ગુજરાતીઓ માટે ખુશ ખબર : સુરતના ફેમસ “કુંભણિયા” બનાવવાની રેસિપી વાંચી લો અને લો ઘરે સ્વાદ

દરેક પ્રાંતમાં કોઈપણ એક વાનગી ખુબ પ્રસિદ્ધ હોય છે. વિદેશમાં જોવા જઈએ તો પીઝા છે ઇટાલીનો ફેમસ અને પાઇ છે અમેરિકાનું ફેમસ પણ ભારતીય પ્રાંતોમાં પણ ઘણા બધા વ્યંજનો જોવા મળે છે. ભલે તમે કોઈ પણ વાનગીની નકલ કરી ને બનાવો પણ તેનો સ્વાદ અને વાત જે તેનું મૂળ છે ત્યાંજ જોવા મળે છે.

આપણા ભારતમાં કુલ 29 રાજ્યો છે તેના ભાષાની સાથે સાથે વ્યંજનો પણ અલગ અલગ જોવા મળે છે દરેક વ્યનજનમાં ઘણો ફર્ક જોવા મળે છે. ભારતના દરેક રાજ્યોમાં અલગ અલગ થાળી અને વાનગી જોવા મળે છે. આપણે મુખ્ય વાનગીની વાત કરી રહ્યા છે આપણે જમવાનું જેટલું મહત્વ આપીએ છીએ તેમ આપણે ફરસાણ ને પણ મહત્વ આપીએ છીએ. આ ફરસાણ આપણને એટલા પ્રિય હોય છે કે આપણે કોઈક વાર ભોજન કરવાના બદલે તેજ ખાઈ લઈએ છીએ.

ફરસાણમાં સૌથી વધારે પ્રખ્યાત હોય છે ભજીયા. ફરસાણ સાથે આપણને ભજીયા શબ્દ આવે તો આપણા મગજમાં ભજીયાનો ફોટો આવી જાય છે અને તેને ખાવાની ઈચ્છા જાગી જાય છે. અમદાવાદીઓ ની વાત કરીએ તો રાયપુરના ભજીયા અને સૌરાષ્ટ્ર, સુરત અને ભાવનારની વાત કરીએ તો ત્યાંના પ્રખ્યાત જોવા જીઈએ તો કુંભણિયા ભજીયા. એટલે ભજીયા સાથે જે નાની નાની મમરી હોય છે એ ટાઈપ નાં ભજીયા ને કુંભણીયા કહે છે જે કાઠીયાવાડ નું ફેમશ ફરશાણ છે અને સુરતી ઓ પણ તેના ચાહક બની ગયા છે.

ભજીયા ઘણા બધા સ્વરૂપમાં હોય છે આપણે ગુજરાતમાં આપણે ભજીયા કહીએ છીએ અને મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંદ્ર પરદેશમાં આને ભજ્જી કહેવામાં આવે છે. ઉત્તર ભારતમાં તેને પકોડા તરીકે જાણવામાં આવે છે અને વિદેશમાં પણ આના અલગ અલગ નામ છે જેમ કે અમેરિકામાં ભજિયાને ફ્રિટર બોલવામાં આવે છે. બધી જગ્યાએ આપણને ભજીયા જોવા મળે છે પણ તેના નામ અલગ હોવાની સાથે તેના સ્વાદ અલગ હોય છે પણ તેને બનાવવાની રીત એકજ હોય છે.

ઇતિહાસ કુંભણિયા ભજીયાનો :

આ તો આપણે જાણિયું કે ભજીયા બધી જગ્યાએ બને છે પણ ફક્ત નામ અને સ્વાદ અલગ હોય છે. તો આજે આપણે વાત કરીશું ગુજરાતના ફેમસ કુંભાણીયા ભજીયાની. કુંભણ એ ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાનું ગામ છે જેના પરથી આ નામ પાડવામાં આવ્યું છે કુંભાણીયા ભજીયા અને આ જે કુંભણ ગામ છે ત્યાંથી જ કુંભણિયા ભજીયાની શરૂઆત થઇ હતી એજ કારણે તેનું નામ પાડવામાં આવ્યું છે. કુંભણ ગામનું પારંપરિક વ્યંજન કુંભાણીયા ભજીયા જ છે. પહેલા આ કુંભણ ગામમાં વેચાતા હતા પરંતુ આ ભજીયા સામાન્ય ભજીયા કરતા સ્વાદમાં અલગ હોવાના કરેને તે ધીરે ધીરે લોકપ્રિય થવા લાગ્યા અને લોકો કુંભણ ગામ માંથી આની રેસિપી શીખીને અથવા ગામના લોકો બીજા ગામ જઈને આ વેચવા લાગ્યા તેને આ ઘણું લોકપ્રિય થઇ ગયા. આ હમણાં સૌરાષ્ટ્ર, સુરત અને ભાવનગરનો ફેમસ ફરસાણ તરીકે ઓળખાય છે.

