કામ ન મળવા પર એક એક રૂપિયા માટે રઝળતા થઇ ગયા આ 5 એક્ટર્સ, કોઈ બન્યું ગાર્ડ તો કોઈ આવ્યો રસ્તા પર

0

બોલીવુડમાં કામ કરવા વાળા દરેક કલાકારો વિષે સામાન્ય લોકોમાં એક એવી માન્યતા ફેલાયેલી હોય છે કે તેમની પાસે પૈસાની કોઈ ખામી નહિ હોય. પરંતુ એવું નથી ફિલ્મોથી ઘણી લોકપ્રિયતા મેળવનારા કલાકારો પાસે પણ જો કામ ન હોય તો તેને પૈસાની તંગી પડી જાય છે. જે કલાકારો થોડા સમય માટે ફિલ્મોમાં દેખાય છે, તો તેમની સાથે શું થાય છે તેના વિષે કોઈને ખબર નથી. પરંતુ અમે તમને તેના વિષે જણાવીશું જયારે કામ ન મળવા ઉપર એક-એક રૂપિયા માટે ભટકતા હતા આ પાંચ કલાકારો, તમને યાદ છે તેમાંથી કોઈ એક કલાકાર?

એક-એક રૂપિયા માટે ભટકતા હતા આ પાંચ કલાકારો

બોલીવુડમાં ક્યારે કોનો સમય આવી જાય અને જતો રહે કાંઈ કહી નથી શકાતું. અહિયાં મોટા મોટા રાજા પણ કંગાળ થઇ જાય છે અને જે ગરીબ છે તેમનું નસીબ ખુલી જાય છે. આજે અમે તમને બોલીવુડના એવા જ કલાકારો વિષે જણાવીશું જે એક સમયમાં ફિલ્મોમાં રાજ કરતા હતા પરંતુ આજે ભાગ્યે જ તેને કોઈ ઓળખી શકે.

સતીશ કૌલ

અમિતાભ બચ્ચન અને દિલીપ કુમાર જેવા કલાકારો સાથે કામ કરી ચુકેલા સતીશ કૌર પણ આર્થિક તંગી સામે ઝઝૂમી રહ્યા છે. ૮ સપ્ટેમ્બર ૧૯૫૪ના રોજ તેમનો જન્મ થયો હતો અને વર્ષ ૨૦૧૯માં તેના વિષે સમાચાર છાપવા ઉપર પંજાબ સરકારે પાંચ લાખની મદદ મોકલી હતી. ખાસ કરીને સતીશ પાસે જે બચત હતી તે એક ધંધામાં ડૂબી ગઈ હતી અને ત્યાર પછી તેની હાલત નાજુક થઇ ગઈ હતી અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

પૂજા ડડવાલ

બોલીવુડ હિરોઈન પૂજા ડડવાલે સલમાન ખાન સાથે કામ કર્યું હતું. પરંતુ આજે એની હાલત ઘણી ખરાબ થઇ ગઈ છે અને તેની સારવાર પણ નથી કરાવી શકતી. હિરોઈને જણાવ્યું કે તેની મદદ માટે જયારે સલમાન ખાનનો સંપર્ક કરવામાં આવ્યો તો તે આગળ આવ્યા. તેને લાંબા સમયથી ફેફસા સંબંધી બીમારી છે અને તેની સારવાર એક હોસ્પિટલમાં ચાલી રહી છે. તમને જણાવી આપીએ કે વર્ષ ૧૯૯૫માં ફિલ્મ ‘વીરગતિ’ માં જોવા મળી હતી.

સવી સિદ્ધુ

સવી સિદ્ધુએ અનુરાગ કશ્યપ સાથે ફિલ્મ ‘પાંચ’ થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી, પરંતુ તે ફિલ્મ બોક્સ ઓફીસ ઉપર રીલીઝ ન થઇ શકી હતી. ત્યાર પછી તેમણે અનુરાગની ફિલ્મ ગુલાબ અને બ્લેક ફ્રાઈડે, અક્ષય કુમાર સાથે પટીયાલા હાઉસમાં કામ કર્યું હતું. સવી પાસે કામની ખામી ન રહી, તેણે યશરાજ બેનર અને સુભાષ ધાઈ સાથે પણ કામ કર્યું. પરંતુ એક સમય એવો આવ્યો કે હવે તેને ગાર્ડની નોકરી કરવી પડી રહી છે કેમ કે તેને ઘરના ખર્ચા પુરા કરવાના હોય છે.

રાજેન્દ્ર કુમાર

વર્ષ ૧૯૬૩-૬૬ દરમિયાન રાજેન્દ્ર કુમારની દરેક ફિલ્મો સુપરહિટ થતી હતી. તેવામાં કહેવામાં આવે છે કે તે સમયે રાજેન્દ્ર કુમારની જ ફિલ્મો લાગેલી રહેતી હતી અને બધી ફિલ્મો સિલ્વર જુબલી થઇ જતી હતી. પરંતુ તેમના જીવનમાં એવો સમય પણ આવ્યો જયારે તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તેમની સ્થિતિ એટલી ખરાબ થઇ ગઈ હતી કે તેને પોતાનો બંગલો પણ વેચવો પડ્યો હતો. આ બંગલો છોડતી વખતે રાજેન્દ્ર કુમાર ધ્રુસકે ધ્રુસકે રડ્યા હતા. કેમ કે જેને તેમણે ઘણી આશાઓ સાથે બનાવરાવ્યો હતો.

મહેશ આનંદ

૯૦ના દશકમાં બોલીવુડની ઘણી ફિલ્મોમાં જોવા મળતા કલાકાર મહેશ આનંદનું હાલમાં જ અવસાન થઇ ગયું છે. તેમનું શબ સડી ગયેલી સ્થિતિમાં તેમના ઘરમાંથી મળ્યું હતું અને ત્યાં તે એકલા રહેતા હતા. ૫૭ વર્ષની ઉંમરમાં મહેશ આનંદની આર્થિક સ્થિતિ સારી ન હતી અને તેને ૧૮ વર્ષોથી ફિલ્મોમાં કામ મળી રહ્યું ન હતું. જો કે તેમણે બોલીવુડમાં શહંશાહ, કુલી નંબર-૧, કુરુક્ષેત્ર, સ્વર્ગ, થાનેદાર, વિશ્વાત્મા, ગુમરાહ, બેતાજ બાદશાહ, તુફાન, ખુદ્દાર, આગ કા ગોળા, લહુ કે દો રંગ જેવી ન જાણે કેટલી સફળ ફિલ્મોમાં કામ કર્યું.

આ માહિતી ન્યુઝટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.