વ્યક્તિ ટ્રેનમાં ઊંઘી રહ્યો હતો, પછી અચાનક જ ખેંચી ચેન અને બોલ્યો આગળ પાટા પર ક્રેક છે, લોકોએ જઈને જોયું તો…

0

મિત્રો, આપણે ત્યાં એક કહેવત ઘણી પ્રચલિત છે કે, ‘અધૂરો ઘડો છલકાય ઘણો.’ એનો અર્થ એ થાય છે કે, જે વ્યક્તિમાં જ્ઞાન ઓછું હોય છે, તે દેખાવો વધારે કરે છે. અને અસલ જીવનમાં પણ જોવા મળે છે કે, જ્ઞાની માણસ કયારેય દેખાવો નથી કરતા.

અને આજે અમે તમને આપણા દેશના એક જ્ઞાની મહાપુરુષના જીવન સાથે સંકળાયેલી એક ઘટના વિષે જણાવવા જઈ રહ્યા છીએ. જણાવી દઈએ કે, આ સ્ટોરી ઘણી જ ચોંકાવનારી છે. અને સાથે જ એને વાંચીને તમને એ વાતનો પણ અનુભવ થશે કે, જે વાસ્તવમાં જ્ઞાની હોય છે તે પોતાની મહાનતાનો ડંકો જાતે નથી વગાડતા.

જાણકારી માટે જણાવી દઈએ કે, અમે અહીં ભારતરત્ન મોક્ષગુંડમ વિશ્વેશ્વરૈયાની વાત કરી રહ્યા છીએ. તે ભારતના પ્રખ્યાત એન્જીનીયર, રાજનેતા અને મૈસુરના દીવાન હતા. એમનો જન્મ 15 સપ્ટેમ્બર, 1861 ના રોજ મૈસુર (કર્ણાટક) ના કોલાર જિલ્લામાં આવેલા ચિક્કાબલ્લાપુર તાલુકામાં થયો હતો. અને એમની યાદમાં દર વર્ષે 15 સપ્ટેમ્બરને એન્જીનીયર્સ ડે (અભિયંતા દિવસ) ના રૂપમાં ઉજવવામાં આવે છે.

એમના જીવનકાળ દરમ્યાન ઘણા બધા રસપ્રદ બનાવો બન્યા હતા. પણ એમાંથી એક અતિ ખાસ કિસ્સા વિષે આજે અમે તમને જણાવવાના છીએ. આ બનાવ બન્યો હતો ત્યારે ભારતમાં અંગ્રેજોનું શાસન હતું. એક રોજ અડધી રાત્રે લોકોથી ખચાખચ ભરેલી એક ટ્રેન પોતાના મુકામ તરફ જઈ રહી હતી.

એ ટ્રેનના ડબ્બામાં મોટાભાગના યાત્રી અંગ્રેજ હતા. અને એમની સાથે એ જ ટ્રેનના એક ડબ્બામાં એક ભારતીય વ્યક્તિ બારી સાથે માથું ટેકવીને ઊંઘી રહ્યા હતા. તે ઘણા શાંત અને ગંભીર હતા. શામળો રંગ અને મધ્યમ ઊંચાઇ વાળા આ વ્યક્તિને અંગ્રેજ લોકો અભણ સમજી રહ્યા હતા.

ટ્રેન પોતાની ઝડપે જઈ રહી હતી અને એવામાં એકાએક એ વ્યક્તિએ ઉઠીને ટ્રેનની ચેઇન ખેંચી લીધી. ચેઇન ખેંચવામાં આવતા ટ્રેનના ડ્રાઈવરે ટ્રેન રોકી. અને એ ડબ્બામાં રહેલા બધા વ્યક્તિ એમને પૂછવા લાગ્યા કે, એમણે આવું શા માટે કર્યુ? એમાંથી અમુક લોકોએ વિચાર્યુ કે એમણે ઊંઘમાં એવું કર્યુ હશે. પછી જયારે ગાર્ડે એમને એનું કારણ પૂછ્યું, તો એમણે જણાવ્યું કે, મને લાગી રહ્યું છે કે અહીંથી લગભગ 220 ગજના અંતર પણ ટ્રેનનો પાટો ઉખડી ગયો છે.

એમના દેખાવને જોઇને ત્યાં હાજર લોકોએ વિચાર્યુ કે, આ માણસ મજાક કરી રહ્યો હશે. તો ઘણાના મનમાં પ્રશ્ન હતો કે, ટ્રેનમાં બેઠા બેઠા કોઈ કઈ રીતે એની જાણકારી મેળવી શકે છે, કે આગળ પાટા ઉખડેલા છે? પછી વિશ્વેશ્વરૈયાએ લોકોને ટ્રેનમાંથી ઉતરીને ચેક કરવા કહ્યું. અને જયારે લોકોએ ત્યાં પહોંચીને જોયું તો બધા આશ્ચર્ય ચક્તિ થઇ ગયા. કારણ કે હકીકતમાં ત્યાં પાટાના સાંધા ખુલી ગયા હતા, અને બધા નટ બોલ્ટ વિખેરાયેલા હતા.

એ પછી લોકોએ એમને આ રીતના પૂર્વાનુમાન વિષે પૂછ્યું તો એમણે કહ્યું કે, તે બેસીને ટ્રેનનો અવાજ ઘણો ધ્યાનથી સાંભળી રહ્યા હતા. અચાનક અવાજ બદલાય ગયો તો મને સમજાયું કે કોઈ સમસ્યા છે.

હકીકત જાણ્યા પછી બધા યાત્રી એમની પ્રસંશા કરવા લાગ્યા, કારણ કે એમની સુઝબુઝને કારણે જ તમામ લોકોના જીવ બચી ગયા હતા. જયારે ટ્રેનના ગાર્ડે એમનું નામ પૂછ્યું, તો એમણે પોતાનો પરિચય આપ્યો. પછી ત્યાં હાજર બધા અંગ્રેજ સ્તબ્ધ થઇ ગયા. કારણ કે એ સમય સુધીમાં તે દેશમાં પ્રખ્યાત થઈ ગયા હતા. એટલે કે જે વ્યક્તિને મૂર્ખ સમજીને અંગ્રેજ એમની મજાક ઉડાવી રહ્યા હતા, તે વાસ્તવમાં એક જ્ઞાની પુરુષ હતા.

આજ વ્યક્તિએ ગુજરાતના મોરબી ડેમની જગ્યાએ ડેમ બનાવવાની ના પાડેલી અને છતાં પણ ત્યાં ડેમ બનાવાયો અને પછી જે તારાજી સર્જાઈ તે દરેક જાણે છે. તમે આમના વિશે વધુ માહિતી ગૂગલ પરથી લઈ શકો છો.