બ્રેડ પિઝા ખુબ સરળ અને ઓછા સમય માં બની જાય છે જાણો આ પીઝા બનાવવાની રીત

0

આજે ગુજરાતી મસ્તી અને ગુજ્જુ ફેન ક્લબ માં આજે આપણે બનાવીશું બ્રેડ પિઝા. પીઝા બાળકોને ખુબ પસન્દ હોય છે અને બીજા બધાં લોકોને પિઝા ખુબ પસંદ છે. બ્રેડ પિઝા ખુબ સરળ અને ઓછા સમયમાં બની જાય છે.

સામગ્રી

4 બ્રાઉન બ્રેડ

મોઝરિલા ચીજ ના ટુકડા (2inch by 2inch)

1/2 કપ સિમલા મરચા (નાના ટુકડા)

1/2 કપ મકાઈના દાણા

1/2 કપ પિઝા સોસ

2 નાની ચમચી માખણ

1/2 નાની ચમચી આર્ગેનો

1/2 નાની ચમચી ક્રશ કાળા મરી

1/2 નાની ચમચી ચાટ મસાલો

મીઠું સ્વાદ અનુસાર

રીત

બ્રેડ પિઝા બનાવવા માટે સૌપ્રથમ એક પેન ગરમ કરવા મૂકી દો જયારે પેન ગરમ થાય ત્યારે તેમાં 1/2 નાની ચમચી માખણ નાખવું, બટરને ગરમ થઇ ગયા પછી તેની અંદર પિઝા ની ટોપિંગ માટે મકાઈના દાણા અને સિમલા મરચાને નાખીશું. અર્ધું ઓર્ગેનો, અર્ધી કાળામરી, અર્ધું ચાટ મસાલો અને સ્વાદ અનુસાર મીઠું આ બધું નાખ્યા બાદ તેને 2 મિનિટ સુધી મિક્ષ કરી નાખો. 2 મિનિટ બાદ તેને એક બાઉલમાં કાઢી લેવું.

એક તવો ગેસ ઉપર ગરમ કરવા મૂકી દો અને તવો ગરમ થઇ ગયા બાદ ધીમા ગેસ રાખીને તવા ઉપર થોડું માખણ નાખી ને જે બ્રેડ છે તેને સેકી નાખવાનું છે. ત્યાર બાદ ચીઝ ને ક્રશ કરી નાખશુ. બ્રેડ નીચેથી હલકી બ્રાઉન થાય ત્યાર બાદ તેને પલટાવી અને તેને એક પ્લેટમાં લઇ લો. અને ગેસ બંધ કરી નાખો અને બ્રેડ ઉપર પિઝા નું ટોપિંગ કરવાનું છે.

સૌપ્રથમ પિઝા એક ચમચી પિઝા સોસ બ્રેડ ઉપર લગાવો. તેને આખા બ્રેડ પર ફેલાવી દો. ત્યારબાદ તેની ઉપર પિઝા ટોપિંગ બનાવ્યું છે તે નાખશું, અને તેની ઉપર ક્રશ કરેલા ચીજ નાખશુ, ત્યાર બાદ તે બ્રેડ પિઝા ને શેકવા માટે પાછું તવા ઉપર મૂકી દો. બ્રેડ તવા ઉપર રાખ્યા બાદ તેની ઉપર ઢાંકીને 2 મિનિટ ગરમ કરવા મૂકી દેશું એને ગેસ ધીમે રાખવાનો છે. 2 મિનિટ બાદ આપણા બ્રેડ પિઝા બનીને તૈયાર છે. તેને પ્લેટમાં નીકાળી તમે ચાહો તો તમે તેની ઉપર થોડું ઓર્ગીનો, થોડી કાળી મરી અને થોડુંક ચાટ મસાલો નાખી દેવું અને તે સર્વ માટે તૈયાર છે.

વીડિઓ જુઓ :

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here