લૈંડર વિક્રમ નથી થયું ક્રેશ, ઓર્બીટરની સાથે હજી પણ છે સંપર્કમાં, પૂર્વ ઈસરો વૈજ્ઞાનિક

0

વિશ્વમાં વિજ્ઞાન દરરોજ અવનવી શોધો કરતું રહે છે, અને એને કારણે જ આપણે નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી શકીએ છીએ. અને આવી શોધોમાં ઘણી બધા પ્રયત્ન કર્યા પછી થોડી શોધોમાં જ સફળતા મળતી હોય છે, અને ઘણી શોધોમાં નિષ્ફળતા પણ મળતી હોય છે. આવી જ એક શોધ અંતર્ગત ચંદ્રયાન – 2 ને ભારત દ્વારા બનાવીને ચન્દ્ર ઉપર છોડવામાં આવ્યો હતો, અને તેમાં ભારતને સફળતા પ્રાપ્ત થઇ નથી તેવું જણાઈ રહ્યું છે. અને હજુ પણ આશા રાખવામાં આવી રહી છે કે, તેમાં સફળતા મળી પણ શકે છે.

ખાસ વાતો :

ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો) ના પૂર્વ વૈજ્ઞાનિક સસી કુમારે જણાવ્યું છે કે, ચંદ્રયાન – 2 નો વિક્રમ લેંડર સાથે સંપર્ક ક્રેશ લેડિંગને કારણે નથી તુટ્યો. તેમણે જણાવ્યું કે, મને લાગે છે કે આ ક્રેશ લેડિંગ ન હતું, પરંતુ લેંડર અને ઓર્બીટર વચ્ચેની સંપર્ક ચેનલ હજુ પણ ચાલુ છે. સસી કુમારે આગળ જણાવ્યું કે, જે સંપર્ક ડેટા તૂટી ગયો છે તેનું હાલમાં વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે.

ભારતના મહત્વાકાંક્ષી ચંદ્ર મિશન ચંદ્રયાન 2 શુક્રવારે મોડી રાત્રે ચંદ્રથી માત્ર ૨ કી.મી.ના અંતરે આવીને ગુમ થઇ ગયો હતો. ચંદ્રની સપાટી તરફ આગળ વધેલા વિક્રમનો ચંદ્રની સપાટીથી ૨.૧ કી.મી. પહેલા સંપર્ક તુટી ગયો. આમ તો આશા હજુ પણ સંપૂર્ણ તૂટી નથી.

હવે સંપૂર્ણ જવાબદારી ઓર્બીટર ઉપર છે :

ચંદ્રયાનના ત્રણ ભાગ હતા. પહેલો ઓર્બીટર, બીજો લેંડર વિક્રમ અને ત્રીજો રોવર પ્રજ્ઞાન. હાલમાં લેંડર – રોવર સાથે સંપર્ક ભલે તૂટી ગયો છે, પરંતુ ઓર્બીટર સાથે આશા હજુ પણ જળવાઈ રહી છે. લેંડર – રોવરને બે સપ્ટેમ્બરના રોજ ઓર્બીટરથી અલગ કરવામાં આવ્યું હતું. ઓર્બીટર આ સમયે ચંદ્રથી લગભગ ૧૦૦ કી.ની ઉંચી કક્ષામાં ચક્કર લગાવી રહ્યો છે.

અને મળેલી જાણકારી અનુસાર વિક્રમ લેંડર તેના નક્કી કરેલી સ્થાનથી લગભગ 500 મીટર દૂર ચંદ્રની જમીન પર પડ્યું છે. અને જો તેની સાથે સંપર્ક થઈ જાય છે તો તે ફરીથી બેઠું થઈ શકે છે. જી હાં, ઈસરોના સૂત્રોના જણાવ્યા અનુસાર ચંદ્રયાન – 2 ના વિક્રમ લેંડરમાં તે ટેક્નોલોજી છે, જે પડ્યા પછી પણ પોતાની જાતને બેઠું કરી શકે છે. પરંતુ એના માટે એ જરૂરી છે કે, તેની કોમ્યુનિકેશન સિસ્ટમનું સંપર્કમાં આવવું. તેનાથી ઈસરોના કમાન્ડ રિસિવ થઈ શકે છે. અને તે ફરીથી બેઠું થઇ શકે છે.

જણાવી દઈએ કે, વિક્રમ લેંડરના છેલ્લા આવેલા સમાચાર અનુસાર ઇસરોએ જણાવ્યું કે, તેના લેન્ડિંગ બાદ તેમાં હજુ કોઇ ડેમેજ થયું નથી તેથી સપર્ક થઇ શકે તેમ છે. અને એની સાથે સંપર્ક કરવાના પ્રયાસો ચાલુ છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેયરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.