54 વર્ષના થઈ ગયેલા કરિશ્મા કપૂરના એક્સ હસબન્ડ પાંચ વખત બની ચુક્યા છે પિતા, થઇ ચુક્યા છે..

0

બોલીવુડમાં ઘણા એવા કલાકારો છે જેમણે લગ્ન તો યોગ્ય ઉંમરે સમયસર કર્યા પરંતુ બાળકો થયા પછી એમના લગ્ન તૂટી ગયા. તેમાંથી એક મોટા લગ્ન હતા અભિનેત્રી કરિશ્મા કપૂરના. તેમણે ૨૦૦૩માં દિલ્હીના રહેવાસી એવા એક મોટા બિઝનેસમેન સંજય કપૂર સાથે કર્યા હતા. તેમના લગ્ન થયા અને બાળકો પણ થયા. અને પછી વર્ષ ૨૦૧૬માં તેમણે છૂટાછેડા લઇ લીધા. ચોક્કસ કારણ તો સામે નથી આવ્યું, પરંતુ અમુક વાતો સમાચારોમાં છવાઈ હતી.

આમ તો સંજય કપૂરે છૂટાછેડા પછી તરત ફરી લગ્ન કર્યા, અને હવે તે ફરી એક વખત પિતા બની ગયો હતો. કરિશ્માથી તેને એક દીકરો અને દીકરી છે. ૫૪ વર્ષના થઇ ગયા છે કરિશ્મા કપૂરના એક્સ હસબેંડ. પાંચ વખત બન્યા પિતા, તે પહેલા પણ કર્યા છે બે લગ્ન.

૫૪ વર્ષના થઇ ગયા કરિશ્મા કપૂરના એક્સ હસબેંડ, પાંચ વખત બન્યા પિતા :

સંજય કપૂર હવે ૫૪ વર્ષના થઇ ગયા છે, જયારે કરિશ્મા કપૂર લગભગ ૪૭ વર્ષની છે. કરિશ્મા કપૂર અને સંજય કપૂરના લગ્ન વર્ષ ૨૦૦૩માં થયા. તે દરમિયાન સંજયના તે બીજા લગ્ન હતા. તે પહેલા સંજયના એક લગ્ન થઇ ગયા હતા અને પહેલી પત્ની દ્વારા પણ તેને બે બાળકો હતા.

કરિશ્મા કપૂરની અભિષેક બચ્ચન સાથે સગાઈ તૂટી તો તેમણે પોતાના કુટુંબના બતાવેલા છોકરા એટલે સંજય સાથે લગ્ન કરી લીધા. એ પછી બે બાળકો પણ થઇ ગયા. પરંતુ પાછળથી બંનેમાં લડાઈ-ઝગડાના કિસ્સા સામે આવવા લાગ્યા, અને છેવટે વર્ષ ૨૦૧૬માં તે સમય આવી જ ગયો જયારે બંને અલગ થઇ ગયા.

બાળકો કરિશ્મા પાસે જ છે, અને એવા સમાચારો ઘણા છવાયેલા રહ્યા કે સંજયે આ છૂટાછેડા સાથે ભરણપોષણ તરીકે કરિશ્માને લગભગ ૨૦ કરોડ રૂપિયા આપ્યા. પછી ૨૦૧૭ આવતા આવતા સંજયે ત્રીજા લગ્ન મોડલ પ્રિયા સચદેવ સાથે કર્યા, અને તેને એક દીકરો થયો હતો, જેનું નામ અજારીયસ રાખ્યું છે.

સંજય કપૂરનું આ પાંચમું સંતાન છે, અને તેનું નામ સંજય અને પ્રિયાએ તૈમુર અલી ખાનના નામ સાથે ભળતું એકદમ યુનિક રાખ્યું છે. જેવી રીતે સંજય કપૂરે પોતાના આ લગ્નના ફોટા સોશિયલ મીડિયા ઉપર શેર કર્યા હતા, તેવી રીતે બાળકોના કોઈ ફોટા શેરય નથી કર્યા. સંજય કપૂરની પહેલી પત્ની ડિઝાઈનર નંદીતા મથાની હતી, અને નંદીતાથી પણ તેને બે બાળકો થયા હતા. પછી કરિશ્મા સાથે લગ્ન થયા અને એની સાથે પણ બે બાળકો થયા, અને હવે આ તેનું પાંચમું બાળક છે.

એકલી જ કરી રહી છે બાળકોનો ઉછેર :

૯૦ના દશકમાં કરિશ્મા કપૂરની બોલબાલા હતી. લગભગ દરેક બીજી ફિલ્મમાં કરિશ્મા કપૂર મુખ્ય હિરોઈન તરીકે જોવા મળતી હતી. કરિશ્મા કપૂરે વર્ષ ૧૯૯૧માં પોતાની બોલીવુડ કારકિર્દીની શરુઆત કરી અને તે દરમિયાન તેમણે જીગર, ગોપીકિશન, દિલ તો પાગલ હે, જીત, રાજા હિન્દુસ્તાની, હીરો નં-૧, રાજા બાબુ, ખુદ્દાર, દુલારા, રક્ષક, જુડવા અને શક્તિ જેવી ફિલ્મોમાં સુંદર અભિનય કર્યો.

લગ્ન પછી કરિશ્માએ ફિલ્મોમાં આવવાનું બંધ કરી દીધું, પરંતુ હવે કરિશ્મા કહે છે કે તે તેની સૌથી મોટી ભૂલ હતી. હવે તે પોતાના બંને બાળકોનો ઉછેર એકલી જ કરી રહી છે, અને હાલમાં જ તે શાહરૂખ ખાનની ફિલ્મ ‘ઝીરો’ માં તે સ્વ. હિરોઈન શ્રીદેવી સાથે જોવા મળી, જેનો તેને ઘણો આનંદ છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.