જીઓ ગીગાફાયબર માટે રજિસ્ટ્રેશન શરુ, ઓનલાઇન કરાવી શકો છો બુકિંગ, જાણો વધુ વિગત.

0

રિલાયન્સ જીયોએ ગીગાફાઈબરનું કોમર્શીયલ લોન્ચિંગની જાહેરાત કરી દીધી છે. પાંચ સપ્ટેમ્બરથી આખા દેશમાં ગીગાફાઈબરની બ્રોડબેંડ સેવાઓ કાયદેસર રીતે જ શરુ થઇ જશે. તેના માટે રિલાયન્સ જીયોએ રજીસ્ટ્રેશન પણ શરુ કરી દીધું છે. જો તમે પણ જીયો ગીગાફાઈબરની સેવાઓ લેવા માગો છો, તો વહેલી તકે રજીસ્ટ્રેશન કરાવી લો.

ત્રણ સરળ સ્ટેપ્સ દ્વારા કરી શકો છો રજીસ્ટ્રેશન

રિલાયન્સ જીયોએ જીયો ગીગાફાઈબરની સેવાઓ માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરુ કરી દીધી છે. ગીગાફાઈબર લેવા માટે તમે જીયો ડોટ કોમ ઉપર જઈને રજીસ્ટ્રેશન કરાવી શકો છો, સૌથી પહેલા તમે જીયો ડોટ કોમ ઉપર લોગઇન કરવાનું રહેશે. ત્યાં તમારે સૌથી ઉપર સ્લાઈડમાં જીયો ગીગાફાઈબર રજીસ્ટ્રેશનનું વિકલ્પ મળશે. તેની ઉપર ક્લિક કર્યા પછી નવું પેજ ખુલશે. ત્યાં તમારે તમારું ઘર કે ઓફીસનું સરનામું નોંધાવવું પડશે. ત્યાં તમારે નામ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી જેવી માહિતી માંગવામાં આવશે.

ત્યાર પછી તમારા મોબાઈલ ઉપર એક ઓટીપી આવશે. તે ઓટીપીને સાઈટ ઉપર નોંધતા જ તમારી રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂરી થઇ જશે. ત્યાર પછી તમારી ઉપર એક મેસેજ આવશે. તેમાં કહેવામાં આવશે કે ઉપલબ્ધી થતા જ કંપનીના પ્રતિનિધિ તમને કોલ કરીને આગળની પ્રક્રિયા પૂરી કરશે. જીયો ગીગાફાઈબર કનેક્શન લેવા માટે તમારે આધાર કાર્ડ કે કોઈ બીજા આઈડી પ્રૂફ અને સરનામાં માટે ચૂંટણી કાર્ડ પેન કાર્ડ, પાસપોર્ટ કે ડ્રાઈવિંગ લાયસન્સમાંથી કોઈ એક પૂરું પાડવાનું રહેશે.

ઘરે આવીને ઇન્સ્ટોલ કરશે બ્રોડબેંડ સીસ્ટમ

જીયોની ઉપલબ્ધ જાણકારી મુજબ, જો તમારી રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂરી થઇ જાય અને તમારા વિસ્તારમાં જીયો ગીગાફાઈબરની સેવાઓ ઉપલબ્ધ છે, તો કંપનીના એન્જીનીયર વહેલી તકે તમારા ઘરે આવશે અને બ્રોડબેંડ સીસ્ટમ ઇન્સ્ટોલ કરી દેશે. બે કલાકની અંદર તમારું બ્રોડબેંડ એક્ટીવ થઇ જશે. જીયોએ જણાવ્યું કે હાલમાં જીયો ગીગાફાઈબર અને ઈંસ્ટોલેશન કામ્લીમેંટરી તરીકે પૂરું પાડવામાં આવી રહ્યું છે. રીફંડેબલ સિક્યોરીટી ઉપરાંત ઈંસ્ટોલેશન માટે કોઈ ચાર્જ નહિ લેવામાં આવી રહ્યો.

