આવી રીતે બને છે મગફળી કતરી, સ્વાદની ગણતરીમાં કાજુ કતરી પણ તેની સામે લાગશે ફીકી

0

મીઠાઈ ખાવી અને બનાવવી સૌને ગમે છે અને ધારીએ તો ઘરે જ કાજુ કતરી બનાવી શકાય છે, પણ કાજુ ખુબ મોંઘા હોય છે અને બજારની કાજુ કતરીમાં ભેળસેળ હોય છે. તો અમે જણાવી રહ્યા છીએ મગફળીની કતરી બનાવવાની રીત. વિશ્વાસ રાખો આનો સ્વાદ પણ ખુબ જોરદાર છે અને ઓછા ખર્ચમાં પણ આ કાજુ ક્તરીને ટક્કર આપી શકે છે.

જરૂરી વસ્તુઓ :

* એક કપ મગફળી

* એક કપ ખાંડ

* અડધો કપ પાણી (ખાંડથી અડધું)

* એક નાની ચમચી ખાવાનો કલર

* અડધી નાની ચમચી ઘી

* બે મોટી ચમચી ઝીણા કાપેલા પીસ્તા બદામ

* બે પોલીથીન

* એક પ્લેટ

* વેલણ

* એક કડાઈ

રીત

* સૌથી પહેલા એક કડાઈ ને ધીમા તાપ ઉપર ગરમ કરો તેમાં મગફળી નાખીને શેકી લો.

* ધ્યાન રાખશો મગફળી ને વધુ સમય સુધી અને વધુ તાપ ઉપર ન શેકો, નહી તો તેનો સ્વાદ કડવો થઇ જશે.

* જયારે મગફળી શેકાઈ જાય તો તાપ બંધ કરી દો અને તેને એક પ્લેટમાં કાઢી લો.

* થોડું ઠંડી થાય એટલે તેના ફોતરા કાઢી લો.

* પછી થોડી થોડી કરીને મિક્સર કે પછી ખાંડણી માં નાખીને વાટી લો.

* થોડી થોડી કરીને વાટવાથી મગફળી સારી રીતે વટાઈ જાય છે અને તેમાંથી તેલ નહી નીકળે.

* આવી રીતે બધી મગફળીને વાટી લો.

* હવે એક મોટી ચારણી લઈને તેમાં મગફળીના પાવડરને ચાળી લો. (આમ કરવાથી મગફળીના મોટા ટુકડા નીકળી જશે.) હવે વધુ તાપમાં કડાઈ રાખો. પછી તેમાં ખાંડ અને પાણી (ખાંડ જે કપમાં માપીને નાખો છો તે કપમાં અડધું પાણી) નાખીને એક તારી ચાસણી થી ઉકાળો.

* જયારે હળવો ઉકાળો આવવા લાગે તો તેમાં ખાવાનો પીળો કલર નાખી દો.

* તેને સારી રીતે હલાવતા હલાવતા પકાવો. જયારે તેમાં મોટા મોટા બડબડિયા ઉઠે તો ચાસણી નું એક ટીપું એક વાટકા પાણીમાં નાખી દો. જો ચાસણી જામી જાય છે તો સમજવું કે આપણો પાક તૈયાર થઇ ગયો છે. તમે ધારો તો ચાસણી નું એક ટીપું આંગળી અને અંગુઠા ની વચ્ચે ચોટાડીને જોઈ શકો છો, જો તેમાં તાર થવા લાગે તો ચાસણી તૈયાર છે.

* ચાસણી બન્યા પછી તેમાં મગફળીનો પાવડર નાખી દો અને સતત હલાવતા રહીને પકાવો.

* તેને એક મિનીટ 10 સેકંડ સુધી પકાવો પછી તાપ બંધ કરી દો.

* પછી તેમાં અડધી નાની ચમચી ઘી નાખો અને સારી રીતે ભેળવી લો.

* હવે એક થાળીમાં ઘી લગાવીને ચિકાસ કરી લો.

* તૈયાર મગફળી ના પેસ્ટને આ થાળીમાં નાખીને ફેલાવી લો.

* થોડું ઠંડુ થાય પછી તેને હાથથી સારી રીતે ગુંદી લો.

* પછી જયારે તે લોટ જેવું બની જાય છે એક પોલીથીન માં ઘી લગાવો અને તેની ઉપર ફેલાવો.

* હળવું ફેલાવીને તેની ઉપર બીજું પોલીથીન રાખીને પાતળું વણી લો.

* ઉપરના પોલીથીન દુર કરીને તેની ઉપર બદામ-પીસ્તા ની કતરી નાખીને ફરીથી વેલણ થી વણી લો.

* પછી ચપ્પુ ની મદદથી તેને મન ગમતી ડીઝાઇન માં કાપી લો.

* મગફળી ની કતરી તૈયાર છે. તે ખાવ અને બીજાને પણ ખવરાવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here