ક્યારે છે ધનતેરસ? જાણો ઘરે ઘરે થતા લક્ષ્મીપૂજનની યોગ્ય વિધિ અને શુભ મુહૂર્ત

0

એવી માન્યતા છે કે ધનતેરસ ઉપર દિવસના સમયે કે સંધ્યાકાળમાં જો ખરીદી કરવામાં આવે તો તમામ મનોકામનાઓ પૂરી થઇ શકે છે.

ધનતેરસનો તહેવાર આવવાનો છે. પાંચ પર્વો વાળી દિવાળીની શરૂઆત ધનતેરસથી જ થઇ જાય છે. ધન તેરસના દિવસે મહાલક્ષ્મીના સચિવ કુબેરની પૂજા થાય છે. કુબેરના વરદાનથી ઘરમાં અપાર ધનના ભંડાર થઇ શકે છે. તેની પૂજા માટે ધનતેરસના દિવસે ઘણા ઉપાય પણ કરવામાં આવે છે. ધનતેરસની સાંજે પરિવારની મંગલકામના માટે યમ નામનો દીવડો પણ પ્રગટાવવામાં આવે છે.

ધનતેરસ ઉપર જુદી જુદી ધાતુઓ માંથી બનેલા વાસણ, સોના, ચાંદી ખરીદવાનું મહત્વ હોય છે. આ દિવસે ધાતુની વસ્તુ ખરીદવી શુભ માનવામાં આવે છે. એવી માન્યતાઓ છે કે ધનતેરસ ઉપર દિવસના સમયે કે સંધ્યાકાળમાં જો ખરીદી કરવામાં આવે તો તમામ મનોકામનાઓ પૂરી થઇ શકે છે.

કેમ મનાવવામાં આવે છે ધનતેરસ?

ધનતેરસ કારતક વદ તેરસના રોજ મનાવવામાં આવે છે. માનવામાં આવે છે કે આ દિવસ સમુદ્ર મંથન દરમિયાન, અમૃતનો કળશ લઈને ધનવંતરી પ્રગટ થયા હતા. ત્યારથી આ દિવસને ધનતેરસ તરીકે મનાવવામાં લાગ્યા. ધાર્મિક માન્યતાઓ મુજબ, ધનવંતરી પ્રગટ થયાના બરોબર ત્રણ દિવસ પછી માં લક્ષ્મી પ્રગટ થયા હતા. એ કારણ છે કે દર વખતે દિવાળીના બે દિવસ પહેલા ધનતેરસ મનાવવામાં આવે છે.

તે દિવસે આરોગ્યના રક્ષણ માટે ધનવંતરી દેવની પૂજા કરવામાં આવે છે. આ દિવસને કુબેરનો દિવસ પણ માનવામાં આવે છે અને ધન પ્રાપ્તિ માટે કુબેરની પૂજા કરવામાં આવે છે.

ધનતેરસ પૂજાના શુભ મુહુર્ત :

ધનતેરસ પૂજા મુહુર્ત : સાંજે ૭.૦૮ વાગ્યા થી રાત્રે ૮.૧૪ વાગ્યા સુધી

સમયગાળો : ૧ કલાક ૦૬ મિનીટ

પ્રદોષ કાળ : સાંજે ૫.૩૯થી ૮.૧૪ વાગ્યા સુધી

ધનતેરસ ઉપર કેવી રીતે કરો પૂજા?

ધનતેરસ ઉપર સાંજના સમયે ઉત્તર તરફ કુબેર અને ધનવંતરીની સ્થાપના કરવી જોઈએ. બંને સામે એક એક મુખનો ઘી નો દીવડો જરૂર પ્રગટાવવો જોઈએ. ધનતેરસના દિવસે કુબેરને સફેદ મીઠાઈ અને ધનવંતરીને પીળી મીઠાઈ ચડાવવી પણ શુભ માનવામાં આવે છે. તે દિવસે સૌથી પહેલા “ॐ ह्रीं कुबेराय नमः” ના જાપ કરવા. ત્યાર પછી ‘ધનવંતરી સ્ત્રોત’ ના પાઠ કરવાથી ઘણો લાભ થાય છે.

પૂજા પછી દિવાળી ઉપર કુબેરને ધનના સ્થાન ઉપર અને ધનવંતરીને પૂજા સ્થાન ઉપર સ્થાપિત કરો.

ક્યા ઉપાય કરવાથી મળશે લાભ :

ધનતેરસના દિવસે ધનવંતરીની પૂજા કરવી જોઈએ. સાથે જ નવી સાવરણી અને સુપડી ખરીદીને પણ તેની પૂજા કરવી જોઈએ. આ દિવસ સાંજે દીવડો પ્રગટાવીને ઘર, દુકાન વગેરેને શણગારવી ફલદાયક સાબિત થાય છે. આ દિવસે લોકો મંદિર, ગૌશાળા, નદીના કાંઠા, કુવા, તળાવ, બગીચામાં પણ દીવડો મુકો.

ધનતેરસના દિવસે શું ખરીદવું જરૂરી?

ધાતુના વાસણ, જો પાણીનું વાસણ હોય તો વધુ સારું રહેશે.

પતાશા અને માટીનો દીવડો, એક મોટો દીવડો પણ જરૂર ખરીદો.

ઈચ્છો તો આંકડા માંથી બનેલા ધનનો કોઈ યંત્ર પણ ખરીદી શકો છો.

યથાશક્તિ તાંબા, પિત્તળ, ચાંદી કે ગૃહ ઉપયોગી નવા વાસણ અને ઘરેણા ખરીદવા શુભ માનવામાં આવે છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.