370 વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી ઉપર ચીફ જસ્ટીસે કહ્યું – અડધો કલાક વાંચી પણ સમજાયુ નહિ કહેવા શું માંગો છો?

0

જ્યારથી કલમ ૩૭૦ દુર કરવામાં આવી છે, ત્યારથી રોજ તેના વિષે અનેક પ્રકારના સમાચારો મીડિયામાં વહેતા રહે છે.

વકીલ એમએલ શર્માએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને સરકારના કલમ ૩૭૦ દુર કરવાના નિર્ણયને અસંવેધાનીક ગણાવ્યું હતું.

સુપ્રીમ કોર્ટે કહ્યું – આ કેવા પ્રકારની અરજી છે, આ તો મેન્શનને લાયક પણ નથી

નવી દિલ્હી. જમ્મુ કાશ્મીર માંથી કલમ ૩૭૦ દુર કરવાના નિર્ણયની વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી ઉપર સુપ્રીમ કોર્ટે શુક્રવારે સુનાવણી કરવાની ના કહી દીધી. ચીફ જસ્ટીસ રંજન ગોગાઈએ અરજદારને ઠપકો આપતા કહ્યું કે મેં અડધો કલાક અરજી વાચી. તેમ છતાં પણ સમજાયું નહિ કે તમે શું કહેવા માગો છો. આ કેવા પ્રકારની અરજી છે? આ તો મેન્શનને લાયક પણ નથી.

તેની ઉપર સેલીસીટર જનરલ તુષાર મેહતાએ કહ્યું, સુરક્ષા એજન્સીઓ રોજ કાશ્મીરની સ્થિતિની સમીક્ષા કરી રહી છે. અમને જમીનની હકીકત વિષે ખબર છે. વકીલ મનોહર લાલ શર્માએ કલમ ૩૭૦ દુર કરવાના સરકારના નિર્ણયના બીજા દિવસે જ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી કેસ ઉપર તરત સુનાવણી કરવાની માંગણી કરી હતી. આમ તો કોર્ટે તેને સ્પષ્ટ ના કહી દીધી હતી.

કાશ્મીરને લઈને એક બીજી અરજી ઉપર પણ થશે સુનાવણી

ચીફ જસ્ટીસ રંજન ગોગાઓ, જસ્ટીસ એસએ બોબડે અને જસ્ટીસ એસએ નજીરની ખાસ બેચ અરજદાર વકીલ એમએલ શર્મા ઉપરાંત કાશ્મીર ટાઈમ્સના એગ્જીકયુટીવ એડિટર અનુરાધા ભસીનની અરજી ઉપર પણ સુનાવણી કરશે. ભસીને કાશ્મીરમાં મોબાઈલ ઈન્ટરનેટ અને લેન્ડલાઇન સેવા સહીત સંચારના તમામ માધ્યમ ફરી શરુ કરવાની અપીલ કરી છે. જેથી મીડિયા રાજ્યમાં યોગ્ય રીતે પોતાનું કામ કરી શકે.

જમ્મુ કાશ્મીર માંથી પ્રતિબંધ ઉપર નિર્ણયને ટાળી ચુકી છે સુપ્રીમ કોર્ટ

તે પહેલા સુપ્રીમ કોર્ટે મંગળવારે કોંગ્રેસ નેતા તહસીન પુનાવાલાની અરજી ઉપર સુનાવણી કરી હતી. પુનાવાલાએ પણ જમ્મી-કાશ્મીર માંથી કર્ફ્યું દુર કરવા, ફોન-ઈન્ટરનેટ અને સમાચાર ચેનલ ઉપર લગાવવામાં આવેલા પ્રતિબંધ દુર કરવાની માંગણી કરી હતી. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન સરકારને પૂછ્યું કે રાજ્યમાં પ્રતિબંધ ક્યાં સુધી ચાલુ રહેશે? સરકારે કહ્યું કે ત્યાં સ્થિતિ ઘણી સંવેદનશીલ છે અને પ્રતિબંધ બધાના હિતોમાં છે. સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીર માંથી પ્રતિબંધ દુર કરવા વિષે હાલમાં કોઈ પણ આદેશ આપવા માટે ના કહી દીધી.

સરકારે કોર્ટને કહ્યું હતું કે અમે રાજ્યની સ્થિતિની દરરોજ સમીક્ષા કરી રહ્યા છીએ. ત્યાં લોહીનું એક ટીપું પણ નથી પડ્યું, કોઈનો જીવ નથી ગયો. ત્યાર તેમ છતાં પણ સુપ્રીન કોર્ટે સુનાવણી બે અઠવાડિયા માટે એવું કહીને ટાળી દીધી કે અમે જોઈએ છીએ ત્યાં શું થાય છે? કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને કહ્યું ૨૦૧૬માં આવા પ્રકારની સ્થિતિને સામાન્ય થવામાં ૩ મહિનાનો સમય લાગ્યો હતો. સરકારના પ્રયાસ છે કે વહેલી તકે સ્થિતિ ઉપર કાબુ મેળવી શકાય.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.