કામને અનુરુપ કરશો મંત્રોનો જાપ તો થશે અટકેલા કામ પુરા, જાણો એ વિશેષ મંત્રો કયા છે

0

હિંદુ ધર્મમાં મંત્રોનું ઘણું મહત્વ છે. અને આજે અમે તમને વિઘ્નહર્તા ગણેશના વિશેષ મંત્રો વિષે જણાવીશું જેનો જાપ કરવાથી અટકેલા કામ પુરા કરવામાં મદદ મળે છે. ગણેશની એમના ભક્તોના વિઘ્નો હરી લે છે અને દરેકની ઇચ્છાઓને પરિપૂર્ણ કરે છે. ગણેશજીના મંત્રો આર્થિક સમૃદ્ધિ તેમજ માનસિક શાંતિ પ્રદાન કરે છે. તો આવો તમને જણાવીએ કે, કયા છે એ મંત્ર અને કેવા સમયે એ તમારી મદદ કરી શકે છે.

(1) ॐ गं गणपतये नमः આ મંત્ર ગણેશજીનો મૂળ મંત્ર છે. અને એને બીજ મંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. જણાવી દઈએ કે, આ મંત્ર યોગ સાધનામાં વપરાય છે. ગણપતિ ઉપનિષદમાંથી આ મંત્ર મળી આવ્યો છે. એવું કહેવાય છે કે, કોઈપણ કામ શરૂ કરતા પહેલા આ મંત્રનો જાપ કરશો તો સફળતા તમારી જ છે.

(2) ॐ श्री गणेश ऋण छिन्धि वरेण्य हुं नमः જણાવી દઈએ કે, આ મંત્ર કરજ(દેવું) દુર કરનાર મંત્ર છે. આ મંત્રનો નિયમિત જાપ કરવાથી ગણેશજી પ્રસન્ન થઇ જાય છે, અને ભક્તો પરનું કરજ ઓછુ થવા લાગે છે. કહેવાય છે કે જો કોઈના ઘરમાં આ મંત્રનું ઉચ્ચારણ થતું હોય છે, તે ઘરમાં ક્યારેય પણ કરજ કે ગરીબી નથી આવતી.

(3)ॐ श्री विनायकाय नमः જણાવી દઈએ કે, વિનાયક એ ગણપતિજીના સુવર્ણ કાળ દરમિયાનનું પ્રખ્યાત નામ છે. એવું કહેવામાં આવે છે કે, આ મંત્રથી તમારો સુવર્ણ કાળ શરૂ થઈ જશે. તમારા કામમાં તમે ટોચ પર પહોંચશો.

(4) ॐ विघ्नेश्वराय नमः આ મંત્રનો જાપ કરવાથી ગણેશજી તમારા માર્ગમાં આવતી બધી જ સમસ્યાઓઓ દૂર કરે છે. આ મંત્રના સતત જાપથી તમારા રસ્તામાં આવતી અડચણો, નકારાત્મક ઉર્જાઓ દૂર થઈ જશે અને તમને શાંતિનો અનુભવ થશે.

(5) ॐ कपिलाय नमः આ મંત્રનો એક અર્થ એ થાય છે કે, તમે જે માંગશો એ તમને કામધેનુની જેમ મળી જશે. અને જ્યારે તમે બીજાનું હિત ઈચ્છશો, તમારી ઈચ્છા તરત જ પૂરી થશે.

ગણેશજીની મૂર્તિને નવા ઘરમાં સ્થાપિત કરતા સમયે ઉપર જણાવેલા મંત્રોનો મંત્રોચ્ચાર કરવો જોઈએ. ગણેશજીના આ મંત્રો આર્થિક મુશ્કેલીઓમાં રાહત અપાવે છે, તેમજ કલેશ, માનસિક તણાવ વગેરે તકલીફ અને અડચણો દૂર કરે છે. અને નાણાકીય સમસ્યાઓને પણ દૂર કરવામાં મદદરૂપ થાય છે. જો બીજા કોઈ મંત્ર ન આવડતા હોય તો, ॐ गं गणपतये नमः ને વાંચતા પૂજામાં લાવવામાં આવેલ સામગ્રી ગણપતિ પર ચઢાવો. અહીંથી જ તમારી પૂજાનો સ્વીકાર થશે અને તમને શુભ-લાભનો અનુભવ મળશે.

નીચે જણાવેલા મંત્રોનું મંત્રોચ્ચારણ સંપુર્ણ શ્રધ્ધાથી કરવામાં આવે તો, તમારા જીવનમાં અટકેલા કામો અને સમસ્યાઓને વિધ્નહર્તા ગણેશ હરી લેશે. તો ચાલો તમને આ ગણેશમંત્રો વિશેની વિશેષ માહિતી તથા તેનાથી થતા ફાયદાઓ વિશે પણ જાણીએ.