આ ભજીયાની મુખ્ય વિશેષતા એ છે કે આમ કોઈ પણ પ્રકારના ખાવાનો સોડા કે લીંબુના ફૂલ નાખવામાં આવતા નથી એટલે  આ બીજા ભજીયા કરતા અલગ પડે છે સાથે તે વધુ સ્વાસ્થ્યપ્રદ પણ કહી શકાય. આ ભજિયાંમાં લીલું લસણ, લીલા મરચા અને લીલા ઘાણા ભરપૂર પ્રમાણમાં નાખવામાં આવે છે તેને કારણે તેનો સ્વાદ વધી જાય છે અને એક હેલ્ધી વિકલ્પ પણ છે.

બે પ્રકારના કુંભણિયા જોવા મળે છે તેમાં એક આવે છે જેમાં લાલ-લીલા મરચાના પટ્ટી ભજીયા અને બીજા આવે છે શાકભાજી ને જીણી સંભારીને બનાવામાં આવતા ભજીયા. તો ચાલો જાણીએ કુંભણિયા ભજીયા બનાવવાની રીત

સામગ્રી

500 ગ્રામ બેસન (ચણાનો જીણો લોટ)

500 ગ્રામ મરચા તમારા સ્વાદ અનુસાર (તીખા કે મોળા તમારા ઘર નાં ટેસ્ટ પ્રમાણે)

250 ગ્રામ આદુ,

250 ગ્રામ લીલા લસણ

250 ગ્રામ લીલા ઘાણા (કોથમીર)

1 લીંબુ (રસ નીકળી લેવાનું)

મીઠું સ્વાદ અનુસાર

રીત :

સૌથી પહેલા તમારે કોથમીર, મરચા, લીલા લસણ અને આદુ ને જીણો સમારી લેવાનો છે, જો તમે પટ્ટી ભજીયા બનાવો છો તો લીલા મરચાને ઉભા કાપી નાખવાના છે અને તેના અંદરના બીજ નીકળી લેવાના છે જેથી તીખું ઓછું થઇ જાય, બધી શાકભાજી જીણી સમારી લીધા પછી તમારે ફક્ત ખીરું બનાવવાનું

ખીરું બનાવની રીત :

ભજીયા બનાવતી વખતે તમારે મુખ્ય ધ્યાન તેનું ખીરું બનાવતા સમયે રાખવાનું હોય છે. તેના માટે તમારે એક મોટા વાસણમાં ચણાનો લોટ લઇ લો. તેમાં આપણે જે સમારેલા લીલા લસણ, કોથમીર, મરચા, આદુ, મીઠું અને લીંબુના રસને એડ કરી દેવાનું છે અને તેમાં પાણી એક કરીને જેમ ભજીયાંનું ખીરું બનવાનું હોય તેમ બનવાનું છે પણ તેને થોડું જાડુ રાખવાનું છે.

ખીરું તૈયાર થઇ ગયા બાદ તમને તેને  તેલમાં તળતી વખતે પણ ખુબ ધ્યાન રાખવાનું હોય છે. તેને જો તમે એક સાથે તળશો અને તેના મોટા ભજીયા કરવા જાસો તો તે અંદરથી કાચા રહી જશે અને જો તમે જીના કરવા જશો તો તે બળવાની સંભાવના રહશે એટલે તળતી વખતે તેને વધારે ધ્યાન દેવું જોઈએ. કુંભણીયા ભજીયા જે કારીગરો બનાવે છે તે કારીગરો ખરીઉ કળા દ્વારા આ ભજીયા પડે છે. તેઓ તેમની આ કલાને ખુબ શાંતિથી અને પોતાની આંગળીઓ અને અગુંઠા નો પ્રયોગ કરીને આ ભજીયા પાડવામાં આવે છે તેના કારણે તે ખાવામાં ક્રિસ્પી અને સ્વાદિષ્ટ બને છે, આ રીતે થઇ ગયા તમારા કુંભણિયા ભજીયા તૈયાર.

પટ્ટી વાળા કુંભણિયા ભજ્યા બનાવની રીત :(વિડીયો ણી નીચે છે)

વિડિઓ જુઓ :

 

પટ્ટી ભજીયા માટે તમારે ઉપર જણાવેલ ખીરાનો પણ ઉપયોગ કરી શકો છો. પણ તમારે એમાં મરચાનો ઉપયોગ કરવાનો નથી. આની માટે તમારે બેસન, લીલા લસણ, મીઠું, આદુ, કોથમીર, લીંબુ નાખી તૈયાર કરવાનું છે. તમે ઉપરના કુંભરીયા ભજીયા બનાવો તેનું  ખીરું થોડું જાડુ રાખવાનું છે. જ્યારે પટ્ટી ભજીયા બનાવો તો તેનું ખીરું પાતળું રાખવાનું છે જેથી મરચા આખું કવર થઇ શકે. હવે તેને ફ્રાઈ કરી લેવાનું છે. ફ્રાઈ થઇ ગયા પછી તૈયાર છે તમારા પટ્ટી કુંભણિયા ભજીયા.

આ રેસિપી જાણી તમે પણ તમારા ઘરે જ એક વાર આ વાનગી બનાવીને જુઓ અને તેનો સ્વાદ માણો, શરૂઆતમાં તમારે ભજીયા બનાવવામાં તકલીફ પડશે પણ થોડા સમય પછી બહાર માર્કેટમાં મળતા ભજીયાની જેમ બનાવી શકશો.