ભારતનું નામ રોશન કરનાર Hiroes ના જીવનનું સત્ય તમારી આંખો ભીની કરી દેશે ક્લિક કરી ને જાણો

0

 

બીજા દેશોમાં જઈને ભારતનું નામ રોશન કરનાર ખેલાડીઓને લઈને દેશ માટે પોતાનો જીવ અર્પણ કરનાર સૈનિકોને કેવી હાલતમાં જીવવું પડી રહ્યું છે. તે ખરેખર દયાજનક છે. જરા વિચારો જે મહિલાઓ અને પુરુષોએ દેશ માટે ચંદ્રક જીત્યા. ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડાઈ લડી અને ત્યાં સુધી કે દેશ માટે પોતાનો જીવ પણ આપી દીધો તેમને ગરીબી સિવાય શું મળ્યું? આજે પણ તેમાંના ઘણા વ્યક્તિઓ વિસરાયેલા અને ગરીબી ના ખપ્પરમાં જીવી રહ્યા છે અને ઘણાએ તો આવી પરિસ્થિતિમાં પોતાનો જીવ આપી દીધો. તેમની સાચી જિંદગી વિષે જાણીને તમે પણ એ વિચારવા મજબુર થઇ જશો, કે છેવટે દેશે તેઓની સાથે આવું કેમ કર્યું.

(1) રામ મિલન સાહ : સ્વતંત્ર સેનાની જે ગરીબીમાં જ મરી ગયા.

૯૪ વર્ષના રામ મિલાન સાહ નેતાજી સુભાષચન્દ્ર બોઝની ઇન્ડિયન નેશનલ આર્મીના સભ્ય હતા. સાથે જ તેમણે બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન મ્યાંમાર માં અંગ્રેજ વિરુદ્ધ લડાઈ લડી હતી. સ્વતંત્ર સેનાનીઓના પેન્શન માટે ઘણી વખત માંગણી કરવા છતાં પણ કેન્દ્ર સરકારે તેને ધ્યાન બહાર કરી દીધું હતું જેના લીધે રામ મિલાન સાહે પોતાની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવા માટે પૂર્ણિયામાં આવેલ એક કોર્ટની બહાર પાન વેચવા પડ્યા હતા. તેની આવી ગરીબીમાં મૃત્યુ થઇ ગયું હતું.

(2) સીતારામ સાહુ : દેશ માટે મેડલ મેળવ્યા પછી પણ વેચી રહી છે પાણી પૂરી.

એથેંસ માં યોજાયેલ એક ખાસ ઓલમ્પિકમાં 200 મીટર અને 1600 મીટરની દોડમાં કાંસ્ય ચંદ્રક જીતનાર સીતા ગરીબી ભરેલું જીવન જીવી રહી છે. તેને તે દોડ 15 વર્ષની નાની ઉંમરમાં જીતી હતી. પણ દેશનું નામ રોશન કરવા છતાં પણ તે આજે રોડ ઉપર પાણી પૂરી વેચી રહી છે.

(3) અમિત ઠાકુર : મુલાયમ સિંહ ઉપર આરોપ લગાવવાને કારણે તેમને IPS સેવામાંથી દુર કરવામાં આવેલ. મુલાયમ સિંહ યાદવ ઉપર આરોપ લગાવતા તેમણે પોલીસને ફરિયાદ કરી હતી કે મુલાયમ સિંહે તેને ફોન ઉપર ધમકી આપી હતી અને ત્યાર પછી તરત લોક સેવક અમિતાભ ઠાકુરને કાયદા વીરોધી અને સરકાર વિરીધી કામગીરીના આરોપમાં ફરજ ઉપરથી દુર કરી દેવામાં આવેલ હતા.

(4) શંકર લક્ષ્મણ : હોકીના ખેલાડી અને સેના કેપ્ટન હતા જે ગરીબીમાં જ મરી ગયા. શંકર 60 ના દશકામાં ભારતીય હોકી ટીમના કેપ્ટન હતા. સાથે જ તેમણે અર્જુન એવોર્ડ અને પદ્મ શ્રી એવોર્ડ મળ્યા હતા. 1979 માં જયારે તેઓ સેવામાંથી નિવૃત્ત થયા. ત્યારે તે સેનાના એક ભાગ હતા. પણ આટલી સક્ષમતા પછી પણ તેમણે ખુબ જ ઓછો પગાર આપવામાં આવતો હતો. જેના કારણે જ્યાં સુધી તે જીવતા રહ્યા. તેમણે તેમનું જીવન ગરીબીમાં જ પસાર કર્યું.

