લેડી ગાગાએ ટ્વીટ કર્યો સંસ્કૃતનો એવો શ્લોક કે મૂંઝવણમાં મુકાઈ ગયા દુનિયાભરના લોકો તમે પણ જોઈ લો

0

હોલીવુડ સિંગર અને એક્ટ્રેસ લેડી ગાગાએ રવિવારે પોતાની એક ટ્વીટથી ઈન્ટરનેટ પર હલચલ મચાવી દીધી છે. લેડી ગાગાએ ટ્વીટર પર સંસ્કૃત મંત્ર લખીને પોસ્ટ કર્યો, જેને વાંચીને ભારતીય યુઝર ખુશ થયા તો દુનિયાના બાકી યુઝર મૂંઝવણમાં મુકાઈ ગયા. લેડી ગાગાએ પોતાની ટ્વીટમાં લખ્યું કે, ‘लोकाः समस्ताः सुखिनोभवंतु’. જ્યારેથી તેમણે આ ટ્વીટ કરી છે ત્યારથી લોકો લોકો એનો અર્થ અને એની પાછળ છુપાયેલો મેસેજ શોધવામાં લાગી ગયા છે.

જો તમને આ મંત્રનો અર્થ નહિ ખબર હોય તો જણાવી દઈએ કે, ‘लोकाः समस्ताः सुखिनोभवंतु’ સંસ્કૃતના લોકપ્રિય મંત્રના અમુક શબ્દ છે, જે દુનિયામાં પ્રેમ અને ખુશીની ભાવના ફેલાવવા માટે બન્યા છે. આનો અર્થ છે કે, દુનિયામાં દરેક જગ્યાએ, બધા લોકો ખુશ અને સ્વતંત્ર રહે, મારા જીવનના વિચાર, શબ્દ અને કાર્ય કોઈ રીતે એ ખુશી અને એ સ્વતંત્રતામાં યોગદાન આપી શકે.

આ છે આખો મંત્ર :

स्वस्तिप्रजाभ्यः परिपालयंतां न्यायेन मार्गेण महीं महीशाः ।

गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनोभवंतु ॥

ॐ शान्तिः शान्तिः शान्तिः

લેડી ગાગાની આ ટ્વીટ પર આવું છે લોકોનું રીએક્શન :

લેડી ગાગા દ્વારા આ શબ્દો ટ્વીટ કર્યા પછીથી તે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. અત્યાર સુધી 50 હજાર કરતા વધારે લોકો આ ટ્વીટને લાઈક કરી ચુક્યા છે, તો ત્યાં જ 11 હજાર કરતા વધારે લોકો આને રીટ્વીટ કરી ચુક્યા છે. ઘણા બધા લોકોને આ ટ્વીટ જોઈને મુંઝવણ ઉભી થઈ, તો ઘણા બધા લોકોએ આને આવકાર્યું અને પોતાની ખુશી જાહેર કરી. દરેક પ્રકારના લોકો લેડી ગાગાની આ ટ્વીટ પર જવાબ આપી રહ્યા છે.

લેડી ગાગાની વાત કરીએ તો તે ઘણી પ્રખ્યાત હોલીવુડ સિંગર અને એક્ટ્રેસ છે. હાલમાં જ લેડી ગાગાએ લાસ વેગસમાં પોતાનો એક કોન્સર્ટ કર્યો હતો. જેમાં તે સ્ટેજ પરથી પડી ગઈ હતી એના સમાચાર ચારેય તરફ ફેલાઈ ગયા હતા. લેડી ગાગા પોતાના એક ફેન સાથે સ્ટેજ પર નાચી રહી હતી, એવામાં એ ફેન લપસીને પડયો અને લેડી ગાગાને પણ સાથે લઈ ગયો. સદ્દનસીબે બંનેમાંથી કોઈને ઈજા થઈ ન હતી.

હોલીવુડ સિંગર અને એક્ટ્રેસ લેડી ગાગા દુનિયાની સૌથી પોપ્યુલર સેલીબ્રીટીઓમાંથી એક છે. ફિલ્મ ‘એ સ્ટાર ઈઝ બોર્ન’ ની એક્ટ્રેસ લેડી ગાગા એક ગ્લોબલ આઈકન છે અને તે પોતાની અલગ સ્ટાઈલ અને કમાલની ફેશન ચોઈસ માટે ઓળખાય છે. આ વાતમાં કોઈ શંકા નથી કે, લેડી ગાગા જ્યાં પણ જાય છે, લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરી લે છે. એમના પર હંમેશાથી લાઈમલાઈટ બની રહે છે, અને હાલમાં જ થયેલા મેટ ગાલા 2019 માં એમની રેડ કાર્પેટ વોકને કોણ ભૂલી શકે છે.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો જે અભિપ્રાય હોય, તો એ તમે અમને જણાવી શકો છો.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.