वक्रतुण्ड महाकाय, सुर्यकोटि समप्रभ, निर्विघ्नं कुरु मे देव, सर्वकार्येषु सर्वदा ।।

મિત્રો, જો તમારા લગ્નમાં કોઈ પ્રકારે અડચણ ઊભી થતી હોય તથા યોગ્ય લાઈફ પાર્ટનર ના મળતો હોય, તો ૪૮ દિવસ સુધી આ મંત્રોચ્ચારણ કરો. નિયમીત ૧૦૮ વખત આ મંત્રનું મંત્રોચ્ચારણ કરવુ જેથી લગ્નમાં આવતી સમસ્યાઓ દુર થાય.

“ॐ श्रीमगम सौभाग्य गणपतये वरवरदा सर्वजन्म में वशमानय”

જીવન છે તો તણાવ તો રહેવાનો જ. એવામાં જો તમે તમારા કાર્ય સ્થળ પર કે પછી ઘરના કોઈ સભ્ય સાથેના સંબંધમાં તણાવ અનુભવતા હોય, અને તમે તમારા જીવનમાં શાંતિપુર્વક સંબંધનું નિર્માણ કરવા માંગતા હોય, તો નિયમીત રીતે આ મંત્રનો મંત્રોચ્ચારણ કરો. જેથી સર્વ સમસ્યાનું નિરાકરણ આવે. તમારા જીવનની સમસ્યાઓ મુજબ આ મંત્રોનો મંત્રોચ્ચારણ કરી તમારુ જીવન શાંતિમયી તથા સુખમયી બનાવો.

“ॐ नमो सिद्धि विनायकाय सर्व कार्य करते सर्व विघ्ना प्रशंने सर्वार्जय वश्याकरणाय सर्वजण सर्वस्त्री पुरुष आकर्षणाय श्रीन्ग ॐ स्वः”

તમે સારી નોકરી મેળવવા માંગતા હોય અથવા નોકરીમાં ઉચ્ચ સ્તરે પહોચવા માંગતા હોય, તો નિયમીત રીતે ઉપરના મંત્રનો જાપ કરો. આ મંત્રના ઉચ્ચારણથી સિધ્ધિવિનાયક તમારી બધી ઈચ્છાઓ પુરી થઇ શકશે.

“गजाननं भुता गणादि सेवितं कापित्ता जम्बू फालसारा पक्षितम उमासुतं शोका विनाशा कारनाम नमामि विग्नेश्वरा पाद पंकजम”

વિદ્યાર્થી મિત્રો અભ્યાસમાં પ્રવીણતા કઈ રીતે મેળવવી તથા વધુને વધુ જ્ઞાન કઈ રીતે પ્રાપ્ત કરવુ? એને લઈને ચિંતિત હોય છે. એના માટે અથાગ પરીશ્રમ કરવો પડે છે, તથા શિસ્તબધ્ધ જીવનશૈલીને અનુસરવુ પડે છે. આ સર્વ ગુણ વિકસાવવા માટે નિયમીત સ્નાન કર્યા પછી ૨૧ વખત આ મંત્રનો મંત્રોચ્ચાણ કરવો. જેથી વિદ્યાર્થી અભ્યાસ ક્ષેત્રે કુશળતા મેળવે.

“ॐ श्रीं गम सौभाग्य गणपतये वरवरदा सर्वजन्म में वशमानय नम:”

જો તમારા જીવનમાં ધનની અછત રહે છે તો આ મંત્ર કામનો છે. તમારી જરૂરીયાત સંતોષાય એટલા નાણા મેળવવા માટે આ ગણેશમંત્રનું મંત્રોચ્ચારણ કરવુ જોઈએ.

“ॐ ह्रीं ऐं श्रीं सर्व कमलासनाया नमः”

કૌટુંબિક જીવન અને કાર્યક્ષેત્રમાં સફળતા મેળવવા આ મંત્રનો નિયમિત રીતે ૧૦૮ વખત મંત્રોચ્ચારણ કરવો જોઈએ. એનાથી તમે તમારા જીવનમાં સફળતાના શિખરો સર કરી શકશો.

“गजानना पद्मारकम गजाननं अहर्निशं अनेका डामताम भक्तानां एका दंतम उपास्महे”

તેમજ જો તમે કોઈ નવી નોકરી કે ધંધાની શરૂઆત કરવા જઈ રહ્યા છો, તો નિયમીત ૧૦૮ વખત ૪૮ દિવસ સુધી ઉપરના મંત્રનું મંત્રોચ્ચારણ કરો. તમને અવશ્ય લાભ મળશે.

“शुक्लामभरदाराम विष्णुमससि वर्णम चतुर भुजं प्रसन्ना वदनं ध्यायेत सर्व विगणोपा शान्तये”

તમે કોઈ કોર્ટ-કેસના વાદ-વિવાદમાં ફસાયેલા છો, અને તેનો કોઈ ઉકેલ નથી મળી રહ્યો, તો નિયમીત ૨૧ દિવસ સુધી આ મંત્રનું મંત્રોચ્ચારણ કરો, ફાયદો અવશ્ય મળશે.