વાળની જું નો કરો એક મીનીટમાં ગાયબ જાણો આ રીત થી તમને મળશે જુ અને લીખ થી છુટકારો

0

જું એક નાનું પરજીવી (parasite) છે જે વાળના મૂળ અને વાળના નીચેના ભાગ ઉપર ચોટી રહે છે, જ્યાં તે માથાની ચામડીમાંથી લોહી ચૂસીને જીવતી રહે છે. બાળકોમાં જું (lice in kids) થવાની સમસ્યા સામાન્ય છે. જો તમે જું વાળા કોઈ વ્યક્તિ સાથે સંપર્ક માં આવો છો તો તે તમને પણ થઇ શકે છે. સાથે જ જુ ની અસરવાળા વ્યક્તિની વસ્તુ જેવી કે દાંતિયો (Comb) અને કપડા (Cloths) વગેરે ઉપયોગ કરવાથી પણ જું થવાની શક્યતા રહે છે.

માથામાં જું થવાના સૌથી સામાન્ય લક્ષણ છે માથામાં ખંજવાળ આવવી અને માથાની ચામડી ઉપર લાલ ચકતા પડવા. તે ખુબ ઝડપથી વધે છે તેથી તેને વહેલાસર દુર કરવી ખુબ મુશ્કેલ હોય છે. થોડા ઘરગથ્થું ઉપચાર દ્વારા જું થી છુટકારો મેળવી શકાય છે.

ઘણા લોકો માથાની જું થી છુટકારો મેળવવા માટે બજારની દવાઓ નો ઉપયોગ કરે છે તે જાણતા હોવા છતાં કે તે બનાવટ chemicals થી ભરપુર છે અને તે products ની આપણા આરોગ્ય ઉપર કેટલી ખરાબ અસર થઇ શકે છે ખાસ કરીને બાળકો ના આરોગ્ય ઉપર. કોઈપણ બીમાંરીના ઈલાજ માટે આયુર્વેદિક નો સહારો લઇ શકાય છે.

તો આવો જાણીએ કેવી રીતે કરવો માથાની જું નો આયુર્વેદિક ઈલાજ. તે પણ કોઈ આડ અસર વગર. બાળકોના આરોગ્ય ને ધ્યાનમાં રાખીને ખાસ કરીને બાળકો માટે બનાવવામાં આવેલ છે.

સામગ્રી :

* સફેદ સિરકા (White Vinegar)

* Mouthwash (માઉથવોશ)

* જું દાંતિયો (કાંસકી)

* સાવર ટોપી (Shower Cap)

રીત :

* પહેલા બાળકોના માથાને muthwash થી ધોઈને ભીનું કરી લો. અને 60 મિનીટ માટે શાવર કેપ પહેરી લો.

* હવે શાવર કેપ ને ઉતારીને વાળને વિનેગર થી ધોઈ લો અને પછી ફરી 60 મિનીટ માટે શાવર કેપ પહેરો.

* આ બધા પછી વાળને શેમ્પુ થી ધોઈ ને સાફ કરો અને lice comp થી વાળને ઓળી લો.

આ પ્રયોગ થી વાળ જું અને લિખ રહિત થઇ જશે.

આ સિવાય બીજા પ્રયોગ પણ છે

– ડુંગળી નો રસ માથા માં ભરવાથી જુ મરે છે.

– તમાકુ પાણી માં મિક્સ કરી ને તે પાણી માથે ચોપડી ઉપર પાટો બાંધી ને કે શાવર કેપ થી 5 થી 6 કલાક ઢાંકી ને પછી અરીઠા થી માથું ધોવાથી જુ અને લિખ મરી જાય છે.

– સીતાફળ ના બીજ નું ચૂર્ણ માથા ના વાળ માં ભરવાથી જુ મરે છે.

બીજા ફેશ્બુક પેજ વેબસાઈટ નાં લોકો માટે હાથ જોડી ને વિનંતી આ બધા આર્ટીકલ ગુજ્જુ ફેન ક્લબ અને ગુજરાતી મસ્તી નાં છે કૃપા કરી ને કોપી નાં કરસો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here