જેને તમે વગર કામનું સમજીને ફેંકી દો છો, જયારે જાણસો તેના આટલા ફાયદા તો ચકિત થઇ જશો.

કેળું દુનિયાભરમાં જોવા મળતું સામાન્ય ફળ માંથી એક છે, અને ઘણી વાર લોકો કેળાનો આનંદ નાસ્તાના રૂપમાં પણ લે છે. આ એક સુપરફુડ છે જે ઘણી બીમારીઓની દવામાં મદદ કરે છે. કેળું આપણા સ્વાસ્થ્ય માટે ખુબ સારું માનવામાં આવે છે. આપણા માંથી 99 ટકા જેટલા લોકો કેળા ખાધા પછી તેની છાલ કેફી દે છે, પરંતુ તમને એ ખબર છે કે જે છાલ અમે અને તમે ફેંકી દો છો તે આપણા માટે કેટલું લાભકારક છે.

કેળાની છાલમાં એન્ટીઓક્સીડેન્ટ્સ, એન્ટિફંગલ (ફંગસરોધી), આંટીબેક્ટેરિયલ (જીવાણુરોધી) અને એન્જાઈમન જોવા મળે છે. આના સિવાય આમ વિટામિન બી 6, બી 12, મેગ્રીશિયમ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. આ બધા પોષક તત્વો આપણી સુંદરતાને નિખારવામાં પણ આપણી મદદ કરે છે.

દાંતના માટે :

તમે તમારા પીળા દાંતથી પરેશાન છો અને મોતી જેવા સફેદ દાંત ઈચ્છો છો તો કેળાની છાલને ફેંકતા નહિ. કેળાની છાલમાં સિટ્રિક એસિડ જોવા મળે છે, જેના ઉપયોગથી તમારા પીળા દાંત મોતીની જેમ ચમકવા લાગશે. આના માટે તમારે કેળાની છાલના સફેદ ભાગને થોડા સમય માટે પોતાના પીળા દાંત પર રગડો, પછી તમારે તમારા દાંતને ટુથપેસ્ટ થી સાફ કરી લો, થોડાક અઠવાડિયા આવું કરતા રહેવાથી તમારા દાંતનું પીળાપણું દૂર થઇ જશે.

મસ્સાના માટે :

જો તમે માસ્સા થી પરેશાન છો તો કેળાની છાલનો ઉપયોગ કરો. કેળાની છાલમાં રહેલ એન્ટીઓક્સીડેન્ટ અને એંજાઈમ મસ્સાથી છુટકારો અપાવવામાં મદદ કરે છે. આના માટે તમારે કેળાના છાલને માસ્સા પર લગાવીને તેના પર પટ્ટી બાંધી લો અને તેને પટ્ટીને રાતભર રાખી મુકો અને બીજી સવારે તેને નીકળી લો. થોડાક અઠવાડિયા એવું કરવાથી મસ્સાથી છુટકારો મેળવી શકો છો.

ખીલના માટે :

કેળાની છાલ ખીલના ઈલાજ માટે ખૂબ સારી છે. કેળામાં એન્ટીઓક્સીડેન્ટની શક્તિ હોય છે. આ છાલ દુખાવા કરવા વાળી વિષાક્ત પદાર્થોને દુર કરવામાં મદદ કરે છે અને ખીલથી છુટકારો અપાવે છે. આમાં એન્ટી ઈફ્લેમેટરી ગુણ પણ હોય છે જે ત્વચાના સોજા થી છુટકારો આપવામાં મદદ કરે છે.

આના માટે તમે સૌથી પહેલા ત્વચા ને ઠંડા પાણીથી ધોઈ લો,પછી સાફ રૂમાલથી ત્વચાને સારી રીતે સુકવી લો. હવે કેળાની છાલના સફેદ ભાગથી પોતાની ત્વચાને 5 મિનિટ સુધી માલિશ કરો.હવે 20 મિનિટ પછી ત્વચાએ ઠંડા પાણીથી સારી રીતે ધોઈ લો.આવું દરરોજ 2 થી 3 વાર કરવાનું છે. આનાથી તમે ખીલથી છુટકારો મેળવી શકો છો.

તમે કેળાની છાલની સાથે હળદર પાઉડર મિક્ષ કરીને 5 મિનિટ માલિશ કરો,પછી 15 મિનિટ પછી નવસેકા પાણીથી ધોઈ લો.આવી રીતે દરરોજ 2 વાર કરવાથી ખીલથી આરામ મળશે.

ચહેરાના દાગ ધબ્બા દુર કરવા માટે :

કેળાના છાલથી ચહેરાના દાગ અને ધબ્બાને પણ દૂર કરી શકાય છે, આમાં રહેલ વિટામિન એ, બી, સી અને ઈ આપણા ત્વચાના દાગ ઘબ્બાને હટાવવામાં મદદ કરે છે. આના સિવાય કેળાની છાલમાં એન્ટીઓક્સીડેન્ટ છે જે ત્વચાના કાળા ઘબ્બાને હટાવવામાં મદદ કરે છે.