૧૦૦ એમબીપીએસની સ્પીડ મળશે

રિલાયન્સ જીયોના જણાવ્યા મુજબ, તેમના બ્રોડબેંડ કનેક્શન ઉપર ૧૦૦ એમબીપીએસહી લઈને ૧ જીબીપીએસ સુધીની ઈન્ટરનેટ સ્પીડ મળશે. જીયો ગીગાફાઈબરના કનેક્શન માટે ગ્રાહકો પાસેથી હાલમાં કોઈ ચાર્જ નથી લેવામાં આવી રહ્યા. ગ્રાહકોને માત્ર રાઉટર માટે ૨૫૦૦ રૂપિયાની સિક્યોરીટી મની જમા કરાવવાની રહેશે. જે સંપૂર્ણ રીતે રીફંડેબલ છે.

જીયો ગીગાફાઈબરની માસિક ફી ૭૦૦ રૂપિયાથી લઈને ૧૦ હજાર રૂપિયા રાખવામાં આવી છે. તેમાં લેન્ડલાઇન અને ટીવી સેટટોપ બોક્સની સેવાઓ પણ રહેલી છે. જીયોની વેલકમ ઓફર હેઠળ જો કોઈ ગ્રાહક વર્ષનો પ્લાન ખરીદે છે, તો તેને એચડી કે 4k એલઈડી ટીવી અને 4k સેટટોપ બોક્સ મફતમાં આપવામાં આવશે. લેન્ડલાઇન દ્વારા તમામ કોલ્સ સંપૂર્ણ મફત રહેશે.

Jio Gigafiber પ્રીમીયમ સર્વિસની જાહેરાત કરવામાં આવી છે. તેની હેઠળ પ્રીમીયમ ગ્રાહક ઘરે બેઠા રીલીઝ થવા સાથે જ ફિલ્મ જોઈ શકશે. તેને જીયો તરફથી ‘ફર્સ્ટ ડે ફર્સ્ટ શો’નું નામ આપવામાં આવ્યું છે. રિલાયન્સની આ સર્વિસ વર્ષ ૨૦૨૦થી લોન્ચ થશે. કહેવાનો અર્થ એ છે કે જયારે કોઈ ફિલ્મ થીયેટરમાં રીલીઝ થશે ત્યારે તમારા ઘરમાં તે જોઈ શકશો તમારે થીયેટર જવાની જરૂર નહિ રહે.

પાંચ સપ્ટેમ્બરથી શરુ થનારો જીયો ફાઈબર પ્લાન 100 Mbps થી શરુ થશે. જીયો ફાઈબર સર્વિસ માટે ગાહ્કોને ૭૦૦ રૂપિયાથી ૧૦ હજાર રૂપિયા સુધીનો ચાર્જ આપવાનો રહેશે. જીયો ફાઈબર સર્વિસથી ઈંટરનેશનલ કોલિંગ સૌથી સસ્તા હશે. અમેરિકા અને કેનેડા કોલિંગ માટે અનલીમીટેડ પ્લાન ૫૦૦ રૂપિયા પ્રતિ મહીનાનો રહેશે.

જીયો ફાઈબરની વેલકમ ઓફરમાં ગ્રાહકોને એચડી અને 4K ટેલીવિઝન સાથે 4K સેટ ટોપ બોક્સ ફ્રી આપવામાં આવશે. રિલાયન્સની આ સર્વિસ હેઠળ તમે ઘરે બેઠા સેટ ટોપ બોક્સની મદદથી વિડીયો કોલ કરી શકશો. તેના માટે ગ્રાહકોએ જીયો ફોરએવર એનુઅલ પ્લાન લેવાનો રહેશે. આમ તો તેના માટે શું ચાર્જ હશે. તેના વિષે કંપનીએ જાણકારી આપી નથી.

આ માહિતી મનીભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.