દરેક વ્યક્તિના હોય છે લક્કી નંબર, શું તમને ખબર છે તમારો લકી નંબર, આવી રીતે જાણો તમારો લકી નંબર

0

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. તમે ઘણા બધા લોકોને એવું કહેતા સાંભળ્યા હશે કે, ફલાણો ફલાણો મારો લકી નંબર છે. તો આ લકી નંબર શું હોય છે? લગભગ બધાનો કોઈને કોઈ શુભ અંક હશે જેને તમે પોતાના જીવનમાં શુભ માનો છો તે અંકથી જોડાયેલી ઘણી બધી શુભ ઘટનાઓ થઇ શકે છે જેના કારણે તમે તે નંબરને લકી માનો છો પરંતુ શું તમે જાણો છો કે લકી નંબર કેવી રીતે ખબર પડી શકે છે. કેટલાક લોકો તો પોતાની જાતે જ માની લે છે કે આ નંબર મારા માટે શુભ છે.

કેટલાક લોકો પોતાની જન્મ તિથિ ની તારીખને શુભ માને છે તો કેટલાક લોકો કોઈ તિથિમાં થયેલા સારા દિવસને. એવા ઘણા લોકો છે જે લોકોને ખબર નથી કે આપણે પોતાનો લકી નંબર કેવી રીતે ખબર પડે તો ફિક્ર કરો નહિ અમે આજે તમને એકદમ સાચો લકી નંબર જાણવવાની રીત જણાવીશું જેનાથી તમે ફક્ત થોડીક ગણતરીથી જ પોતાના લકી નંબર મેળવી શકો છો તો આવો જાણીએ. લકી નંબર જાણવાની વિધિ.

વિધિ :

પોતાનો લકી નંબર જાણવા માટે તમારે તમારી જન્મ તિથિ બિલકુલ સાચી ખબર હોવી જોઈએ તો તમને તમારો લકી નંબર ખબર પડી શકશે. અમે તમને એક ઉદાહરણ દ્વારા સમજાવીશું માની લો કે તમારો જન્મદિવસ 16 ડિસેમ્બર 1989 છે આના માટે તમારે દરેક વસ્તુની ગણતરી કરવી પડશે એટલે દીવસ, મહિના અને વર્ષ સૌથી પહેલા તારીખને જોડો 16(1+6=7). આના પછી મહિના લઇ લો 12(1+2) છેલ્લે જે વર્ષ છે તેને 1989 (1+9+8+9=27).

આવું કરીને આપણી પાસે અલગ અલગ અંક છે 7,3,27 હવે આ બધાનો સરવાળો 37 આવે છે આ પણ લકી નંબર નથી. વધારે પરેશાન થસો નહિ અમે તમને જણાવીશું.

એક વાત હમેશા યાદ રાખો કે તમારા ભાગ્યમાં જે પણ શુભ અંક હશે તે હમેશા જ એક એકલો નંબર હશે જોડી નઈ હોય. આ રીતે તમારા જન્મની તારીખ મહિના વર્ષ ને ત્યા સુધી જોડો જ્યા સુધી તમને એક અંક ના મળી રહે એટલે કે આપણું 37(3+7=10), 10(1+0=1) 1 જ આનો ભાગ્યાંક હોય. આ પ્રક્રિયા થી તમે પણ પોતાના લકી નંબર પ્રાપ્ત કરી શકો છો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.