીની લહેર :-

કલમ ૩૭૦ અને કલમ ૩૫A દુર કરવાથી જમ્મુ કાશ્મીરના પ્રોપર્ટી ડીલર્સમાં આનંદનું વાતાવરણ છે. જમ્મુમાં મહાજન પ્રોપર્ટી ડીલર એંડ બિલ્ડીંગ મટેરિયલના માલિક કુણાલ ગુપ્તાએ મની ભાસ્કર સાથે વાતચીતમાં જણાવ્યું કે તેને હવે સ્થિતિ સામાન્ય થવાની રાહ છે. કુણાલે જણાવ્યું કે દિલ્હી, મુંબઈ, લખનઉ સહીત દેશના તમામ મોટા શહેરોમાંથી તેને રોજના ૧૫ થી ૨૦ ફોન આવી રહ્યા છે. ફોન કરવા વાળા તમામ લોકો જમ્મુ અને કાશ્મીરમાં જમીનોના ભાવ જાણી રહ્યા છે.

કુણાલે જણાવ્યું કે કલમ ૩૭૦ અને કલમ ૩૫A દુર થવાથી અહિયાં પ્રોપર્ટી ખરીદવા વેચવાનું કામ કરવા વાળા લોકોમાં આનંદનું વાતાવરણ ઉભું થયું છે. તમામ લોકોનું માનવું છે કે હવે બીજા રાજ્યોના લોકો પણ અહિયાં જમીન ખરીદી શકશે અને તેના ધંધામાં વધારો થશે. કુણાલનું કહેવું છે કે મોટાભાગના લોકો કાશ્મીરમાં જમીન ખરીદવા વિષે માહિતી લઇ રહ્યા છે, પરંતુ અહિયાં આ ધંધો હાલમાં સંપૂર્ણ બંધ પડ્યો છે. સ્થિતિ સામાન્ય થયા પછી અહિયાં જમીનોના ભાવ નવી પદ્ધતિથી નક્કી થશે.

જમ્મુમાં ૪૫ લાખથી ૬૦ લાખ રૂપિયામાં મળી જાય છે 2બીએચકે વાળું મકાન

જમ્મુમાં પ્રોપર્ટી ડીલીંગનો ધંધો કરવા વાળા વિક્કી શાહે મની ભાસ્કર સાથે ફોન ઉપર વાતચીતમાં જણાવ્યું કે જમ્મુ શહેરમાં ખાલી પ્લોટ ઘણી મુશ્કેલીથી મળી શકે છે. અહિયાં તમે 1બીએચકે થી લઈને 4બીએચકેના મકાન સરળતાથી ખરીદી શકો છો. શાહના જણાવ્યા મુજબ, શહેરમાં 2બીએચકેનું ઘર ૪૫ થી ૬૦ લાખ રૂપિયામાં મળી જાય છે. આમ તો ઘરની બનાવટ, ઈંટીરીયર, જમીનની ઉપલબ્ધતાના આધારે કિંમત વધુ પણ થઇ શકે છે. 4બીએચકે ઘરની કિંમત સરેરાશ ૧ કરોડ રૂપિયાથી વધુ છે. દિલ્હી-એનસીઆરમાં પણ તમે ૪૫થી ૬૦ લાખમાં 2બીએચકેનું ઘર ખરીદી શકો છો.

૧ મરલામાં હોય છે ૨૭૨ વર્ગ ચોરસ ફૂટ જમીન

મરલા જમીનનું એક માપક હોય છે. જે ભારત પાકિસ્તાન સરહદ સાથે જોડાયેલા રાજ્યોમાં પ્રચલિત છે. કાશ્મીરમાં ૧ મરલામાં ૨૭૨.૨૫ વર્ગ ફૂટ કે ૩૦.૨૫ વર્ગગજ જમીન હોય છે. એટલે ૧૦૦ ગજ જમીનમાં લગભગ ૩.૩ મરલા જમીન હોય છે. શાહનું કહેવું છે કે લોકેશન અને સીવિધાઓના આધારે જમ્મુના જુદા જુદા વિસ્તારોમાં જમીનના ભાવમાં ઘણું અંતર છે. તેવામાં કોઈ પણ પ્રકારના સોદા કરતા પહેલા આજુબાજુના લોકો સાથે પૂછપરછ જરૂર કરી લો.

આ માહિતી મનીભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.