આ માટે તમે કેળાના છાલના સફેદ ભાગને પોતાની ત્વચા પર 5 થી 10 મિનિટ સુધી રગડો, પછી ઓછામાં ઓછું 20 મિનિટ સુધી છોડી દો. આવું દરરોજ 2 થી 3 વાર કરો.

ખજવાળથી આપે નિજાત:

મોટા ભાગે બાગ કે રસ્તામાં ચાલતા સમયે મચ્છર અને કીડા કરડી જાય છે, જેના કારણે ખજવાળ આવે છે.કેળાની છાલમાં પોલીસેચરાઈડ જોવા મળે છે જે ત્વચાની કોશિકાઓને રિસાવ અને સોજાને ખત્મ કરી નાખે છે.આના માટે કેળાની છાલને ખજવાળ વાળી જગ્યા પર 5 મિનિટ સુધી માલીસ કરો,પછી 20 મિનિટ પછી ત્વચાને ઠંડા પાણીથી ધોઈ લો.જરૂર પડે તો પાછી આ પ્રક્રિયા કરી શકો છો.

ત્વચા માંથી ખીલના ડાઘા નીકળવા માટે :

હમેશા આપણી ત્વચા પર ખીલના ડાઘા નીકળી આવે છે અને આપણી ત્વચા ખરાબ દેખાવવા લાગે છે. કેળાની છાલમાં રહેલ એજેમોની મદદથી ત્વચાના ખીલના ડાઘાને હટાવી શકાય છે.આના માટે ખીલના ડાઘા વાળી જગ્યા પર કેળાની છાલને રાત ભાર ત્યાં લગાવીને છોડી દો.આવું થોડા દિવસ કરવાથી ખીલના ડાઘાથી છુટકારો મેળવી શકો છો.

ઘા કરે સારું :

ક્યારે ક્યારે કંઈક કરતા સમયે આપણા હાથોમાં કે કોઈ પણ જગ્યાએ કંઈક લાગી જાય છે અને કંઈક ઘુસી જાય છે,જે આપણને ખુબ દુખાવો આપે છે. આનાથી છુટકારો મેળવવા માટે કેળાની છાલ ખુબ મદદ કરે છે.આમ રહેલ એંજાઈમ ત્વચામાં અટકેલ પદાર્થને નીકળી લે છે અને તે ઘા ને સારું કરવામાં મદદ કરશે.આના માટે કેળાની છાલને ઘા વાળી જગ્યા પર લગાવીને પટ્ટી બધી લો અને રાત ભાર છોડી દો.સવારે પટ્ટીને ખોલી દો,આવું કરવાથી અટકેલ પદાર્થ નીકળી જાય છે.

કરચલીઓથી મેળવો છુટકારો :

કેળાની છાલના ઉપયોગથી ત્વચાની લાઈનો અને કરચલીઓથી પણ નિજાત મેળવી શકો છો.કેળાની છાલમાં રહેલ એન્ટીઓક્સીડેન્ટ લાઈનો અને કરચલીઓ હટાડીને ઉંમર વધવાની પ્રક્રિયાને રોકે છે અને તમારી ત્વચા ચમકવા પણ લાગે છે.

આના માટે કેળાની છાલના સફેદ ભાગને ચહેરા પર 10 મિનિટ રગડો,પછી 30 મિનિટ પછી નવસેકા પાણીથી ચહેરો ધોઈ લો.આવું દરરોજ કરો.

સોરાયિસસમાં કરે મદદ :

સોરાયસીસ (Psoriasis) આ એક પ્રકારનો ત્વચા રોગ છે.આ રોગમાં ત્વચા લાલ થઇ જાય છે અને ખજવાળ થવા લાગે છે.આનું ઈલાજ કેળાની છાલ દ્વારા કરી શકાય છે.આમાં રહેલ એન્ટીઓક્સીડેન્ટ થી ત્વચાને રક્ષા કરવામાં મદદ કરે છે,અને ફૈટી એસિડ પણ ત્વચાને સુકાપણું અને ખજવાળ જેવા લક્ષણોથી નિજાત આપવામાં મદદ કરે છે.

આના માટે કેળાની છાલના સફેદ ભાગથી સોરાયસીસ નિશાનો પર 20 મિનિટ સુધી માલિશ કરો અને 30 મિનિટના માટે છોડી દો.હવે તમારે તમારા ચહેરાને ધોઈ લો,આવું દિવસમાં ઓછામાં ઓછું બે વાર જરૂર કરો.

પીડાથી આપે છુટકારો :

જો તમારા શરીરમાં કોઈ જગ્યાએ ખુબ વધારે પીડા થઇ રહી છે તો તમે કેળાની છાલની મદદથી દૂર કરી શકો છો. આમ રહેલ એન્ટીઓક્સીડેન્ટ દુખાવાને દૂર કરવામાં મદદ કરે છે. આના માટે તમે કેળાના છાલને પીડા વળી જગ્યા પર 30 મિનિટ સુધી લગાવીને છોડી દો, તમને પીડાથી જલ્દી રાહત મળશે.