લીલા વટાણા નાં શોખીનો માટે ખાસ લીલા વટાણાને આખું વર્ષ સ્ટોર કરવાની આ રીત ખાસ જાણી લો

0

આજે અમે તમને જે લીલા વટાણા હોય છે એને લાંબો સમય સુધી સ્ટોર કરવા કે પ્રિઝર્વ કરતા શીખવાડવાના છીએ. તમે જો વટાણાને લાંબો સમય કે આખું વર્ષ સ્ટોર કરવા માંગતા હોય તો જે ડિસેમ્બર મહિનામાં વટાણા આવતા હોય છે તેને ઘણા સારા માનવામાં આવે છે અને એ વટાણાને લાંબો સમય કે આખું વર્ષ સ્ટોર કરી શકો છો, અને એને સ્ટોર કરતી વખતે કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે તે આજે અમે તમને બતાવવાના છીએ અને આ લેખને ધ્યાનથી વાંચજો જો ન ખબર પડે ત્યારે તમે વિડિઓ દ્વારા પણ જોઈ શકો છો.

સામગ્રી

1 કિલો વટાણા

2 લિટર પાણી

1 નાની ચમચી સાકર

1 નાની ચમચી મીઠું

1/2 ખાવાના સોડા

રીત

અત્યારે અમે તમને એક કિલો વટાણાની પ્રક્રિયા બતાવાના છીએ. અને તે વટાણા માંથી જે નાના દાણા હોય તેને કાઢી લેવાના છે. આ નાના દાણા હોય તે લાંબો સમય સુધી સ્ટોર ના થઇ શકે, નાના દાણામાં મોસીયર વધારે હોવાના કારણે તે લાંબા સમય તે સ્ટોરના થઇ શકે એટલું તેમાંથી નાના દાણા અલગ નીકાળી લેવા.

એક સ્ટીલની તપેલીમાં 2 લીટર પાણી ગેસ ઉપર ઉકાળવા મૂકી દેવાનું છે. પાણી ઉકાળવા લાગે ત્યારે ગેસને ધીમો કરી નાખવો. હવે તેમાં સાકર, મીઠું અને ખાવાના સોડાને એડ કર્યા બાદ ગેસને ફૂલ કરી નાખવાનું છે. અને ફરીથી પાણીને ઉકળવા દેવાનું છે પાણી ઉકળે ત્યારે ગેસ ધીમે કરી તેમાં જે વટાણા આપણે તૈયાર કરીને મુકેલા છે તેને તેમાં એડ કરી નાખવા. વટાણા એડ કરીયે એટલે પાણી ઠંડુ થઇ જાય એટલે પાછું ગેસને ફુલ કરી નાખો, 2 મિનિટમાં તે ઉકાળવા લાગશે.

વટાણા ઉકળે ત્યાં સુધીમાં બરફનું ઠંડુ પાણી તૈયાર કરી લેવાનું છે. અને એક મોટા વાસણમાં એક હોલ વાળું વાસણ મૂકી દેવાનું છે, 2 થી 3 મિનિટમાં પાણી ઉકળ્યા બાદ વટાણા ઉપર આવી જશે, વટાણા ઉપર આવી ગયા બાદ ગેસ બંધ કરી દેવાનો છે, અને વટાણાને જે કાણા વાળું વાસણ છે તેમાં નીકાળી લેવાના છે જેથી જે ગરમ પાણી છે તે નીકળી જાય, અને વટાણાને તરતજ બરફના ઠંડા પાણીમાં એડ કરી લેવાના છે. જેથી તે ઝડપથી રૂમ ના ટેમ્પરેચર પર આવી જાય, વટાણાનું ટેમ્પરેચર તરતજ ચેન્જ થવું ખુબ જરૂરી છે.

ત્યારબાદ તેને એક કોટનના કપડાં પર ફેલાવી દેવાનું છે અને તેને ફટાફટ બીજા કપડાથી લૂછી લેવાનું છે. હવે તેને નાના જીપ પાઉચમાં ભરી લેવાના છે. તેને પેક કેવી રીતે કરવાનું સૌપ્રથમ પાઉચના સાઈડના ખૂણામાં એક સ્ટ્રો મૂકી દો. અને પાઉચના બીજા ભાગથી તેને બંધ કરતા જવો, બંધ કરતી સમયે તે સ્ટ્રો સુધી પોહ્ચે ત્યારે તેમાં રહેલી વધારાની હવાને બહાર ખેંચી લેવી. અને તરતજ એને બંધ કરી નાખો.

ઘણા લોકોની ફરિયાદ હોય છે કે ઘરે આપણે જે વટાણા સ્ટોર કરીયે છીએ ત્યારે ઘરે બહુજ બરફ થઇ જાય છે, આ પ્રક્રિયા થી તમારી આ સમસ્યા દૂર થઇ જશે અથવા તો ઓછી થઇ જશે. એના માટે તમારે વટાણાને એકદમ સરસ લુછવા ખુબજ જરૂરી છે બીજી આ પ્રક્રિયા જરૂરી છે તમારો જે બરફ ની જે સમસ્યા છે તે દૂર થઇ જશે. જે વટાણા માર્કેટ માંથી લાવીએ છે તેને થોડા પણ ટેપ કરવાથી જે છુટું પડી જાય છે તેજ રીતે તમે ઘરે પણ આ રીતે પ્રકિયા કરી વટાણા સ્ટોર કરશો તો પાઉચને એક કે બે વાર ટેપ કરશો તો તરતજ વટાણા છુટા પાડવા લાગશે. તો આ રીતે સ્ટોર કરેલા વટાણા આખું વર્ષ ઉપયોગ કરી શકો છો, આ રીતે નાના પાઉચમાં ઉપયોગ કરવું જેથી 3 થી 4 વાર તેનો ઉપયોગ કરી તે પૂર્ણ થઇ જાય, અને આ સ્ટ્રો વાળી આ પ્રોસેસ દર વખતે કરો તો સારું રહશે. નહિ થઇ શકે તો નાના પાઉચમાં સ્ટોર કરી લેવું અને તે ફ્રીજરમાં જગ્યા પણ ઓછી રોકે છે અને વટાણાને લાંબો સમય સારું પણ રાખે છે.

વીડિઓ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here