નડીયાદ માં પ્રેમાલાપ કરી રહ્યો હતો પરિણીત પ્રેમિકા સાથે અને પહોંચી પત્ની પછી…

0

પતિ પરિણીત પ્રેમિકા સાથે પ્રેમાલાપ કરી રહયો હતો ત્યારે તેની પત્નીએ તેને રંગેહાથ પકડી લીધો. આ ઘટના નડિયાદ શહેરમાં એક મોલના બેઝમેન્ટમાં થઇ હતી. આની જાણકારી પરિણીત પ્રેમિકાના પતિને ખબર પડી તો તે ઝડપથી ત્યાં આવ્યો હતો. આ મામલો ત્યારે પોલીસ પાસે ગયો જયારે પતિએ પત્ની અને પ્રેમિકાના પતિને જાનથી મારવાની ધમકી આપી ત્યારે. જણાવી દઈએ કે પતિ વસોમાં ટીઆરબીમાં ફરજ બજાવનારો કર્મચારી છે. તેમનું નામ જશપાલસિંહ મહેશસિંહ ઠાકોર (રહે. ડભાણ ભાગોળ, રુક્મણી ટાવર પાસે) છે અને તેઓ નડિયાદમાં એક શો રૂમમાં કામ કરતી યુવતી સાથે પ્રેમસંબંધમાં બંધાયા હતા.

તમને જણાવી દઈએ કે યુવતી પરિણીત હોવાની સાથે સાથે એક 5 વર્ષના પુત્રની માં પણ છે. જાણકારી અનુસાર આ યુવતી પહેલા ટીઆરબીમાં કામ કરતી હતી ત્યાર થી જશપાલ અને તે બન્ને એકબીજાના પ્રેમસંબંધ માં બંધાયા છે. જશપાલને એક 1.5 વર્ષની એક પુત્રી છે. તેની પત્ની એ તેને ઘણી વાર સમજાવ્યું પણ તે યુવતીના પ્રેમમાં તેને કઇ દેખાતું હતું નહિ. તે પ્રેમમાં પાગલ થઇ ગયો હતો અને પ્રેમિકાને ઘરે લાવવા મુકવા થી લઈને બધું ધ્યાન રાખતો હતો.

જશપાલની પત્નીને ખબર પડી કે તેના પતિ અને પરિણીત પ્રેમિકા શો-રૂમના બેઝમેન્ટમાં છે તો તે ત્યાં આવી ગઈ અને થોડા સમય પછી પ્રેમિકાનો પતિ પણ ત્યાં આવી ગયો. પ્રેમિકાના પતિ અને જશપાલ વચ્ચે ઝગડો અને મારામારી થતા જ શહેરી પોલીસને જાણ થતા તે ત્યાં પહોંચી ગઈ. ત્યાંથી બધાને શહેરી પોલીસ મથક લઇ જવામાં આવ્યા. શહેરી પોલીસ મથકમાં જશપાલની પત્નીએ પોતાના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી અને આ ફરિયાદના આધારે પોલીસે વધારે તપાસ કરી.

માંગણી કરે પૈસાની અને છૂટાછેડા આપતી નથી

પ્રેમિકાના પતિએ જણાવ્યું કે, આમારો સંબંધ 1 વર્ષ સુધી સારો હતો. પણ જયારે પુત્રનો જન્મ થયો ત્યારથી મારી પત્નીનું વર્તન થોડું બદલાઈ ગયું. આની પહેલા જ્યાં નોકરી કરતી હતી ત્યાં તેના બીજા સાથે પ્રેમસંબંધ ની મને જાણ થતા તેણે નોકરી છોડી હતી. ત્યાર બાદ તેણે ટીઆરબીમાં નોકરી કરવાનું શરુ કરી દીધું, જ્યાં તેનો પ્રેમસંબંધ જસપાલ સાથે બંધાયો. ત્યાર બાદ તેણે ત્યાંથી પણ નોકરી છોડી નાખી અને એક શોરૂમમાં નોકરી કરવાનું શરુ કરી નાખ્યું. જ્યાં તેનો પ્રેમી જશપાલ નિયમિત તેને મળવા આવતો હતો અને તે ગુરુવારના રોજ ઝડપાઇ ગયા, અને મારો મારી પત્ની સાથે છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો છે અને તે મારી પાસેથી લાખો રૂપિયાની માંગણી કરી રહી છે.

ટીઆરબીની છાપ બગાડી સતત બીજા પરાક્રમથી

જશપાલ ટીઆરબીના જવાન તરીકે વિવાદાસ્પદ રહ્યા છે. જશપાલે વધુ એક પરાક્રમ કરતા તેને પોલીસના વહીવટદારો સાથે મળીને મામલાનો તોડ કરવાની ફિરાકમાં હતો તેના કારણે તેણે ટીઆરબીની છાપ બગાડી છે. નવાઈ પામવા વાળી વાત એ છે કે તેને વસો પોલીસ મથકમાં 12 મે ના રોજ જવાનું હતું અને તેણે તુમાખીભર્યું વર્તન કરી તે 24 મે ના રોજ પોલીસ મથક પહોચ્યો.

તોડ કરવા ગયો હતો બામરોલી :

ટીઆરબીનો જવાન જશપાલ પાછલા વર્ષે માર્ચ મહિનામાં તે બે પોલીસ કોન્સ્ટેબલ સાથે વસોના બામરોલીમાં છાપો મારવા ગયો હતો, જ્યાં તે છાપો મારવા ગયો હતો ત્યાં એકનું મૃત્યુ થઇ ગયું. તેનું મૃત્યુનું કારણ પોલીસનો માર જણાવવામાં આવ્યું. આ મામલામાં બંને કોનસ્ટેબલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. સાથે સાથે જશપાલને પણ ટીઆરબી માંથી છૂટો કરી દેવામાં આવ્યો હતો, આ મામલો થવા છતાં પણ તેણે મે મહિનામાં રાજકીય દબાણના કારણે ટીઆરબીમાં પાછી નોકરી મેળવી લીધી.