મંગળ થયો અસ્ત, જાણો તમારી રાશિ પર ઓક્ટોબર સુધી એનો કેવો રહેશે પ્રભાવ

0

હિંદુ ધર્મમાં જ્યોતિષ શાસ્ત્રનું ઘણું મહત્વ છે. અને હિંદુ ધર્મના તમામ લોકો એને ઘણું માને છે. અને એમાં આવે છે રાશિઓ, ગ્રહો અને નક્ષત્રો. અને ગ્રહોની સ્થિતિમાં કોઈ ફેરફાર થાય છે તો એની અસર દરેક રાશિ પર થાય છે. અને વૈદિક જ્યોતિષના જાણકારોના જણાવ્યા અનુસાર મંગળ ગ્રહ ક્રુર ગ્રહ કહેવાય છે. અને ગઈ કાલે જ તે જળતત્વની રાશિ કર્કમાં અસ્ત થતો છે.

અને તે હવે પછી સીધો 23 ઓક્ટોબરના રોજ કન્યા રાશિમાં ઉદય થશે. જ્યોતિષીઓના જણાવ્યા અનુસાર અસ્ત અવસ્થામાં મંગળ 8 ઓગસ્ટ સુધી સિંહ રાશિમાં પ્રવેશ કરશે, અને 25 સપ્ટેમ્બરે કન્યામાં પ્રવેશ કરશે. અને મંગળનો અસ્ત પ્રાકૃતિક આપદાઓ તરફ ઈશારો કરી રહ્યો છે. એ કારણે વરસાદ, ભૂસ્ખલન, જન અને ધનનું નુકસાન થઈ શકે છે. અને એના અસ્ત થવાની દરેક 12 રાશિઓ પર એનો અલગ અલગ પ્રભાવ પડશે. તો આવો જાણીએ મંગળનો અસ્ત થયા પછી કઈ રાશિ પર કેવી અસર થવાની છે?

પહેલા તો તમને એ જણાવી દઈએ કે, જયારે લાલ રંગનો આ ગ્રહ ધરતીની સપાટી સામે આવે ત્યારે તેને ઉદય કહે છે, અને ઉદય થયાના 300 દિવસ બાદ તે વક્રી થાય છે, અને 60 દિવસ સુધી તે વક્રી જ રહે છે. ત્યારબાદ સામાન્ય પરિક્રમા માર્ગ પર આવીને 300 દિવસ સુધી રહે છે. અને આ સ્થિતિને મંગળનો અસ્ત થયો કહેવાય છે.

મેષ (દુર્ઘટનાની આશંકા) : મિત્રો, મંગળના અસ્ત થવાથી તમારી તબિયત લથડશે. દુર્ઘટનાઓ થવાની પણ આશંકા છે. તમારા રાશિનો સ્વામી અસ્ત થઈ રહ્યો છે, એટલે વાણી પર સંયમ રાખો નહીં તો વિવાદ થશે.

વૃષભ (પરિવારમાં ખુશી આવશે) : જણાવી દઈએ કે, આ રાશિના લોકોના પરિવારમાં ખુશી રહેશે. વેપાર રોજગારમાં ચડાવ-ઉતાર રહેશે. તેમજ સંતાન તરફથી સારા સમાચાર મળશે. આવી ઘટનાઓ તમારા માટે ફાયદાકારક છે. મુશ્કેલીમાંથી રસ્તો નીકળશે.

મિથુન (નોકરી અને કેરિયરમાં મળશે સફળતા) : મિથુન રાશિ માટે આ મંગળનો અસ્ત ઘણો લાભકારી છે. આ રાશિના વિદ્યાર્થીઓને સફળતા પ્રાપ્ત થશે. નોકરી અને કેરિયરમાં તમે સફળ થશો.

કર્ક (આવનાર સમય સારો નથી) : જ્યોતિષીના જણાવ્યા અનુસાર મંગળ તમારી રાશિમાં અસ્ત થઈ રહ્યો છે. એટલે તમારા માટે આ સમય સારો નથી.

સિંહ (આર્થિક બાબતોમાં જોખમ લેવું નહિ) : મંગળનું અસ્ત થવાનું તમારા માટે શુભ માનવામાં આવે છે. વેપારને લગતી સમસ્યાઓ દૂર થશે. પણ ભૂલથી પણ આર્થિક મામલે કોઈ જોખમ ન ખેડશો.

કન્યા (આર્થિક પક્ષ મજબૂત થશે) : જણાવી દઈએ કે, મંગળનો અસ્ત તમારા માટે પણ લાભદાયી છે. નોકરી અને વેપારના ક્ષેત્રમાં લાભ થશે. આર્થિક લાભ પણ થશે.

તુલા (માન-સન્માન ઓછું થશે) : મંગળનો અસ્ત તમારા માટે આર્થિક મુશ્કેલીઓ લઈને આવશે. સમાજમાં તમારું માન સન્માન ઘટશે.

વૃશ્ચિક (તબિયત બગડશે) : રાશિ સ્વામીનું અસ્ત થવું તમારા માટે અનુકુળ નથી. જીવનમાં ભાગદોડ રહેશે. મંગળનો અસ્ત તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પાડશે. એટલા માટે ખાસ કરીને તબિયત સાચવવી.

ધનુ (પારિવારિક પ્રતિષ્ઠામાં વધારો થાય) : મિત્રો, જો તમે કોઈ સ્પર્ધાત્મક પરિક્ષા આપી રહ્યા છો, તો તમને એમાં સફળતા પ્રાપ્ત થશે. પણ આર્થિક બાબતે સંભાળવુ.

મકર (દામ્પત્ય જીવનમાં તણાવ રહે) : મંગળના અસ્તને કારણે તમારા દામ્પત્ય જીવનમાં મુશ્કેલીઓ આવશે, વાત છુટાછેડા સુધી પહોંચી શકે છે. આથી વિવાદથી બચવુ.

કુંભ (વિરોધીઓ પરાસ્ત થશે) : આ રાશિના લોકો માટે પણ મંગળનું અસ્ત થવું હિતકારી છે. તમારા વિરોધીઓનો નાશ થશે. શાસન સત્તામાં સહયોગ મળશે.

મીન (સમય આવશે સારો) : જણાવી દઈએ કે, મંગળનો અસ્ત તમારા માટે સારો સમય લઈને આવ્યો છે. તમને સંતાન સુખ પ્રાપ્ત થશે. તમારું પારિવારિક જીવન પણ સુખમય બનશે. એન વેપાર રોજગાર ક્ષેત્રે પણ સફળતા મળશે.