(5) રાજવીન્દર કૌર : હોકી ખેલાડી જેમને સરકાર ની બેદરકારીથી પરેશાન થઈને આત્મહત્યા કરી લીધી. ૨૦ વર્ષના રાજવીન્દર કૌરે જુનિયર રાષ્ટ્રીય હોકી ચેમ્પિયનશિપ માં પંજાબનનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તે પોલીસની સેવામાં જોડાવા માંગતા હતા. પણ ગરીબીના કારણે કૌર બીએ ના બીજા વર્ષના અભ્યાસની ફી દેવામાં અસમર્થ હતા. પોતાની ગરીબી અને સરકારની બેદરકારી ને લઈને તેમણે ગયા વર્ષે એક ચાલતી ટ્રૈનની સામે આવીને આત્મહત્યા કરી લીધી.

(6) નિશા રાણી દત્તા : રાષ્ટ્રીય આર્ચર જે ગરીબીમાં જીવી રહી છે.

આર્ચર નિશા રાણી દત્તાએ ઝારખંડમાં 2008 માં યોજાયેલ દક્ષીણ એશીયાઇ ફેડરેશન ચેમ્પિયનશિપમાં રજત ચંદ્રક જીત્યો. 2006 બેન્કોંગ ગ્રૈડ પ્રિક્સમાં કાંસ્ય ચંદ્રક અને તાઈવાનમાં યોજાયેલ એશિયન ગ્રૈડ પ્રિક્સમાં સર્વશ્રેષ્ઠ ખેલાડી એવોર્ડ જીત્યો હતો. તેમ છતાં પણ નિશાએ પોતાના ભરણપોષણ માટે પોતાના ચાંદીનું ધનુષ્ય વેચવું પડ્યું. કેમ કે આ રમત તેની પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડવામાં નિષ્ફળ રહી હતી.

(7) રશમીતા પાત્રા : ફૂટબોલ ખેલાડી જે હાલમાં એક સોપારીની દુકાન ચલાવે છે.

એક સમયમાં રશમીતાએ ઓરિસ્સાની અંડર-19 રાષ્ટ્રીય મહિલા ફૂટબોલ કપ જીતવામાં મદદ કરી હતી અને ત્યાં સુધી તેમણે કુઆલાલમપુર માં એશીયાઇ ફૂટબોલ પરિસંઘ માટે અંડર-16 ટુર્નામેન્ટ માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આમ તો ભારતને ક્રિકેટ ઉપરાંત બીજી રમતોની કોઈ પરવા નથી. તે જ કારણ છે કે રમતો સાથે જોડાયેલ ખેલાડી ગરીબીમાં જીવવા માટે મજબુર થઇ જાય છે. રશમીતા પણ તેમાંની એક છે તે હાલમાં પોતાના કુટુંબ સાથે એક સોપારી ની દુકાન ચલાવે છે.

(8) નૌરી મુંડું : હોકી મેડલ વિજેતા

નૌરી એ 1996 માં થયેલા નહેરુ ગર્લ્સ હોકી ટુર્નામેન્ટ માં કાંસ્ય ચંદ્રક જીત્યો. 1997 માં તેમણે રાષ્ટ્રીય શ્રેષ્ઠ રમત ચેમ્પિયનશિપમાં રજત ચંદ્રક અને 19 પ્રસંગોમાં રાષ્ટ્રીય ટીમનું પ્રતિનિધિત્વ પણ કર્યું. આમ તો તેમણે પોતાની અંદર હોકીને જીવંત રાખવા માટે ભણવાનું શરુ કરી દીધું, જેનું કારણ હતું કે તે સમયે મહિલા હોકી માં શિષ્યવૃત્તિ ની ઉણપ.

(9) દુર્ગા શક્તિ નાગપાલ : રેતી ના માફિયાઓ વિરુદ્ધ અવાજ ઉઠાવવાથી તેને દુર કરવામાં આવેલ.

