બાળકો થી લઈ ને વડીલો સુધી દરેક ને પસંદ પડતું ખંભાતનું ફેમસ પાપડ ચવાણું ધરે બનાવવાની રીત

0

આજે આપણે બનાવીશું પાપડ ચવાણું. પાપડ ચવાણું ખંભાતનું સુખડિયાનું ખુબ ફેમસ છે. સુખડિયાંનું પાપડ ચવાણું અને હલવાસન આ બે વસ્તુનું નામ લગભગ દરેક જાણે સાંભળ્યું હશે અને ટેસ્ટ પણ કરેલું હશે તો એવુજ પાપડ ચવાણું આપણે ઘરે કેવી રીતે બનાવવું તે આપણે જોઈશું, આ પાપડ ચવાણામાં સેવ, મમરા અને પાપડનું કોબિનેસન હોય છે. તો પણ આ ચાવાળું ટેસ્ટમાં ખુબજ સરસ લાગતો હોય છે. તો ચાલો એવું જ પાપડ ચવાણું ઘરે કેવી રીતે બનાવવું એ આપણે જોઈએ.

સામગ્રી

5 કપ મમરા

10 અડદના પાપડ

1.5 કપ બેસન સેવ

3-4 મોટી ચમચી તેલ

1 નાની ચમચી હળદળ

2 નાની ચમચી લાલ મરચાનું પાઉડર

વઘાર માટે સામગ્રી

2 મોટી ચમચી તેલ

1.5 નાની ચમચી લાલ મરચાનું પાઉડર

1/2 નાની ચમચી હળદળ

1/2 નાની ચમચી હિંગ

1/4 નાની ચમચી લીંબુના ફૂલનો પાઉડર

1.5 મોટી ચમચી સાકરનો પાઉડર

રીત

સૌ પ્રથમ એક કઢાઈ માં તેલ ગરમ કરવા મૂકી દો અને જ્યારે તેલ ગરમ થાય ત્યારબાદ અડદના પાપડ તેમાં ફ્રાઈ કરી લેવાના છે. ફ્રાઈ કર્યા બાદ જે તેલ વધ્યું છે તેજ તેલ મમરા બાંધવામાં ઉપયોગમાં લઇ લેવાનું છે. તેલ ગરમ હોય ત્યારે ગેસને ધીમે કરીને તેમાં સૌથી પહેલા હળદળ એડ કરવાની, હળદર મિક્ષ થઇ જાય તેલમાં ત્યારબાદ મમરા એડ કરવાના છે. ગેસને મીડીયમ કરી મમરા ને મિક્ષ કરી લેવાના છે.

હળદળનું સરસ કોટિંગ થઇ જાય ત્યારબાદ તેમાં થોડું મીઠું એડ કરવાનું છે. આપણે સેવ અને પાપડ એડ કરવાના છે એટલે તેમાં પહેલાથી મીઠું હોય એટલે આમાં પહેલાથી થોડું જ મીઠું એડ કરવાનું છે. આને સરસ રીતે મિક્ષ કરી લો અને મમરા એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને સેકવાના છે. વચ્ચે વચ્ચે તેને હલાવતા રહેવાનું છે. 3 થી 4 મિનિટ બાદ મમરા ક્રિશપિ થઇ જાય છે પરંતુ તેને એક વાર ચેક કરી લેવા કે તે ક્રિશપિ થાય છે કે નહિ ત્યારબાદ એમાં લાલ મરચું એડ કરીયે આને સારી રીતે મિક્ષ કરી લેવાનો છે. મિક્ષ કર્યા બાદ ગેસ બંધ કરી તેને 2 થી 3 મિનિટ તેને હલાવતા રહેવાનું છે.

હવે એક મોટું વાસણ લઇ લઈશું તેમાં પહેલા પાપડનો ભૂકો કરી લેવાનો છે. સાવ ઝીણો પણ નહિ અને મોટો પણ નહિ એવી રીતે ભુક્કો કરી દેવાનો છે. હવે એક મોટા વાસણમાં પાપડ તેમાં એડ કરી લેવાનું છે, ત્યારબાદ તેમાં ઝીણી સેવ એડ કરવાની છે, અને તેમાં વધારેલા મમરા એડ કરવાના છે, અને આને સારી રીતે મિક્ષ કરી લો. એક વાર ટોસ કરી લઈએ એને, હવે આના માટે તેલ ગરમ કરવા મુકવાનું છે અને જે લીંબુના ફૂલનું પાઉડર બનાવી લેવાનો છે. હવે જે ચવાણાનું મિક્ષર તૈયાર કરીને રાખ્યું છે તેમાં લાલ મરચું એડ કરવાનું છે. તેલ જયારે ગરમ થાય ત્યારે ગેસ બંધ કરી દેવાનું છે.

તેમાં થોડી હળદળ, હિંગ અને લીંબુના ફૂલનો જે પાઉડર તૈયાર કરીને રાખ્યો છે તેને એડ કરવાનો છે. હવે આ વધારે લાલ મરચા ઉપર એડ કરવાનો અને એ બધાને સારી રીતે મિક્ષ કરી લો. બૂરુંસાકર એડ કરીને ફરી તેને એક વાર મિક્ષ કરી લો. જયારે તે સરસ રીતે મિક્ષ થઇ ગયા બાદ તેને એક સર્વિંગ પ્લૅટમાં લઇ લેવાનું છે તો પાપડ ચાવાળું સર્વિંગ માટે તૈયાર છે. તમે વાંચ્યું એ પ્રમાણે આને બનાવવું ખુબજ સરળ છે. અને આ લગભગ 5 થી 10 મિનિટમાં રેડી થઇ જાય છે. અને બહારથી જે ચવાણું લઈએ છીએ, એમાં પણ આ રીતે ઉપરથી આ વધાર એડ કરતા હોય છે.

જેનાથી તેનો કલર એકદમ લાલ લાગે અને તેમાંથી ખુબજ સરસ સુગંધ આવતી હોય એટલે આ રીતે લાસ્ટમાં જ તેલ ગરમ કરી એમાં હિંગ, હળદળ જે પણ આપણે એડ કરવું હોય એ એમજ એડ કરવાનો અને બહાર જેવો ચવાણા નો કલર આવે છે અને મમરા પણ બહુ બધી વેરાયટીના હોય છે, આ ચાવણું માટે આપણે બાસમતી મમરા ઉપયોગ કરવાનું છે. બાસમતી મમરા લાંબા હોય અને ખાવામાં સોફ્ટ હોય છે.

વીડિઓ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here