હોરર ફિલ્મ જોવા ગયેલ વૃદ્ધનું થિયેટરમાં જ થયું મૃત્યુ, જાણો આખી ઘટના વિષે

0

ફિલ્મો જોવાનું તો બધાને પસંદ હોય છે. ઘણાને કોમેડી ફિલ્મો ગમે છે, તો ઘણાને એક્શન ફિલ્મો ગમે છે. તેમજ ઘણા લોકો લવ સ્ટોરી વાળી ફિલ્મો જોવાનું પસંદ કરે અને ઘણા લોકો હોરર ફિલ્મો જોવાનું પસંદ કરે છે. આમ તો બીજી ફિલ્મોની સરખામણીમાં હોરર ફિલ્મો જોવાવાળા લોકોની સંખ્યા ઓછી હોય છે. કારણ કે એ ઘણી બિહામણી હોય છે. હિન્દી હોરર ફિલ્મો એટલી ખતરનાક નથી હોતી જેટલી હોલીવુડની હોરર ફિલ્મો હોય છે.

હોરર ફિલ્મો જોવી કાચા દિલના લોકોનું કામ નથી. એવા ઘણા કિસ્સા સામે આવ્યા છે જેમાં હોરર ફિલ્મો જોતા જોતા લોકોના મૃત્યુ થઇ ગયા હોય. હાલમાં થિયેટરમાં હોલીવુડની હોરર ફિલ્મ એનાબેલ કમ્સ હોમ છવાઈ છે. આ ફિલ્મ દુનિયાભરમાં ખુબ પ્રચલિત થતી જઈ રહી છે. અને આ ફિલ્મ એટલી હોરર છે કે એ જોતા જોતા એક વૃદ્ધનું મૃત્યુ પણ થયું છે.

મળેલી જાણકારી અનુસાર 77 વર્ષના વૃદ્ધ આ ફિલ્મના હોરર સિનને જોતા થિયેટરમાં જ મૃત્યું પામ્યા છે. એવું જાણવા મળી રહ્યું છે કે, એ 77 વર્ષનો વૃદ્ધ બ્રિટિશના નિવાસી હતા, અને તે થાઈલેન્ડમાં મુસાફરી કરવા માટે આવ્યા હતા. થાઈલેન્ડ મુસાફરી કરવા આવેલા એ વૃદ્ધ હોલીવુડની નવી રિલીઝ થયેલી હોરર મૂવી એનાબેલ કમ્સ હોમ જોવા ગયા હતા. પણ કોને ખબર હતી કે આ ફિલ્મ તેની છેલ્લી ફિલ્મ બની જશે.

એ થિયેટરમાં એમની બાજુની સીટ પર જ બેઠેલી મહિલાએ જણાવ્યું કે, આ ફિલ્મ ખતમ થઈ અને થિયેટરની લાઈટો ચાલું થઈ, ત્યારે મેં બાજુવાળી સીટમાં જોયું તો એક વૃદ્ધ મૃત્યુ પામ્યા હતા. એ દ્રશ્ય જોતા જ હું ડરી ગઈ અને ચીસો પાડવા લાગી. એટલે ત્યાં લોકોનું ટોળું ભેગુ થઈ ગયું. કોઈને જાણ નથી કે ફિલ્મ દરમિયાન તે વૃદ્ધનું મૃત્યું કઈ રીતે થયું. સ્થાનીય પોલીસને પણ આ ઘટના અંગે જાણ કરી દેવામાં આવી છે. આ ઘટના બાદ તે મૃત્યુ પામેલા નાગરિકની બાજુમાં બેઠેલી મહિલા હજી આઘાતમાં છે. પણ એ વાતની હજી પુષ્ટિ નથી થઈ, એ વૃદ્ધનું મૃત્યુ એનાબેલ કમ્સ હોમ મૂવીનાં કારણે થયું છે કે, તેને કોઈ પ્રકારની બિમારી હતી એને લીધે આવું થયું છે.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.