7 કરોડ માટે પુછાયો ક્રિકેટ સાથે જોડાયેલો એવો સલાવ, કે યુઝરે જણાવ્યું : ‘સચિનને પણ નહિ ખબર હોય જવાબ’

0

વર્ષોથી ટીવી પર આવતા અલગ અલગ શો લોકોનું મનોરંજન કરી રહ્યા છે. પણ કેબીસી જેવા શો જેમાં વ્યક્તિના જ્ઞાન ભંડોળની પરીક્ષા થતી હોય, એવા શો લોકોને ખુબ જલ્દી પોતાની તરફ આકર્ષે છે. એના દ્વારા લોકો પોતાના ઘરે બેઠા બેઠા પણ પોતાનું જ્ઞાન પણ ચકાશે છે. અને લોકોને નવું નવું જાણવા પણ મળે છે. લોકોને કેબીસી શો ખુબ ગમે છે, એટલે જ તો તે 11 મી સીઝન સુધી પહોંચી ગયો છે. લોકોની નવું નવું જાણવાની જિજ્ઞાસા એમને આ શો તરફ વાળે છે. અને આ વખતે પણ આ શો ઘણો પોપ્યુલર રહ્યો છે.

જણાવી દઈએ કે, આઈએએસની તૈયારી કરી રહેલા સનોજ રાજ ‘કોન બનેગા કરોડ પતિ’ ની સીઝન 11 ના પહેલા કરોડપતિ બની ગયા છે. અમિતાભ બચ્ચનની સામે હોટ સીટ પર બેસેલા સનોજ શરૂઆતમાં ઘણા નર્વસ પણ હતા પણ 15 સવાલોના સાચા જવાબ આપવામાં સફળ રહ્યા. પછી 7 કરોડના સવાલ પર સનોજ અટકી ગયા અને એમણે શો છોડવાનો નિર્ણય લીધો. આ જેકપોટ સવાલ પર અમિતાભ બચ્ચને સનોજને સતર્ક કર્યા કે, જો તે સાચો જવાબ જાણતા હોય તો જ આગળ રમે. સનોજને જે 7 કરોડનો સવાલ પૂછવામાં આવ્યો હતો એને લઈને ટ્વીટર પર મજેદાર રિએક્શન આવી રહ્યા છે.

બિગ બી એ સનોજને 7 કરોડ રૂપિયા માટે 16 મો સવાલ પૂછ્યો. 16 મો સવાલ હતો, ‘ઓસ્ટ્રેલિયન દિગ્ગજ બેટ્સમેન સર ડૉન બ્રેડમેને કયા ભારતીય બોલરની બોલિંગ પર એક રન બનાવીને પ્રથમ શ્રેણીની 100 મી સદી પુરી કરી હતી?’ આ સવાલ ઘણો અઘરો હતો અને સનોજ રિસ્ક લેવા માંગતા ન હતા. એટલે એમણે કવીટ કરવાનો નિર્ણય લીધો. શો છોડવાના એલાન પછી જયારે અમિતાભે સનોજને અંદાજો લગાવવા માટે કહ્યું, તો એમણે જણાવ્યું ‘કોમાંદુર રંગચારી’. જયારે આ સવાલને સાચો જવાબ છે, ‘ગોગુમલ કિશન ચંદ.’

7 કરોડ વાળો જેકપોટ સવાલ ઘણો મુશ્કેલ હોવાને કારણે એ ટ્વીટર પર ચર્ચાનો વિષય બની ગયો. ઘણા લોકોને એવું લાગ્યું કે, આ સવાલ જો કોઈ ક્રિકેટ કોચને પણ અચાનક પૂછી લેવામાં આવે, તો એ પણ આનો જવાબ નહિ આપી શકે. મિત્રો, આ સવાલને લઈને ટ્વીટર પર એક યુઝરે ક્રિકેટ કમેન્ટર હર્ષા ભોગલેને ટેગ કરીને લખ્યું કે, ‘સર, શું તમને આનો જવાબ ખબર છે?’ તેમજ આ મુશ્કેલ સવાલને લઈને એક યુઝરે લખ્યું કે, ‘મને લાગે છે કે ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરને પણ આ 7 કરોડના સવાલનો જવાબ નહિ ખબર હોય. સનોજ તમે ઘણું સરસ રમ્યા.’

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.