ઉત્તર પ્રદેશના ઉપ-પ્રભાગીય મેજીસ્ટ્રેટ તરીકે ફરજ બજાવનાર દુર્ગાએ યમુના નદીના કાંઠા ઉપર રેતી ચોરી કરનાર ઉપર કાર્યવાહી કરીને તેમની આ કામગીરીને જગજાહેર કરી હતી. આ કાર્યને કારણે ઉત્તર પ્રદેશ સરકારે તેમની ઉપર હિંસા અને ઉક્સાવવા ના આરોપ લગાવી ને દુર કરી દેવામાં આવેલ હતા. તેમની ઉપર લગાવેલા આરોપ સાબિત ન થયા. તેમને દુર કરવાથી દેશવ્યાપી વિરોધ થયો જેના કારણે યુપી સરકારે તેને રદ કરી દીધો હતો. પણ હવે દુર્ગા તે હોદ્દા ઉપર નથી જેથી સરકારનો ભ્રષ્ટાચાર સાથે મિલીભગત ચાલુ છે.

(10) ડીકે રવી : ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડનારા આ વ્યક્તિની હત્યા કરાવવામાં આવેલ હતી.
આદર્શ અને સાહસિકતા નું આનાથી સારું ઉદાહરણ નહી મળી શકે. કોલારમાં રેતી ચોરનાર ની ચોરી બહાર લાવવા ઉપરાંત બંગ્લુંરું માં 120 કરોડની ટેક્સ ચોરી જાહેર કરી થોડા દિવસો પછી તેમની મૃત્યુ થઇ ગયું જેને આત્મહત્યા ગણાવી દેવામાં આવી, પણ આ રહસ્યમયી મૃત્યુ કોઈ હત્યાથી ઓછી નથી લાગી રહી હતી.

(11) મુગ્ધા સિન્હા : સ્થાનિક માફિયા સામે લડવાથી મળી ટ્રાન્સફર.
સ્થાનિક માફિયા વિરુદ્ધ કાર્યવાહી કરવાના કારણે રાજસ્થાનના ઝુંઝૂનું જીલ્લાની આ પહેલી મહિલા કલેકટરે એક જુદા જ હોદ્દા ઉપર ફેરફાર કરી દેવામાં આવેલ. તે પોતાની જગ્યાએ વળગી રહી. આમ તો ભારે લોક સમર્થન છતાં પણ તેમણે પાછા તે હોદ્દા ઉપર ન લેવામાં આવ્યા હતા.

(12) રાજુ નારાયણ સ્વામી : ભષ્ટાચાર વિરુદ્ધ લડવાથી તેમની 20 વખત ટ્રાન્સફર કરવામાં આવી. પહેલા દિવસથી ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડનારા રાજુ નારાયણે પાંચ જીલ્લામાં જીલ્લા કલેકટર સહિત ઘણા હોદ્દા ઉપર કામ કર્યું. પોતાની ફરજ ના છેલ્લા ૨૦ વર્ષમાં તેમની 20 થી વધુ વખત ટ્રાન્સફર કરવામાં આવી હતી. તેનું બીજું કોઈ કારણ નથી, પણ તેમનો ભ્રષ્ટાચાર વિરુદ્ધ કડક નીતિ જ જવાબદાર હતી. તેમની ઈચ્છા વિરુદ્ધ તેમણે રજા ઉપર મોકલી દેવામાં આવ્યા અને મુખ્ય હોદ્દા ઉપરથી દુર કરી દેવામાં આવ્યા હતા.

(13) કિશન લાલ : આ સાહસી Bomb diffuser ને કોઈ ક્રેડીટ ન મળી.

કિશન લાલ ના નામથી ઓળખવામાં આવતા હતા. 80 અને 90 ના દશકામાં પંજાબ પોલીસ સાથે કામ કરીને આ વ્યક્તિએ એક ડઝન થી વધુ બોંબ વિસ્ફોટને રોકવામાં મદદ કરી હતી. આમ તો આ કામનો તમામ યશ સ્થાનિક પોલીસને જ મળે છે. કિશન લાલે ત્યાં સુધી કહ્યું હતું કે ‘ કામ કરતી વખત ઘાયલ થવાથી પણ તેમને કોઈ વળતર નથી આપવામાં આવ્યું. 2006 માં તેમનું મૃત્યુ થઇ ગયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here