Jio Gigafiber vs Airtel V-Fiber : દરેક બાબતે કયું બ્રોડબેન્ડ છે ફાયદાનો સોદો, જાણો વધુ વિગત.

0

આજકાલ ઈન્ટરનેટનો ઉપયોગ ઘણો વધી ગયો છે, અને તેને માટે માર્કેટમાં અનેક કંપનીઓ હરીફાઈમાં છે. આવી જ એક હરીફાઈ વિષે આજે જાણીશું.

રિલાયન્સ જીયોએ પોતાના ગીગાફાઈબરના પ્લાનની જાહેરાત કરી દીધી છે. જીયો ગીગાફાઈબર પ્લાનની શરુઆતની કિંમત ૭૦૦ રૂપિયા છે અને વધુમાં વધુ કિંમત ૧૦,૦૦૦ રૂપિયા છે. જીયોએ ગીગાફાઈબરના વાર્ષિક પ્લાન સાથે ફ્રીમાં સ્માર્ટ ટીવી અને 4kના સેટટોપ બોક્સ આપવાની પણ વાત કરી છે. અને એયરટેલની બ્રોડબેન્ડ સેવા પહેલાથી જ બજારમાં છે, તો આવો જાણીએ કઈ કંપનીની બ્રોડબેંડ સેવા સારી છે.

જીયો ગીગાફાઈબર પ્લાનના ફાયદા

જીયો ગીગાફાઈબરની વાત કરીએ તો તેના પ્લાનની શરુઆતની કિંમત ૭૦૦ રૂપિયા છે અને ઓછામાં ઓછી સ્પીડ 100Mbps છે અને પ્લાનના હિસાબે જ વધુમાં વધુ સ્પીડ 1Gbps સુધી મળશે. જોયોએ તે વાતની જાણકારી નથી આપી કે એયરટેલની જેમ જીયોના ગ્રાહક આ મહીને વધેલા ડેટાનો ઉપયોગ આવતા મહીને કરી શકશે કે નહિ. જીયોએ જણાવ્યું છે કે તેણે અમેજોન પ્રાઈમ વિડીયો અને નેટફ્લીક્સ જેવી કંપનીઓ સાથે વિડીયો માટે ભાગીદારી કરી છે. ગીગાફાઈબરના વાર્ષિક પ્લાન સાથે ફ્રીમાં સ્માર્ટ ટીવી અને 4kના સ્ટટોપ બોક્સ મળશે.

એયરટેલ બ્રોડબેંડ પ્લાનની શરુઆતની કિંમત ૭૯૯ રૂપિયા છે અને આ કિંમતમાં તમને 40Mbps સુધીની સ્પીડ સાથે 100GB ડેટા દર મહીને મળશે. તે ઉપરાંત એયરટેલ એપ્સના સબ્સક્રિપ્સન મળશે. એયરટેલ વી ફાઈબર સાથે નેટફ્લીક્સના ત્રણ મહિનાના સબ્સક્રિપ્સન ફ્રી મળે છે. તે ઉપરાંત એક વર્ષ માટે અમેજોન પ્રાઈમ ફ્રી મેમ્બરશીપ મળે છે. અને Zee5 ના પણ સબ્સક્રીપ્શન મળે છે અને વધેલા ડેટાને આગળના 6 મહિના સુધી ઉપયોગ કરવાની સુવિધા મળે છે. એયરટેલના પ્લાનમાં પણ લેન્ડલાઇન ઉપર અનલીમીટેડ કોલિંગ સુવિધા મળે છે.

તો બધું મળીને એમ કહી શકાય છે કે તમારે ૫ સપ્ટેમ્બર સુધી રાહ જોવી જોઈએ. કેમ કે જીયો ગીગાફાઈબર વિષે સંપૂર્ણ જાણકારી હજુ સામે આવી નથી, જેમ કે વધેલા ડેટા આવતા મહીને ઉપયોગ થઇ શકે કે નહિ.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.